સમગ્ર વિશ્વમાં કોરોનાનાં કેસ સતત વધી રહ્યા છે, ત્યારે ભારતમાં કોરોનાનાં કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આ પહેલા કોરોનાનાં કેસ 24 કલાકમાં 50 હજારથી વધુ સામે આવી રહ્યા હતા. જે હવે ઘટી ગયા છે. આપને જણાવી દઇએ કે, કોવિડ-19 નાં 41,100 નવા કેસ રવિવાર, નવેમ્બરનાં રોજ છેલ્લા 24 કલાકમાં સામે આવ્યા છે.
રવિવારે દેશમાં કોરોનાવાયરસનાં કેસ 88 લાખ સુધી પહોંચ્યા છે. જો કે, છેલ્લા કેટલાક દિવસોથી ભારતમાં કોરોનાનાં નવા કેસોમાં ઘટાડો નોંધાયા છે. રવિવારે સવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાવાયરસનાં 41,100 નવા કેસ નોંધાયા છે. આ સાથે, ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા વધીને 88,14,579 પર પહોંચી ગઈ છે. વળી, છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 447 દર્દીઓનાં મોતને કારણે મૃતકોનો કુલ આંકડો 1,29,635 પર પહોંચી ગયો છે.
With 41,100 new #COVID19 infections, India's total cases rise to 88,14,579. With 447 new deaths, toll mounts to 1,29,635
Total active cases at 4,79,216 after a decrease of 1,503 in the last 24 hrs
Total discharged cases at 82,05,728 with 42,156 new discharges in last 24 hrs pic.twitter.com/wvsRxLdaMD
— ANI (@ANI) November 15, 2020
નવીનતમ માહિતી અનુસાર, દેશમાં સાજા થતાં દર્દીઓની સંખ્યા 82 લાખને વટાવી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં, 42,156 દર્દીઓ રિકવર થયા છે, જે દરરોજ આવતા નવા કેસની સંખ્યા કરતા વધુ છે. અત્યાર સુધીમાં, ઠકી થતા દર્દીઓની કુલ સંખ્યા વધીને 82,05,728 થઈ ગઈ છે. નવા કેસોમાં ઘટાડો અને દર્દીઓની રિકવરીની સંખ્યાનાં કારણે સક્રિય કેસ નીચે આવ્યા છે. દેશમાં કોરોનાનાં એક્ટિવ 4,79,216 છે.
કોરોના રિકવરી 93.09 ટકા છે જ્યારે સક્રિય દર્દીઓ 5.43 ટકા છે. મૃત્યુ દર 1.47 ટકા છે. પોઝિટિવિટી રેટ એટલે કે દૈનિક ટેસ્ટિંગમાં ચેપગ્રસ્ત કેસોનો દર 5.1 ટકા છે. ટેસ્ટિંગનાં આંકડા વિશે વાત કરીએ તો, છેલ્લા 24 કલાકમાં 8,05,589 કોરોનાનાં ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 12,48,36,819 સેમ્પલોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.
