Breaking News/ આનંદ નિકેતન સ્કૂલ વિવાદ: DEOનો આકરો નિર્ણય, કન્સલ્ટન્ટ-કેન્ટીન ઇનચાર્જ બરતરફ, 2 સુપરવાઇઝર સસ્પેન્ડ

શિલજની આનંદ નિકેતન સ્કૂલ (Anand Niketan School)માં બે ગંભીર ઘટનાઓ બાદ DEOની કડક કાર્યવાહી, કન્સલ્ટન્ટ અને કેન્ટીન ઇનચાર્જ બરતરફ, બે સુપરવાઇઝર સસ્પેન્ડ

Top Stories Ahmedabad Gujarat Breaking News
Anand Niketan Schoolમાં DEOનો આકરો નિર્ણય, કન્સલ્ટન્ટ-કેન્ટીન ઈનચાર્જ બરતરફ

Breaking News: શિલજની આનંદ નિકેતન સ્કૂલ (Anand Niketan School)માં બનેલી બે અલગ-અલગ ગંભીર ઘટનાઓ બાદ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીએ કડક કાર્યવાહી કરી છે. સ્કૂલના કરીક્યુલમ ડિઝાઈનર, એજ્યુકેશન કન્સલ્ટન્ટ અને કેન્ટીન ઈનચાર્જને બરતરફ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. જ્યારે બે સુપરવાઈઝરોને સસ્પેન્ડ કરીને નવા પ્રિન્સિપાલની નિયુક્તિની પ્રક્રિયા તાત્કાલિક શરૂ કરવા સૂચના આપવામાં આવી છે.

કેન્ટીનના નાસ્તામાંથી કાચનો ટુકડો મળ્યો

શાળાની કેન્ટીનમાં આપવામાં આવતા નાસ્તામાંથી કાચનો ટુકડો મળી આવવાની ઘટના સામે આવ્યા બાદ DEO કચેરીએ આ મામલાને ગંભીરતાથી લીધો હતો. વિદ્યાર્થીઓને આપવામાં આવતા ખોરાકની ગુણવત્તા અને સલામતી અંગે સવાલો ઊભા થતાં કેન્ટીન ઈનચાર્જ સામે કાર્યવાહી કરવામાં આવી છે.

DEO કચેરીએ કેન્ટીન ઈનચાર્જને હોદ્દા પરથી દૂર કરવાનો આદેશ આપ્યો છે. સાથે જ ફૂડ એન્ડ સેફ્ટી વિભાગનું જરૂરી ક્લિયરન્સ મેળવ્યા વિના આનંદ નિકેતન સ્કૂલ (Anand Niketan School)ની કેન્ટીન ફરી શરૂ ન કરવા પણ સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે.

Anand Niketan School: શાળાની વ્યવસ્થાપન કામગીરી સામે પણ કાર્યવાહી

આ સમગ્ર મામલાની તપાસ દરમિયાન શાળાની શૈક્ષણિક અને સંચાલકીય વ્યવસ્થાને લઈને પણ DEO કચેરી દ્વારા ગંભીર નોંધ લેવામાં આવી છે. કાર્યવાહી હેઠળ સ્કૂલ (Anand Niketan School)ના કરીક્યુલમ ડિઝાઈનર અને એજ્યુકેશન કન્સલ્ટન્ટને પણ બરતરફ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત, જવાબદારીના મુદ્દે બે સુપરવાઈઝરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. શાળામાં વહીવટી અને શૈક્ષણિક વ્યવસ્થા વધુ અસરકારક બને તે માટે નવા પ્રિન્સિપાલની નિયુક્તિ કરવાની પ્રક્રિયા પણ તાત્કાલિક હાથ ધરવા સૂચના આપવામાં આવી છે.

વિદ્યાર્થીઓની સુરક્ષા અને વ્યવસ્થા પર ભાર

બે અલગ-અલગ ઘટનાઓ બાદ થયેલી આ કાર્યવાહીથી સ્પષ્ટ થાય છે કે શાળા સંચાલનમાં વિદ્યાર્થીઓની સુરક્ષા, ખાદ્ય ગુણવત્તા અને વહીવટી જવાબદારીને લઈને શિક્ષણ વિભાગે કડક વલણ અપનાવ્યું છે. હવે નવા પ્રિન્સિપાલની નિયુક્તિ બાદ શાળાની કામગીરીમાં જરૂરી સુધારા લાવવાની દિશામાં પગલાં લેવાશે.


આ પણ વાંચો:અમદાવાદની આનંદ નિકેતન સ્કૂલ સામે નિયમોના ઉલ્લંઘન બદલ કાર્યવાહી

આ પણ વાંચો:આનંદ નિકેતન સ્કૂલના પ્રિન્સિપાલ સામે કાર્યવાહી, કેન્ટીન બંધ રાખવા DEOનો આદેશ

આ પણ વાંચો:આનંદ નિકેતન સ્કૂલમાં ભોજનમાંથી કાચનો ટુકડો મળ્યાનો આક્ષેપ, વાલીઓનો હોબાળો