બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકા પંચાયત (Diyodar Taluka Panchayat)કચેરીમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. તાલુકા પંચાયત કચેરીમાં તલાટી કમ મંત્રી (Talati-cum-Mantri)દ્વારા સરકારી વીજળીનો ઉપયોગ કરીને પોતાની ખાનગી ઇલેક્ટ્રિક કાર (E-Car) ચાર્જ કરવામાં આવી રહી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સમગ્ર પંથકમાં હડકંપ મચી ગયો છે.
Diyodar Taluka Panchayat : પ્રમુખની ચેમ્બરમાંથી જ થતું હતું ચાર્જિંગ!
વાયરલ થયેલા વીડિયો (Viral Video)માં સામે આવ્યું છે કે, કોંગ્રેસના તાલુકા પંચાયત પ્રમુખની ચેમ્બરમાંથી જ વાયર બહાર કાઢીને ખાનગી ઇ-કારનું ચાર્જિંગ કરવામાં આવી રહ્યું હતું. આ મામલે સવાલો ઊભા થઈ રહ્યા છે કે શું પ્રમુખની જાણ બહાર ચેમ્બરમાંથી જ કોઈ તલાટી કમ મંત્રી આ રીતે સરકારી વીજળીનો ગેરઉપયોગ કરી શકે? સ્થાનિક વર્તુળોમાં ચર્ચા છે કે તાલુકા પંચાયતમાં લાંબા સમયથી વહીવટી શિથિલતા ચાલી રહી છે, જેના કારણે આવા કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે.
TDO ની તાત્કાલિક કાર્યવાહી
ઘટનાની ગંભીરતા સમજીને TDO એ તાત્કાલિક ધોરણે ગાડીનું ચાર્જર હટાવડાવ્યું હતું. આ સાથે જ સરકારી મિલકત અને વીજળીનો દુરુપયોગ કરનાર સંબંધિત તલાટી કમ મંત્રી સામે કડક તપાસ હાથ ધરીને ખાતાકીય કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે.
આ પણ વાંચો :અમદાવાદ ગીતામંદિર બસ ટર્મિનલ-2નું લોકાર્પણ, 39 પ્લેટફોર્મ અને અનેક આધુનિક સુવિધાઓ
આ પણ વાંચો :સુરતના 67 વર્ષીય ડોક્ટરની જામીન અરજી હાઈકોર્ટે ફગાવી, ગેરકાયદેસર ગર્ભપાત કેસમાં મોટો નિર્ણય
આ પણ વાંચો :અપ્રમાણસર મિલકત કેસમાં વોન્ટેડ કેતકી વ્યાસ ઝડપાઈ, ક્રાઇમ બ્રાન્ચે ACBને સોંપી
