Washington News જ્યારથી ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા છે. ત્યારથી તેઓ તેમના નિર્ણયોને લઈને દુનિયામાં ખળભળાટ મચી જાય છે. તો એવામાં અમેરિકામાં હજારો ભારતીય ઇમિગ્રન્ટ્સ સહિત વિશ્વના ગ્રીન કાર્ડ ધારકોનું ભવિષ્ય અંધારામાં જાય તેવી પરિસ્થિતિઓ સર્જાઈ રહી છે. ટ્રમ્પ સરકારે ગ્રીન કાર્ડ ધારકોને ચેતવણી આપી છે. તેમણે જણાવ્યું છે કે, જો તેઓ કાયદામાં નહી રહે તો તેમની પરમેનન્ટ રેસિડેન્સી છીનવી લેવામાં આવશે. યુનાઈટેડ સ્ટેટ્સ સિટિઝનશીપ એન્ડ ઈમિગ્રેશન સર્વિસિઝ દ્વારા આ ઈન્ફોર્મેશન આપવામાં આવી હતી.
આ અંગે USCISએ તેના સોશિયલ મીડિયા હેન્ડલ X પર પોસ્ટ કરી હતી જેમાં તેમને કહ્યું કે, જો કોઈ વિદેશી નાગરિક કાયદાનો ભંગ કરતા ઝડપાશે. તો તેના ગ્રીન કાર્ડ અને વિઝા રદ કરી દેવામાં આવશે. આ આદેશ ટ્રમ્પ સરકારના કેચ એન્ડ રિવોક પોલિસી હેઠળ આપવામાં આવ્યો છે. જેની અંદર ગ્રીન કાર્ડ હોલ્ડર સામે કાર્યવાહી કરવા અંગે જોગવાઈ કરવામાં આવેલી છે. ટ્રમ્પ દ્વારા સ્પષ્ટ શબ્દોમાં જણાવવામાં આવ્યું છે કે, કાયદામાં રહેશો નહીતો ગ્રીનકાર્ડ અને વિઝા રદ કરી દેવામાં આવશે.
ગ્રીન કાર્ડ ધારકોની ગતિવિધિઓ પર ચાંપતી નજર બનાવી રાખવામાં આવી રહી છે. US ઈમિગ્રેશન ઓથોરિટી વીઝા અને ગ્રીન કાર્ડ હોલ્ડર્સના દસ્તાવેજો જાહેર થયા બાદ તેની ઉપર સમીક્ષા કરવા માટે ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટી સાથે સંયુક્ત રીતે કામ કરી રહ્યું છે. કાનૂન તોડવા પર ગ્રીન કાર્ડ રદ થઈ શકે છે. જેને અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ સમર્થન આપ્યું છે.
શું છે ગ્રીન કાર્ડ?
USમાં ગ્રીન કાર્ડ એક પ્રકારનું સરકારી ઓળખપત્ર છે. જે કાયમી ધોરણે વસવાટ કરવા માટે આપવામાં આવે છે. બીજા દેશના નાગરિકોને USમાં કાયમી વસવાટ કરવા માટે આ કાર્ડ અપાય છે. આ કાર્ડ દ્વારા તેમની USની નાગરિકતા મેળવવા માટેનો રસ્તો સાફ કરી આપે છે.
આ પણ વાંચો:US રાષ્ટ્રપતિ ટ્રમ્પે ચીન પર ટૈરિફ મુદ્દે વાતચીત કરવા અંગે આપ્યો સંકેત
આ પણ વાંચો:વિદેશી સિનેમા પર ટ્રમ્પે લાદ્યો 100% ટેરિફ, અમેરિકન ફિલ્મ ઉદ્યોગને બચાવવાનો પ્રયાસ
આ પણ વાંચો:પાકિસ્તાની રાષ્ટ્રપતિ ઝર દારીએ 5 મેના રોજ સંસદનું કટોકટી સત્ર બોલાવ્યું
