Ahmedabad News : અમદાવાદ સિવિલ હોસ્પિટલ (ACH) ના સમગ્ર કેમ્પસ માટે એક વિગતવાર માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવશે. આ પ્લાનમાં દર્દીઓ અને કર્મચારીઓ માટે વધુ સારી સુવિધાઓ, જેવી કે પાર્કિંગ, પ્રવેશદ્વાર અને આંતરિક માર્ગોનો સમાવેશ થશે. આ માસ્ટર પ્લાનમાં ટ્રાફિકનું સુચારુ વ્યવસ્થાપન, દર્દીઓને સરળતાથી વિભાગો સુધી પહોંચાડવા માટેના માર્ગદર્શન અને કટોકટીની સ્થિતિમાં ઝડપી પ્રતિસાદ માટેની વ્યવસ્થાઓનો પણ સમાવેશ કરવામાં આવશે.
દર્દીઓને સરળતાથી માહિતી મળી રહે તે માટે હોસ્પિટલમાં સિમલેશ મોબિલિટી અને સાયનેજ જેવી સુવિધાઓ ઉમેરવામાં આવશે. આ માટે મોબાઇલ એપ્લિકેશન(Mobile Application), ડિજિટલ સ્ક્રીન(Digital Screen) અને વિવિધ ભાષાઓમાં માર્ગદર્શન સંકેતો(Sign)નો ઉપયોગ કરવામાં આવશે. હોસ્પિટલમાં પાર્કિંગની સમસ્યાનું નિરાકરણ લાવવા માટે એલ(L) શેપ પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવશે. આ ઉપરાંત, મલ્ટીલેવલ પાર્કિંગની સુવિધા અને નવા બિલ્ડીંગોમાં બેઝમેન્ટ પાર્કિંગની સુવિધા પણ ઉમેરવામાં આવશે.
![]()
હાલના ૮ પ્રવેશદ્વાર ઉપરાંત વધુ ૨ ગેટ બનાવવાનું આયોજન છે, જેથી દર્દીઓને સરળતાથી અંદર આવવા-જવામાં સુવિધા થાય. આ નવા ગેટ વિવિધ વિભાગો તરફ દોરી જશે અને ટ્રાફિકને વહેંચવામાં મદદ કરશે. મેન્ટલ કંપાઉન્ડ(mental compound) અને મણીબેન હોસ્પિટલ(maniben hospital) માટે પણ માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવશે. આ હોસ્પિટલોને સિવિલ હોસ્પિટલ(civilhospital)ના મુખ્ય કેમ્પસ સાથે જોડીને એક સંકલિત આરોગ્ય સંકુલ બનાવવાનું લક્ષ્ય છે.
રૂ. ૮૩૮ કરોડના ખર્ચે વિવિધ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવશે, જેમાં ૧૮૦૦ બેડની નવી હોસ્પિટલનું નિર્માણ પણ શામેલ છે. આ નવી હોસ્પિટલમાં અત્યાધુનિક તબીબી સાધનો અને સુવિધાઓ હશે.૧૨૦૦ વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલનું બાંધકામ કરવામાં આવશે. આ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને રહેવા, ભણવા અને આરામ કરવા માટેની તમામ સુવિધાઓ ઉપલબ્ધ હશે.કેન્સર હોસ્પિટલ(cancer hospital)માં વિવિધ પ્રોજેક્ટના નવા બિલ્ડિંગનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ્સથી કેન્સરના દર્દીઓને વધુ સારી સારવાર સુવિધાઓ મળશે. યુ.એન. મહેતા હોસ્પિટલ(U N Maheta Hospital)ના વિવિધ પ્રોજેક્ટની સમીક્ષા કરવામાં આવી. આ હોસ્પિટલમાં હૃદય રોગના દર્દીઓની સારવાર માટેની સુવિધાઓ વધારવા પર ભાર મૂકવામાં આવ્યો છે.
આ બધા પ્રોજેક્ટ્સનું લક્ષ્ય અમદાવાદ સિવિલ હોસ્પિટલ(Ahmedabad Civil Hospital)ને દેશની અગ્રણી તબીબી સંસ્થા બનાવવાનું છે. આ પ્રોજેક્ટ્સ પૂરા થયા બાદ દર્દીઓને વધુ સારી સારવાર સુવિધાઓ મળશે અને હોસ્પિટલમાં કામ કરતા તબીબો અને કર્મચારીઓને પણ વધુ સારું વાતાવરણ મળશે. વધુમાં, આ પ્રોજેક્ટ્સથી ગુજરાત રાજ્યનું આરોગ્ય ક્ષેત્ર વધુ મજબૂત બનશે અને રાજ્યમાં આરોગ્ય પ્રવાસનને પ્રોત્સાહન મળશે.
આ પણ વાંચો: અમદાવાદ સિવિલ હોસ્પિટલ માં ૧૭૫ મું અંગદાન, અમદાવાદમાં ૧૧ મહિનામાં કુલ ૩૬ અંગદાન
આ પણ વાંચો: અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ફક્ત બે દિવસમાં ૧૦ દર્દીઓની લીથોટ્રીપ્સીથી ઓપેરેશન વગર પથરીની સારવાર કરાઇ
આ પણ વાંચો: અમદાવાદ સિવિલ હોસ્પિટલનો ડંકો વાગ્યો, રાષ્ટ્રીય સ્તરના બે હેલ્થકેર એવોર્ડ એનાયત
