વિશ્વકપમાં ભારતની દક્ષિણ આફ્રિકા સામે શાનદાર જીત બાદ આજે ટીમ ઈંન્ડિયા ઓસ્ટ્રેલિયા સામે ઓવલનાં મેદાને ઉતરશે. પોતાની પહેલી મેચમાં ટીમ ઈંન્ડિયાએ દક્ષિણ આફ્રિકા સામે જીત મેળવી હતી તો બીજી તરફ ઓસ્ટ્રેલિયા વિશ્વકપમાં બે મેચ રમી છે અને બંન્નેમાં તેણે જીત મેળવી છે. ઓસ્ટ્રેલિયા સામે મેચનાં એક દિવસ પહેલા ટીમ ઈંન્ડિયાનાં વાઇસ કેપ્ટન રોહિત શર્માએ પ્રેસ કોન્ફંરન્સ કરી હતી. જેમા તેણે મહેન્દ્ર સિંહ ધોનીનાં ગ્લબ્સ વિવાદમાં પોતાની વાતને રાખી હતી.

વાઇસ કેપ્ટન રોહિત શર્માએ મહેન્દ્ર સિંહ ધોનીનાં ગ્લબ્સ પર સેનાનાં બલિદાન ચિંન્હને લઇને થઇ રહેલા વિવાદ પર કહ્યુ કે, આ વિશે મને કોઇ જાણકારી નથી. રોહિત શર્માએ કહ્યુ કે, તેને આ મામલે કોઇ જાણકારી ન હોવાનાં કારણે તે આ વાત પર કઇજ કહેશે નહી. તેણે વધુમાં કહ્યુ કે, તે ટીમનો કેપ્ટન નથી. અને વધુમાં તેણે કહ્યુ કે, રવિવારે ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે મેચ દરમિયાન જ ખબર પડશે કે ધોની પોતાના ગ્લબ્સમાં સેનાનાં ચિંન્હનો ઉપયોગ કરશે કે નહી. જાણવા મળ્યુ છે કે, ટીમ ઈંન્ડિયાનાં પૂર્વ કેપ્ટન કૂલ મહેન્દ્ર સિંહ ધોની ઓસ્ટ્રેલિયાની વિરુદ્ધ રવિવારે રમાવવાનાં મહામુકાબલામાં બલિદાન ગ્લબ્સ પહેરશે નહી. ગ્લબ્સ વિવાદ પર બીસીસીઆઈનાં એડમિનિસ્ટ્રેટર કમિટીનાં વડા વિનોદ રાયે કહ્યુ કે, તે ICCનાં નિયમ વિરુદ્ધ નહી જાય, જે ICCનાં નિયમ હશે તે મુજબ જ બીસીસીઆઈ પોતાનો નિર્ણય કરશે. જો કે તો પણ જોવાનું રોમાંચથી ભરેલુ રહેશે કે ધોની પોતાના ગ્લબ્સ પર બલિદાન ચિંન્હ લગાવીને મેદાને ઉતરશે કે નહી.
ભારત અને ઓસ્ટ્રેલિયા મેચની શરૂઆત ક્યારે થઇ હતી?
ઉલ્લેખનીય છે કે, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ વનડે મેચ છઠ્ઠી ડિસેમ્બર 1980નાં દિવસે રમાઇ હતી. જેમાં ભારતે 66 રને જીત મેળવી હતી. જ્યારે તેમની વચ્ચે છેલ્લી મેચ 13મી માર્ચ 2019નાં દિવસે રમાઇ હતી. જેમાં ઓસ્ટ્રેલિયાએ દિલ્હીનાં ફિરોઝશાહ કોટલા મેદાન ખાતે 35 રને જીત મેળવી હતી. આવી જ રીતે વિશ્વકપમાં આ બંને ટીમો 11 વખત એકબીજાની સામે આવી છે. જે પૈકી ઓસ્ટ્રેલિયાએ પ્રભુત્વ જાળવી રાખીને ભારત પર આઠ મેચોમાં જીત મેળવી છે.

ભારતે વિશ્વકપમાં ઓસ્ટ્રેલિયા સામે છેલ્લી મેચ 2011નાં વિશ્વકપમાં જીતી હતી. આ વન ડે આંતરરાષ્ટ્રીય મેચની ક્વાર્ટર ફાઇનલ હતી. ભારતે આ મેચ જીતીને સેમીફાઇનલમાં એન્ટ્રી કરી હતી. વિશ્વકપમાં બંને વચ્ચે છેલ્લી મેચ વિશ્વકપ 2015માં રમાઇ હતી. સિડનીમાં ૨૬મી માર્ચનાં દિવસે રમાયેલી મેચમાં ઓસ્ટ્રેલિયાએ 95 રને જીત મેળવી હતી. મેચનુ પ્રસારણ આજે ઓવલથી ભારતનાં સમયાનુસાર ત્રણ વાગ્યાથી કરવામાં આવનાર છે.
