Gondal/ ગોંડલમાં વિપક્ષના નેતા સહિત 6 કોર્પોરેટરો ભાજપનો કેસરીયો કર્યો ધારણ

ગોંડલ નગરપાલિકાની ચૂંટણી પહેલા વિપક્ષને મોટો ફટકો પડયો છે. નગરપાલિકાના વિપક્ષના નેતા સહિતના 6 કોર્પોરેટરોએ ભાજપમાં જોડાઈ અને કેસરીયો ધારણ કર્યો છે.રાષ્ટ્ર વિકાસ ઝુંબેશ પાર્ટીના કોર્પોરેટરો

Top Stories Gujarat
1

ગોંડલ નગરપાલિકાની ચૂંટણી પહેલા વિપક્ષને મોટો ફટકો પડયો છે. નગરપાલિકાના વિપક્ષના નેતા સહિતના 6 કોર્પોરેટરોએ ભાજપમાં જોડાઈ અને કેસરીયો ધારણ કર્યો છે.રાષ્ટ્ર વિકાસ ઝુંબેશ પાર્ટીના કોર્પોરેટરો ભાજપમાં જોડાયા છે.આ પહેલાની નગરપાલિકાની ચૂંટણીમાં રાષ્ટ્ર વિકાસ પાર્ટીમાંથી 15 કોર્પોરેટરો ચૂંટાઈ આવ્યા હતા.ગોંડલમાં ભાજપની સેન્સ પ્રક્રિયા માર્કેટિંગ યાર્ડ ખાતે ચાલી રહી છે ત્યારે 6 કોર્પોરેટરોએ ભાજપનો કેસરીયો ધારણ કર્યો હતો.

farmers-protest / લાલ કિલ્લા પર નિશાન સાહિબનો ધ્વજ ફરકાવનાર દીપ સિદ્ધુને પોલીસે પાઠવ્યુ સમન્સ

ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ 6 કોર્પોરેટરો અને ભાજપનો ખેસ પહેરાવ્યો હતો.ભાજપમાં જોડાનારા વિપક્ષ નેતા ઓમદેવસિંહે જણાવ્યું હતું કે ગત ટર્મમાં રાષ્ટ્ર વિકાસ પાર્ટીના બેનર હેઠળ તેઓ 6 કોર્પોરેટર ચૂંટાયા હતા.ગોંડલના વિકાસ કાર્યોથી પ્રભાવિત થયેલા લોકોના હિત માટે તેઓ ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરી અને ભાજપમાં જોડાયા છે.

tractor parade / ટ્રેક્ટર પરેડ હિંસા મામલે પૂર્વ દિલ્હી અને શાહદરામાં પોલીસે નોંધાવી FIR

આ ઉપરાંત તેઓએ જણાવ્યું હતું કે તેઓએ કોંગ્રેસમાં ક્યારે પણ કામ કર્યું નથી અને તેના વખતે ચૂંટણી લડ્યા નથી. લોકસભાની ચૂંટણી વખતે ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયા ને ધ્યાનમાં રાખી કોંગ્રેસની કમાન સંભાળી હતી.ગત નગરપાલીકાની ચૂંટણીમાં અમારી ૧૫ બેઠક આવી હતી ત્યારે કોંગ્રેસના બેનર હેઠળ જીત્યા નહોતા માત્ર અને માત્ર ગોંડલમાં વિકાસ કામો થયા તેને ધ્યાનમાં લઈને જ ભાજપમાં જોડાયા છીએ. વધુમાં તેમણે જણાવ્યું હતું કે અમારા 400થી વધુ કાર્યકર્તા પણ ભાજપમાં જોડાશે.

tractor parade / દિલ્હી ટ્રેક્ટર પરેડમાં હિંસા બાદ સોશિયલ મીડિયામાં ઉઠી આ ખેડૂત નેતાઓની ધરપકડની માંગ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…