બર્મિંઘમ,
આગામી ૧ ઓગષ્ટથી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાનારી પાંચ ટેસ્ટ મેચની શ્રેણીની શરૂઆત થઇ રહી છે. જો કે આ પહેલા જ યજમાન ટીમના ઝડપી બોલર સ્ટુઅર્ટ બ્રોડે ભારતીય ટીમની પ્રશંસા કરી છે.
ઈંગ્લીશ ઝડપી બોલરે કહ્યું કે, “આવનારી સિરીઝમાં તેઓની ટીમનો મુકાબલો એ ભારતીય ટીમ સામે થવાનો છે, જે વર્તમાન સમયમાં વિદેશી જમીન પર પોતાને ઢાળી રહી છે”.
બ્રોડે માન્યું છે કે,”ભારતનું બોલિંગ આક્રમણ શાનદાર છે, જેણે જેટલા પણ વિદેશના પ્રવાસમાં પોતાના આક્રમણને સાબિત કર્યું છે”.
ઇંગ્લેન્ડના ઝડપી બોલર બ્રોડે ESPN ક્રિક ઇન્ફોને આપેલા એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું છે કે, “તેઓની બોલિંગ ભારતીય ટીમની સફળતાનું કારણ રહી છે. તેઓ જાણે છે કે, પોતાની તાકાત શું છે અને અહિયાં તેઓને કોના સામે ખતરો થઇ શકે છે. જેમાં સ્પિન હોય કે રિવર્સ સ્વિંગ”.
બ્રોડે વધુમાં જણાવ્યું હતું કે, “તેઓ દરેક મેદાન અલગ હશે અને પરિસ્થિતિ પણ જુદી હશે એના પર તમામ ચર્ચા કરી રહ્યા હશે. ભારતીય ટીમ શાનદાર છે. તેઓ પાસે શાનદાર ખેલાડી છે અને તેઓને દુનિયાભરની પરિસ્થિતિઓમાં ખૂબ ઝડપથી પોતાને ઢાળી શકે છે. આ ખૂબ રોચક શ્રેણી હશે”.
