Not Set/ ગુજરાતમાં પોલીસ સ્ટેશનમાંથી લાખો રૂપિયાના દારૂની ચોરી…!

અમદાવાદ: તમે પોલીસ દ્વારા દારૂ પકડાવાની ઘટના તો સાંભળી હશે. પરંતુ અરવલ્લી જિલ્લાના શામળાજીમાં પોલીસે પકડેલો પોણા આઠ રૂપિયાનો દારૂ પોલીસના કબજામાંથી ચોરાયો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટની જાણ થતાંની સાથે જિલ્લા પોલીસ વડા સહિતના ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા હતા. શામળાજી પોલીસ સ્ટેશનનો પકડાયેલો દારૂ ચોરાયો આ ચોંકાવનારી ઘટના અંગે મળતી વિગતો […]

Top Stories Gujarat Others Trending
Rs. 7.75 lacs Liquor theft in Shamlaji Police Station in Arvalli

અમદાવાદ: તમે પોલીસ દ્વારા દારૂ પકડાવાની ઘટના તો સાંભળી હશે. પરંતુ અરવલ્લી જિલ્લાના શામળાજીમાં પોલીસે પકડેલો પોણા આઠ રૂપિયાનો દારૂ પોલીસના કબજામાંથી ચોરાયો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટની જાણ થતાંની સાથે જિલ્લા પોલીસ વડા સહિતના ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા હતા.

શામળાજી પોલીસ સ્ટેશનનો પકડાયેલો દારૂ ચોરાયો

આ ચોંકાવનારી ઘટના અંગે મળતી વિગતો મુજબ આ ઘટના એવી છે કે, અરવલ્લી જિલ્લાના શામળાજી પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા તાજેતરમાં એક ટ્રકના કન્ટેનરમાંથી ૧૩૧ પેટી કિંમત રૂપિયા 7 લાખ 75 હજારનો દારૂ પકડી પાડવામાં આવ્યો હતો. શામળાજી પોલીસ દ્વારા આ દારૂના જથ્થો ભરેલા કન્ટેનર સાથેની ટ્રકને પોલીસ સ્ટેશનની નજીક પોલીસ લાઈન પાસે રાખવામાં આવી હતી.

દારૂ ચોરાતા પોલીસ તંત્ર સામે સવાલ

શામળાજી પોલીસ દ્વારા પોલીસ સ્ટેશન પાસેના કમ્પાઉન્ડમાં રાખવામાં આવી હતી. આ ટ્રકના કન્ટેનરમાંથી પોલીસે પકડેલો આ દારૂ ચોરી થઇ ગયો હોવાની ઘટના બહાર આવી છે. અજાણ્યા ઈસમો આ કન્ટેનરનું લોક તોડીને તેમાં રહેલો રૂપિયા પોણા આઠ લાખની કિંમતના દારૂની ચોરી કરી ગયા હતા.

પોલીસના કબજામાંથી એટલે કે પોલીસની નજર તળેથી કોઈ અજાણ્યા શખ્સો દારૂનો આટલો મોટો જથ્થો ચોરી કરી જાય તે બાબત ઘણી ગંભીર ગણાવી શકાય છે.

શામળાજી પોલીસ સ્ટેશનના પીએસઆઇના નાક નીચેથી પોણા આઠ લાખ રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો  ચોરી થઈ જવાની ઘટનાના પાગલે પોલીસ તંત્રની કામગીરી સામે પણ અનેક સવાલ ઉભા થઇ રહ્યા છે. આ મામલે શામળાજી પોલીસ દ્વારા અજાણ્યા ઈસમો સામે કન્ટેનરનું તાળું તોડીને રૂ. 7.75 લાખની મત્તાનો દારૂ ચોરી કરી ગયાની ફરિયાદ નોંધાવવામાં આવી છે. જે અંગે શામળાજી પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.