Junagadh News : ટેકાના ભાવે મગફળીની ખરીદી મુદ્દે ખેડૂતોમાં સરકાર સામે ભારોભાર રોષ ભભુકી ઉઠ્યો છે. 70 મણ મગફળી લેવાના સરકારના નિર્ણયનો ચોતરફ વિરોધ ઉઠ્યો છે. ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ કલેકટરને રજૂઆત કરવામાં આવી છે કે ખેડૂત દીઠ 200 મણ જ મગફળી લેવામાં આવે.
સરકાર દ્વારા ટેકાના ભાવે એક ખેડૂત દીઠ કેટલી મગફળી ખરીદી કરવી તેનો હજુ સત્તાવાર હજુ નિર્ણય થયો નથી, પરંતુ જે ખેડૂતોનું રજીસ્ટ્રેશન થયું છે અને ઉત્પાદન મુજબ કેન્દ્ર સરકારે જે જાહેરાત કરી છે તે મુજબ એક ખેડૂત દીઠ 70 મણ જ મગફળી લેવામાં આવશે તેવી વાતના કારણે મગફળીનું ઉત્પાદન કરતા ખેડૂતોમાં ભારોભાર રોષ ભભુકી ઉઠયો છે.
આજે જુનાગઢ જિલ્લા કિસાન સંઘ દ્વારા સમગ્ર મુદ્દે કેન્દ્રના કૃષિ મંત્રીને જુનાગઢ કલેક્ટર મારફત આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે કે ગત વર્ષે જેટલું ઉત્પાદન થયું હતું તેના કરતાં આ વખતે વધુ ઉત્પાદન થાય તેમ છે અને ગતવર્ષે કરતા આ વખતે એમએસપીના ભાવ પણ વધુ હોવાના કારણે ગત વર્ષની સરખામણીએ ટેકાના ભાવે મગફળી વેચવા માટે ડબલ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે.
ગત વર્ષે એક ખેડૂત દીઠ 200 મણ મગફળી લેવામાં આવી હતી તેવી જ રીતે આ વખતે વધુ લેવામાં ન આવે તો કંઈ નહીં પરંતુ 200 મણ મગફળી ખેડૂત દીઠ લેવી જોઈએ.. હાલમાં બજારભાવ ખૂબ નીચા છે તેવા સમયે જો સરકાર ખેડૂતોની 200 મણ મગફળી નહીં લેતો કિસાન સંઘ દ્વારા આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
આ પણ વાંચો:થરાદ તાલુકાના ખેગરપુરા ગામ પાસે દુ:ખદ ઘટના સર્જાઈ, ટ્રકે પલટી ખાતા 4 મજૂરો મોત
આ પણ વાંચો:ગોતામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના નવા બનતા મકાન પરથી પટકાતા મજૂરનું મોત
આ પણ વાંચો:દશેરાએ કડીમાં જમીન ધસી પડતા 9 મજૂરના મોત, એક શ્રમિકને બચાવાયો, પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કર્યુ
