Rajkot News : ગુજરાતમાં સરકાર દ્વારા ખેડૂતોની મગફળી ટેકાના ભાવે ખરીદવામાં આવી રહી છે. બીજીતરફ ફરી મગફળીની ખરીદીમાં વિવાદ સામે આવ્યો છે. રાજકોટના જસદણમાં ખેડૂતોને રજિસ્ટ્રેશન રદ થયાના મેસેજ આવતા હોબાળો મચી જવા પામ્યો છે. ખેડૂતોએ ઈ સમૃદ્ધિ પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. ખેડૂતોમાં રજિસ્ટ્રેશન રદ થવાનો મેસેજ આવતા રોષ ફેલાયો છે.
પ્રાપ્ત વિગતો પ્રમાણે રાજકોટના જસદણમાં ટેકાના ભાવે મગફળી વેચવા માટે ખેડૂતોએ ઈ સમૃદ્ધિ પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. પરંતુ ખેડૂતોમાં રજિસ્ટ્રેશન રદ થવાનો મેસેજ આવતા રોષ ફેલાયો છે. મગફળીનું વાવેતર નહીં હોવાનો મેસેજ સેટેલાઈટ ઈમેજમાં ખેડૂતોના સરવે નંબરમાં આવ્યો છે. ખેડૂતોને એવું પણ કહેવામાં આવ્યું છે કે, આ બાબતે જો કોઈ વાંધો હોય તો વાંધા અરજી ત્રણ દિવસમાં તમારા વિસ્તારના ગ્રામ સેવકને રજૂ કરશો.રજિસ્ટ્રેશન રદ થવાનો મેસેજ આવતા ખેડૂતો એકઠા થયા હતાં અને રોષ ઠાલવ્યો હતો. મગફળી વાવી હોવા છતાં રજિસ્ટ્રેશન રદ થતાં ખેડૂતોમાં રોષ ફેલાયો છે.
સેટેલાઈટની ભૂલનો ભોગ ખેડૂતો બન્યાં હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ખેડૂતોને આવેલા મેસેજમાં એવુ પણ જણાવાયું છે કે, આપના ગામના સર્વેયર મારફતે નોંધણીમાં દર્શાવેલા સર્વે નંબરનો ડીજિટલ ક્રોપ સરવે કરાવવો અન્યથા આપ જાતે સેલ્ફ સરવે કરવા માટે એપ્લિકેશન દ્વારા સરવે કરી શકશો.
આ પણ વાંચોઃમહેસાણા APN સલ્ફર પ્લાન્ટમાં ભીષણ આગ: બે શ્રમિકોનું દુઃખદ મોત, બે ઘાયલ
આ પણ વાંચોઃમહેસાણામાં ONGC કોન્ટ્રાક્ટના નામે 11 બોલેરો ગાડીઓથી 33 લાખની છેતરપીંડી કરાઇ!
આ પણ વાંચોઃપાલનપુર-મહેસાણા પર આવેલા થ્રી એલિવેટેડ બ્રિજમાં મસમોટી તિરાડ, આબરૂ બચાવવા યુધ્ધના ધોરણે કામ શરૂ
