Ahmedabad News/ અમદાવાદ સિવિલ હોસ્પિટલ માં ૧૭૫ મું અંગદાન, અમદાવાદમાં ૧૧ મહિનામાં કુલ ૩૬ અંગદાન

Ahmedabad News : અમદાવાદનાં અમરાઈવાડી વિસ્તારમાં રહેતા સતિષભાઇ ચૌહાણના અંગદાનથી એક લીવર તેમજ ૨ કિડનીનું દાન મળતા ૩ લોકોને નવજીવન મળ્યું છે. પિતાની છત્રછાયા ગુમાવનાર બે માસુમ ભુલકાઓના પિતાના અંગદાન થકી પરિવારજનોએ બીજા કોઇ માસુમના માથેથી પિતાની છત્રછાયા જતા બચાવી છે.

Gujarat Ahmedabad Breaking News

Ahmedabad News : અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં ૧૭૫ બ્રેઇન ડેડ વ્યક્તિના અંગદાન થકી ૫૫૦ જરૂરીયાતમંદને જીવનદાન મળ્યું છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૧૭૫ મું અંગદાન થયું છે. જાન્યુઆરી ૨૦૨૪ થી ડિસેમ્બર ૦૩ સુધીમાં એટલે કે ૧૧ મહિનામાં થયેલ આ ૩૬ મું અંગદાન છે.

૧૭૫ માં અંગદાનની વિગતો જોઈએ તો,  અમદાવાદ ના અમરાઈવાડી વિસ્તારમાં રહેતા સતિષભાઇ ચૌહાણ ને બ્લડ પ્રેસરની બિમારીને કારણે મગજની નસ ફાટી જતા બ્રેઈન હેમરેજ થયું. તા.૨૭/૧૧/૨૦૨૪ ના રોજ સઘન સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે લાવવામાં આવ્યા. સિવિલ હોસ્પિટલમાં આઇ.સી.યુમાં સારવાર દરમિયાન તા.૩૦.૧૧.૨૦૨૪ ના રોજ ડૉક્ટરોએ સતિષભાઇ ચૌહાણને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા.

સિવિલ હોસ્પિટલ ના ડોક્ટરોની ટીમે સતિષભાઇ ચૌહાણ ના પરિવારજનોને પ્રથમ તેમની બ્રેઈન ડેડ અવસ્થા વિશે વિગતે સમજણ આપેલ અને બ્રેઈન ડેડ થયેલ દર્દી મેડીકલ વિજ્ઞાનની ભાષામાં મ્રુત્યુ પામેલુ જ હોઇ આવી પરિસ્થિતીમા સતિષભાઇ ફરીથી બેઠા થઇ શકે તેમ ન હોઈ સતિષભાઇ ના અંગોના દાન વિશે સમજાવ્યા. સતિષભાઇ ના માતા પિતા, બે માસુમ બાળકોની માતા તેવા તેમના પત્ની તેમજ અન્ય હાજર સગા વહાલા માટે આ અચાનક આવી પડેલી વિકટ પરિસ્થિતીનો સ્વીકાર કરવો પણ ખુબજ અઘરુ હતું ત્યા ડોકટરોએ સમજાવ્યા પ્રમાણે અંગદાન નો ર્નિણય લેવો તે લગભગ અશક્ય હતું.

સિવિલના ડોક્ટોરોની સમજાવટ, કુનેહ અને ધીરજ પુર્વકની સારવારના કારણે આખરે બ્રેઈન ડેડ થયાના ચાર દિવસ પછી સતિષભાઇના પરીવારજનોએ  ભગવાનને ગમ્યુ તે ખરુ તેમ માની હકીકતનો સ્વીકાર કર્યો અને બીજા કોઇ માસુમના માથે થી પિતાની છત્રછાયા ન છીનવાય તેવા ઊમદા હેતુથી સતિષભાઇના અંગોનું દાન કરવાનો ર્નિણય કર્યો.

અમદાવાદ સિવિલ હોસ્પિટલનાં તબીબી અધિક્ષક ડૉ.રાકેશ જોષી એ જણાવ્યું હતું કે, આ અંગદાન થકી  સિવિલ હોસ્પિટલ દ્વારા અત્યાર સુધીમાં કુલ ૫૬૮ અંગોનું દાન મળેલ છે. જેના થકી ૫૫૦ વ્યકિતઓને જીવનદાન મળ્યુ છે. દાનમાં મળેલ બે કિડની તેમજ એક લીવરને સીવીલ મેડીસીટી કેમ્પસની કિડની હોસ્પિટલમાં જરૂરિયાતમંદ દર્દીમાં પ્રત્યારોપણ કરવામાં આવશે. સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં ૩૧૬ કિડની, લીવર -૧૫૨, ૫૨ હ્રદય ,૩૦ ફેફસા , ૧૦ સ્વાદુપિંડ , બે નાના આંતરડા, ૬ હાથ, પાંચ સ્કીન અને ૧૧૬ આંખોનું દાન મળ્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સિવિલ હોસ્પિટલને કપિલ દેવના હસ્તે અંગદાન ક્ષેત્રે મળ્યો નામાંકિત FICCI એવોર્ડ

આ પણ વાંચો: સિવિલ હોસ્પિટલમાં 160મું અંગદાન

આ પણ વાંચો: અંગદાન ક્ષેત્રે ગુજરાતનો ડંકો,NOTTOદ્વારા ગુજરાત રાજ્યને મળ્યા કુલ છ એવોર્ડ