Vadodara News : વડોદરા(Vadodara)-ભરૂચ(Bharuch) વચ્ચે કરજણ પાસે ટોલટેક્સમાં અચાનક બમણો વધારો કરવામાં આવ્યો છે. તેમાં ઘટાડો કરવા વડોદરાના સાંસદ હેમાંગ જોશી(MP Hemang Joshi)એ કેન્દ્રના વાહન વ્યવહાર મંત્રી નીતિન ગડકરી(Nitin Gadkari)ને પત્ર પાઠવી માંગણી કરી છે.
વડોદરા(Vadodara)ના સાંસદ હેમાંગ જોશી(MP Hemang Joshi) એ પત્રમાં જણાવ્યું છે કે, 25 નવેમ્બરથી વડોદરા-ભરૂચ રૂટ પર ટોલ ટેક્સમાં અચાનક અને ભારે વધારો કરવામાં આવ્યો છે, જેમાં મુસાફરી માટેના ચાર્જ 155 થી વધીને 230 થઈ ગયા છે. આ 50% નો વધારો બોજારૂપ છે. લાખો વ્યક્તિઓ કે જેઓ તેમના કામ માટે વડોદરા અને ભરૂચ વચ્ચે મુસાફરી કરે છે તેઓને હાલાકી થશે. ટોલટેક્સના વધારાની સમીક્ષા કરો અને તેમાં સુધારો કરો ટોલ અને ચાર્જમાં 50 % વધારાને આવક જનરેશનને બદલે જાળવણીની જરૂરિયાતોને અનુરૂપ વધુ વ્યાજબી રકમમાં ફેરવવા અથવા સુધારવાનો વિચાર કરો.
ટોલ રિવિઝનમાં પારદર્શિતા અને પ્રવાસીઓ પર અચાનક લાદવામાં આવતા ટોલટેક્સ અટકાવવા માટે આગોતરા પરામર્શ અને વાજબીતા સાથે ટોલ રિવિઝન માટે પારદર્શક મિકેનિઝમ લાગુ કરવી જરૂરી છે. આ ઉપરાંત જો કોઈ વાહન એક જ ટોલ પ્લાઝા પરથી 24 કલાકની અંદર 2 થી વધુ વખત પસાર થાય છે, તો હવે વધારાની રકમ વસૂલવામાં આવે છે, જેથી ટોલ ચાર્જમાં ઘટાડો અને 24-કલાકની અંદર ફરી પાસ થવા માટે વધારાની ટોલ ફીની પ્રથા બંધ થાય તે જરૂરી છે.
આ પણ વાંચો: રંજન બેન ભટ્ટના બદલે ઉમેદવાર જાહેર થયેલા હેમાંગ જોશી છે કોણ
આ પણ વાંચો: ચીકી માફિયાઓને ફાયદો કરાવવા મોહનથાળનો પ્રસાદ બંધ કરાવવાનો કારસો : હેમાંગ રાવલ
આ પણ વાંચો: બરોડા મેનેજમેન્ટ એસોસિએશન સ્ટાર્ટઅપ સિર્નજી – ૨૦૨૪માં મુખ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતિ
