Gandhinagar News: ચંડોળા તળાવ અને આસપાસના વિસ્તારમાં ક્રાઇમબ્રાંચના મેગા ઓપરેશનમાં ઝડપાયેલા 198 બાંગ્લાદેશીઓ તેમજ અન્ય શહેરોથી ઝડપાયેલા બાગ્લાદેશીઓ મળીને કુલ 210 બાંગ્લાદેશીઓને તેમના દેશમાં ડિપોર્ટ કરવાની પરવાનગી મળતા તેમને બાંગ્લાદેશ-ભારત બોર્ડર લઇ તેમના દેશમાં પરત મોકલવામાં આવ્યા હતા. આ માટે ક્રાઇમબ્રાંચ તમામને બોર્ડર સુધી ટ્રેનમાં લઇ જવાયા હતા .
ત્યારે હર્ષ સંઘવી એ ટ્વિટ કરી જણાવ્યુ કે ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ પર ગુજરાત પોલીસનો કડક કાર્યવાહી!એક મોટી કાર્યવાહીમાં, છેલ્લા 100 કલાકમાં ગુજરાત પોલીસે 200 થી વધુ ગેરકાયદેસર બાંગ્લાદેશીઓને પકડ્યા છે! દેશનિકાલ માટે વધુ કાનૂની કાર્યવાહી ચાલુ છે.ઘુસણખોરો સામે કડક કાર્યવાહી કરવા અને રાષ્ટ્રીય સુરક્ષા સુનિશ્ચિત કરવા બદલ ગુજરાત પોલીસને અભિનંદન!
Action Against Infiltrators!
Gujarat Police Crackdown on Illegal Bangladeshis!
In a major operation, over 200 illegal Bangladeshis have been caught by Gujarat Police in the last 100 hours! Further legal action for deportation is underway.
Kudos to Gujarat Police for taking… pic.twitter.com/jguArdVuke
— Harsh Sanghavi (@sanghaviharsh) June 19, 2025
નોંધનીય છે કે, જ્યારે કોઈ વિદેશી નાગરિક ઝડપાય ત્યારે તેને ડિપોર્ટ કરવામાં બે મહિના જેટલો સમય લાગી જતો હોય છે. તેના બદલે ગુજરાત પોલીસ અને અન્ય કેન્દ્રીય એજન્સીએ ખૂબ ટૂંકાગાળામાં જરુરી તપાસ પૂર્ણ કરી જે 210 બાંગ્લાદેશી ઘૂસણખોરો ઝડપાયા છે તેઓને ડિપોર્ટ કરવાનો નિર્ણય કરાયો હતો.
અમદાવાદ ક્રાઇમબ્રાંચના સ્ટાફે ચંડોળા તળાવની આસપાસમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓને શોધી કાઢવા માટે કરેલા સૌથી મોટા ઓપરેશનમાં 890 શંકાસ્પદ લોકો ઝડપાયા હતા. જેમાં 198 લોકો બાંગ્લાદેશી હોવાની માહિતી પ્રાથમિક તપાસમાં મળી હતી. જ્યારે અન્ય લોકો પાસેથી શંકાસ્પદ દસ્તાવેજ મળી આવ્યા હતા. જે અંગે તપાસ કરવામાં આવી હતી. બીજી તરફ 198 ઉપરાંત, અન્ય અમદાવાદના અન્ય વિસ્તારમાંથી ઝડપાયેલા બાંગ્લાદેશીઓ સહિત કુલ 210 બાંગ્લાદેશીઓની યાદી બનાવીને તમામને ડીપોર્ટ કરવા માટે ક્રાઇમબ્રાંચે કેન્દ્ર સરકારમાં રજૂઆત કરી હતી.
જેની મંજૂરી મળતા આગામી પાંચ દિવસમાં તમામને ટ્રેન મારફતે ભારત-બાંગ્લાદેશ બોર્ડર મોકલીને સેનાને હવાલે કરીને તેમના દેશમાં પરત મોકલવામાં આવશે.સામાન્ય રીતે કોઈ શંકાસ્પદ વિદેશી નાગરિક ઝડપાય ત્યારે તેને ડિપોર્ટ કરવામાં બે મહિના જેટલો સમય લાગી જતો હોય છે. પરંતુ, ગુજરાતમાં છેલ્લા પાંચ દિવસ દરમિયાન અમદાવાદ સહિતના શહેરોમાંથી મળી આવેલા 210 જેટલા બાંગ્લાદેશીઓની ઓળખ કરી પાંચ જ દિવસમાં તેને તેના દેશમાં ડિપોર્ટ કરવાનો નિર્ણય કરાયો છે. જે ભારતના ઈતિહાસમાં ડિપોર્ટની સૌથી ઝડપી કાર્યવાહી છે.
પોલીસ કમિશનર જીએસ મલિકે કહ્યું હતું કે છેલ્લા અઠવાડિયા દરમિયાન પોલીસે અલગ અલગ વિસ્તારોમાં બાંગ્લાદેશીઓની શોધખોળ શરૂ કરી હતી, જેમાં અમદાવાદના ચંડોળા વિસ્તારમાંથી જ 190, જ્યારે સોલામાંથી 6 અને ઓઢવામાંથી 2 મળી કુલ 198 મળ્યા છે. જ્યારે માર્ચ મહિનામાં પણ 12 બાંગ્લાદેશી પકડાયા હતા. આ પહેલાં 2009માં ચંડોળા વિસ્તારમાંથી 95 જેટલા બાંગ્લાદેશીને ઝડપવામાં આવ્યા હતા. અહીં બાંગ્લાદેશીઓને આશરો દેવામાં જેનો હાથ હતો તે લલ્લુ બિહારીને પણ ઝડપવામાં સફળતા મળી છે.ફેઝ-1ની કામગીરી પૂર્ણ, બીજા ફેઝની કામગીરી હવે થશે
વધુમાં પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે, હાલ ચંડોળા વિસ્તારમાં ફેઝ-1ની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. કોઈપણ અનિચ્છનીય ઘટના વગર ડિમોલિશન કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. બીજા ફેઝના ડિમોલિશન માટે ચર્ચા ચાલે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નક્કી કરશે એમાં પોલીસ કાયદો અને વ્યવસ્થા જાળવશે. કોઈ વ્યક્તિ કાયદો હાથમાં લેશે તો તેની સામે કડક કાર્યવાહી કરાશે. સુપ્રીમ કોર્ટને આદેશ છે કે કોઈપણ તળાવ પર દબાણ થઈ શકશે નહીં. IB હાલ તપાસ કરી રહી છે, જેનો રિપોર્ટ રાજ્ય અને કેન્દ્ર સરકારને અપાશે. ત્યાર બાદ જે લોકો ઝડપાયા છે, તેના ડિપોર્ટની કાર્યવાહી કરાશે.
ચંડોળા વિસ્તારામાં પ્રથમ ફેઝની ડિમોલિશન કામગીરી મામલે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ભરત પરમારે કહ્યું હતું કે અત્યારસુધીમાં ચાર હજાર ગેરકાયદે મકાનો દૂર કરાયાં છે અને દોઢ લાખ ચો.મી. જગ્યા ખુલ્લી કરવામાં આવી છે. જે વિસ્તાર ખુલ્લો કરાયો છે એમાં તળાવનું પાણી ભરાશે. જે જગ્યા પર ટોરન્ટનાં કનેક્શન હતાં એની પણ તપાસ કરાશે.ચંડોળા તળાવ વિસ્તારમાં પોતાનું સામ્રાજ્ય ઉભુ કરી બાંગ્લાદેશી નાગરિકોની મદદ કરનારા લલ્લા બિહારીને આજે (3 મે, 2025) ક્રાઈમ બ્રાન્ચે ભદ્ર કોર્ટમાં રજૂ કર્યો હતો. જ્યાં 14 દિવસના રિમાન્ડની માગ કરાઈ હતી. બંને વકીલોની દલીલોના અંતે 6 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હતા.
ગેરકાયદે ભારતમાં પ્રવેશતા બાંગ્લાદેશીઓને લલ્લા બિહારી આસરાથી લઈને ધંધા સુધીનું પેકેજ આપતો હતો.દીકરાને 5 દિવસના રિમાન્ડ અપાયા, આ મુખ્ય આરોપી છે મહત્તમ રિમાન્ડ અપાય’સરકારી વકીલે દલીલ કરતા જણાવ્યું કે આરોપી ગેરકાયદે બાંધકામ કરી બાંગ્લાદેશીઓને ભાડે આપતો, આ કોણ બનાવતું, આના દસ્તાવેજ કોણ બનાવતું, કેટલું ભાડું વસૂલવામાં આવતું, આ પૈસા ક્યાં ક્યાં રોક્યા, બાંગ્લાદેશીઓ કોઈ ગેરકાયદેસર પ્રવૃતિઓમાં સંકળાયેલા હતા કે કેમ, બાંગ્લાદેશીઓને કયા એજન્ટોએ કાગળિયા બનાવી આપ્યા આ સહિતના સવાલોની તપાસ આરોપીને સાથે રાખીને કરવાની છે.
ઇનકમટેક્ષ જેવી માહિતી મેળવવાની છે. આરોપીને રાજસ્થાનથી ઝડપ્યો છે. તપાસમાં રોકડ અને સોનું મળ્યું છે. આ કેસમાં અન્ય ગુનેગારોની અટક બાકી છે. આરોપીનો મોબાઇલ કબ્જે કરવાનો છે. પિતા-પુત્રને સાથે રાખીને તપાસ કરવાની છે. આરોપીના દીકરાને 5 દિવસના રિમાન્ડ અપાયા છે. આ મુખ્ય આરોપી છે તેથી આને મહત્તમ રિમાન્ડ અપાય.આરોપીના વકીલે દલીલ કરતા જણાવ્યું કે પુત્ર અને પિતાની રિમાન્ડ અરજીના સેમ ગ્રાઉન્ડ છે. કયા ડોક્યુમેન્ટના આધારે વીજ જોડાણ મેળવ્યું તે ટોરેન્ટ કંપની જણાવી શકે. બાંગ્લાદેશી નાગરિકો પોલીસની કસ્ટડીમાં છે.
જેથી તેમને ખોટા ડોક્યુમેન્ટ બનાવ્યા તો તેમની પૂછપરછ કરાય. અમદાવાદ ચંડોળામાંથી માત્ર 100 બાંગ્લાદેશી મળ્યા છે. તળાવ ડેવલપ કરવામાં કોઈને કોઈ વાંધો નથી, અમે કલેકટરને લખી આપ્યું છે કે જગ્યા ખાલી કરી દઈશું. મીડિયામાં તમામ અહેવાલ આવે છે કે ચંડોળાના બનાવામાં શું શું થયું. કેટલું ભાડું આરોપી વસૂલતો તે તમામ માહિતી પોલીસ પાસે છે.
![]()
આ પણ વાંચો: અમદાવાદ: ગ્રામજનોની ફરિયાદ બાદ અમદાવાદના સાંસદે લખ્યો MLAને પત્ર
આ પણ વાંચો: Gujarat Universityનાં કુલપતિના ઘરે NSUIનો હોબાળો, પ્રોફેસરોને વધુ રૂપિયા આપવાનો આક્ષેપ
આ પણ વાંચો: ગુજરાત ગૌરવ દિને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પંચમહાલ જિલ્લાને રૂ.૬૪૪.૭૨ કરોડના વિકાસકામોની ધરી ભેટ
