નવી દિલ્હી,
ગુરુ નાનક જયંતીના એક દિવસ પહેલા કેન્દ્રમાં સત્તારૂઢ મોદી સરકાર દ્વારા શીખ સમુદાયના લોકોને એક ખાસ ભેટ આપી છે. ગુરુવારે કેન્દ્ર સરકાર દ્વારા શીખો માટે કરતારપુર કોરિડોરના નિર્માણને મંજૂરી આપી દીધી છે.
આ સાથે જ હવે પંજાબના ગુરુદાસપુર જિલ્લામાં સ્થિત બાબા નાનક આંતરરાષ્ટ્રીય બોર્ડર સુધી શ્રી કરતારપુર સાહેબ કોરિડોરનું નિર્માણ કરવામાં આવશે.
In landmark decision, Cabinet approves building & development of Kartarpur corridor from Dera Baba Nanak in Gurdaspur district to International Border. Kartarpur corridor project with all modern amenities and facilities to be implemented with Central Govt funding: Home Minister pic.twitter.com/wQnkGaiGFl
— ANI (@ANI) November 22, 2018
કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહે કહ્યું હતું કે, “કરતારપુર કોરિડોર ગુરુદાસ જિલ્લાના ડેરા બાબાથી લઇ આંતરરાષ્ટ્રીય બોર્ડર સુધી બનાવવામાં આવશે. જેમાં શ્રદ્ધાળુઓ માટે તમામ પ્રકારની આધુનિક સુવિધાઓ હશે.
કેન્દ્ર સરકારના નિર્ણય બાદ હવે ભારતીય શીખ શ્રદ્ધાળુઓને પાકિસ્તાનમાં રાવી નદી પર કરતારપુર સાહેબ ગુરુદ્વારા જવાની સુવિધા મળી શકશે.
દૂરબીનથી થઇ શકશે દર્શન

આ પહેલા સરકાર દ્વારા ભારત અને પાકિસ્તાનની બોર્ડર પર એક હાઈ પાવર દૂરબીન લગાવવાની વાત કહી હતી, જેથી શીખ શ્રધ્ધાળુંઓ કરતારપુર સાહિબ જોઈ શકશે.
