Smriti Mandhana Breaks Mithali Raj Record: મહિલા ટી20 એશિયા કપ 2026માં હોંગકોંગ સામે સ્મૃતિ મંધાનાએ એવી ધમાકેદાર બેટિંગ કરી કે એક જ ઇનિંગ્સમાં અનેક મોટા રેકોર્ડ તેના નામે થઈ ગયા. મંધાનાએ માત્ર 64 બોલમાં 124 રનની શાનદાર ઇનિંગ્સ રમી. તેની આ ઇનિંગ્સમાં સિક્સર અને બાઉન્ડરીનો જોરદાર વરસાદ જોવા મળ્યો. આ સાથે તે મહિલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનારી બેટર પણ બની ગઈ છે.
મિતાલી રાજનો રેકોર્ડ તોડી નંબર-1 બની
124 રનની ઇનિંગ્સ દરમિયાન મંધાનાએ(Smriti Mandhana) ભારતની દિગ્ગજ પૂર્વ કેપ્ટન મિતાલી રાજનો 10,868 આંતરરાષ્ટ્રીય રનનો રેકોર્ડ પાછળ છોડી દીધો. હવે મંધાનાના નામે કુલ 10,880 આંતરરાષ્ટ્રીય રન થઈ ગયા છે. આ સાથે મહિલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનારી ખેલાડી તરીકે તેણે નવો રેકોર્ડ સ્થાપ્યો છે. મંધાનાની આ સદી તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની 18મી સદી છે. આ મામલે તેણે ઓસ્ટ્રેલિયાની મેગ લેનિંગ અને દક્ષિણ આફ્રિકાની લૌરા વોલ્વાર્ડ્ટને પાછળ છોડી દીધી છે. બંનેના નામે 17-17 આંતરરાષ્ટ્રીય સદી છે. મંધાનાની 18 સદીઓમાં વનડેમાં 14, ટેસ્ટમાં 2 અને ટી20 આંતરરાષ્ટ્રીયમાં 2 સદી સામેલ છે.
A special interaction with the leading run scorer in the women’s international cricket – Smriti Mandhana. pic.twitter.com/H1I2KF4EQq
— Mufaddal Vohra (@mufaddal_vohra) September 4, 2026
T20Iમાં પોતાનો જ રેકોર્ડ તોડ્યો
મંધાનાનો(Smriti Mandhana) 124 રનનો સ્કોર ભારતની મહિલા ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી મોટો વ્યક્તિગત સ્કોર બની ગયો છે. અગાઉ આ રેકોર્ડ પણ મંધાનાના નામે જ હતો. તેણે 2025માં ઇંગ્લેન્ડ સામે 112 રનની ઇનિંગ્સ રમી હતી. મહિલા ટી20 એશિયા કપમાં પણ 124 રન હવે સૌથી મોટો વ્યક્તિગત સ્કોર છે.
સિક્સરના મામલે હરમનપ્રીતને પાછળ છોડી
હોંગકોંગ સામે મંધાનાએ 7 ગગનચુંબી છગ્ગા ફટકાર્યા. આ સાથે મહિલા ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારત માટે તેના કુલ છગ્ગાની સંખ્યા 95 થઈ ગઈ અને તે હરમનપ્રીત કૌરને પાછળ છોડીને ભારતની સૌથી વધુ સિક્સર ફટકારનારી મહિલા ખેલાડી બની ગઈ. ભારતે 20 ઓવરમાં 5 વિકેટે 193 રન બનાવ્યા હતા. તેમાં એકલી મંધાનાએ 124 રન નોંધાવ્યા, એટલે કે ટીમના કુલ સ્કોરમાં લગભગ 64.25 ટકા યોગદાન તેમનું રહ્યું. શેફાલી વર્માએ 28 રન બનાવ્યા. ભારતે સમગ્ર ઇનિંગ્સમાં કુલ 9 છગ્ગા ફટકાર્યા, જેમાં મંધાનાના 7 અને શેફાલીના 2 છગ્ગા સામેલ હતા.
આ પ્રદર્શન સાથે સ્મૃતિ મંધાનાએ(Smriti Mandhana) મહિલા ક્રિકેટમાં પોતાની બેટિંગની તાકાત ફરી એકવાર સાબિત કરી છે અને અનેક ઐતિહાસિક રેકોર્ડ પોતાના નામે કરી લીધા છે.
આ પણ વાંચો :દુલીપ ટ્રોફીમાં વૈભવ સૂર્યવંશીનો જાદુ; નોર્થ-ઈસ્ટ ઝોન સામે 2 વિકેટ ઝડપીને શેર કર્યો મજેદાર કિસ્સો
આ પણ વાંચો :કોલંબો ટેસ્ટ ડ્રો છતાં કેપ્ટન શુભમન ગિલને WTC ફાઇનલનો પૂરો ભરોસો; ભારતની રણનીતિ સ્પષ્ટ
આ પણ વાંચો :ટીમ ઇન્ડિયાને મોટો ઝટકો: ક્રિકેટ ઇલેવન સામેના પ્રેક્ટિસ મેચમાંથી બહાર થયા કેપ્ટન શુભમન ગિલ
