Ahmedabad News: અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં મહિલા પોલીસ કોન્સ્ટેબલ સાથે છેતરપિંડી (Woman Constable Cheating Case), દુષ્કર્મ, આર્થિક શોષણ અને ધર્મપરિવર્તન માટે દબાણ કર્યાની ફરિયાદ સામે આવી છે. ફરિયાદ મુજબ પાટણના એક યુવકે પોતે કુંવારો હોવાનું જણાવી મહિલા કોન્સ્ટેબલ સાથે સંબંધ કેળવ્યો હતો. ત્યારબાદ લગ્નની લાલચ આપી તેની પાસેથી શેરબજારમાં રોકાણના નામે કુલ રૂ.17 લાખ મેળવ્યા હોવાનો આરોપ છે. મહિલા કોન્સ્ટેબલે ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે આરોપી સામે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.
SRP જવાન મારફતે આરોપી સાથે ઓળખાણ થઈ
ફરિયાદમાં જણાવ્યા મુજબ, પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલ (Woman Constable Cheating Case)ની ઓળખ એક SRP જવાન મારફતે પાટણના કુંભરમઢ વિસ્તારના મુલ્લાવાડમાં રહેતા માજીદખાન ચૌહાણ સાથે થઈ હતી. આરોપીએ પોતે શેરબજારમાં ટ્રેડિંગ કરતો હોવાનું અને અનેક પોલીસ કર્મચારીઓના નાણાંનું રોકાણ કરાવતો હોવાનો દાવો કર્યો હતો. આ વાતના આધારે તેણે મહિલા કોન્સ્ટેબલને પણ શેરબજારમાં રોકાણ કરવા માટે પ્રોત્સાહિત કરી હતી.
શરૂઆતમાં ₹6 લાખનું રોકાણ, બાદમાં કુલ ₹17 લાખ આપ્યાનો આરોપ
ફરિયાદ મુજબ આરોપીએ મહિલાને એક એપ્લિકેશન ડાઉનલોડ કરાવી શરૂઆતમાં રૂ.6 લાખનું રોકાણ કરાવ્યું હતું. ત્યારબાદ વધુ નાણાં રોકાણ કરવાના નામે મહિલા પાસેથી રકમ લેવાનું ચાલુ રાખ્યું. મહિલાએ ક્રેડિટ કાર્ડ અને બેંકમાંથી લોન લઈને અલગ-અલગ સમયે પૈસા આપ્યા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. આ રીતે કુલ રૂ.17 લાખ આરોપીને આપ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
Woman Constable Cheating Case: ‘ગર્લફ્રેન્ડ બની જા, જરૂરિયાત પૂરી કરીશ’ કહી સંબંધ બાંધ્યાનો આરોપ
ફરિયાદ મુજબ આરોપીએ મહિલા કોન્સ્ટેબલ (Woman Constable Cheating Case)ને પોતાની સાથે સંબંધ રાખવા માટે પ્રલોભન આપ્યું હતું. તેણે પોતે કુંવારો હોવાનું કહી બંને લગ્ન કરીને વિદેશ જતા રહેશે તેવી વાત પણ કરી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. આરોપીએ લગ્નનું વચન આપીને મહિલા સાથે શારીરિક સંબંધ બાંધ્યા હોવાનો અને એકથી વધુ વખત તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હોવાનો આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.
નોકરી છોડવા અને ધર્મપરિવર્તન માટે દબાણ કર્યાની ફરિયાદ
મહિલા કોન્સ્ટેબલના આક્ષેપ મુજબ આરોપી તેને પોલીસની નોકરીમાંથી રાજીનામું આપવા માટે સતત દબાણ કરતો હતો. આ ઉપરાંત ધર્મપરિવર્તન માટે પણ તેના પર માનસિક દબાણ કરવામાં આવતું હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. આરોપીએ મહિલાને પોતાનો ધર્મ છોડીને ઇસ્લામ સ્વીકારવા માટે દબાણ કર્યું હોવાનો આક્ષેપ છે.
ફરજ દરમિયાન બહાર જવાની ના પાડતાં મોબાઈલ તોડી નાખ્યો હોવાનો આરોપ
ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે, એક વખત મહિલા મેટ્રો સ્ટેશન પર ફરજ બજાવી રહી હતી ત્યારે આરોપીએ તેને બહાર ફરવા આવવાનું કહ્યું હતું. જોકે, ડ્યૂટી પર હોવાથી મહિલા (Woman Constable Cheating Case)એ આવવાની ના પાડી હતી. આ બાબતે આરોપી ગુસ્સે થયો અને મહિલા સાથે અભદ્ર ભાષામાં વાત કરી હોવાનો આક્ષેપ છે. ત્યારબાદ તેનો મોબાઈલ ફોન તોડી નાખ્યો હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પછી આરોપીએ માફી માંગી અને થોડા દિવસ માટે દિલ્હી જવાનું કહી સંપર્કથી દૂર રહ્યો હોવાનો ફરિયાદમાં દાવો કરવામાં આવ્યો છે.
ફોન બંધ રહેતાં પાટણમાં તપાસ કરી, ત્યારે લગ્નનું રહસ્ય ખુલ્યું
આરોપી લાંબા સમય સુધી ફોન ન ઉપાડતો હોવાથી મહિલા કોન્સ્ટેબલને શંકા ગઈ હતી. ત્યારબાદ તેણે પાટણ જઈને આરોપી અંગે તપાસ કરી હતી. તપાસ દરમિયાન તેને જાણ થઈ કે જે વ્યક્તિ પોતાને કુંવારો હોવાનું કહી તેની સાથે સંબંધમાં આવ્યો હતો તે પહેલેથી જ પરિણીત હોવાનું સામે આવ્યું હતું. ફરિયાદ મુજબ આરોપીને એક સંતાન પણ છે. આ હકીકત સામે આવ્યા બાદ મહિલાને પોતાની સાથે છેતરપિંડી (Woman Constable Cheating Case) થઈ હોવાની જાણ થઈ હતી.
હવે પોલીસે તપાસ શરૂ કરી
આર્થિક છેતરપિંડી (Woman Constable Cheating Case), લગ્નની લાલચ, શારીરિક શોષણ અને ધર્મપરિવર્તન માટે દબાણના આક્ષેપો બાદ મહિલા કોન્સ્ટેબલે ગોમતીપુર પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. પોલીસે ફરિયાદના આધારે આરોપી માજીદખાન ચૌહાણ સામે ગુનો નોંધ્યો છે અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. તપાસ દરમિયાન આર્થિક વ્યવહારો, આરોપી દ્વારા આપવામાં આવેલા લગ્નના વચનો, બંને વચ્ચેના સંપર્કો તેમજ અન્ય સંબંધિત પુરાવાઓની ચકાસણી કરવામાં આવશે.
આ પણ વાંચો:વડોદરામાં મહિલા કોન્સ્ટેબલ પ્રિયંકાની રહસ્યમય આત્મહત્યા
આ પણ વાંચો:ભાવનગરની સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ નયના બારૈયાનો આપઘાતનો પ્રયાસ, DySP રીમા ઝાલા પર ગંભીર આરોપ
આ પણ વાંચો:અમદાવાદમાં લગ્નની લાલચ આપી યુવકે મહિલા કોન્સ્ટેબલ પર વારંવાર આચર્યું દુષ્કર્મ
