Morbi News/ યુક્રેનની જેલમાં ફસાયો! સાહિલ માજોઠીને પરત લાવવા સરકારની ઢીલી નીતિ સામે માતાનો આક્રોશ

Morbi Youth stuck in Ukraine War: મોરબીનો સાહિલ માજોઠી (Sahil Majothi) યુક્રેનના કિવમાં ફસાયો છે. રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધકેદીઓની અદલાબદલીમાં નામ ન આવતા ચિંતા વધી. માતાએ ભારત સરકારને પુત્રને પરત લાવવા વિનંતી કરી છે.

Top Stories Gujarat Others
મોરબીનો Sahil Majothi યુક્રેનની જેલમાં ફસાયો: સરકારની મદદ માટે માતાની કરુણ અપીલ

Sahil Majothi Kiev Detention Center: રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધની આગમાં મોરબીનો એક આશાસ્પદ યુવાન સાહિલ માજોઠી હોમાઈ રહ્યો છે. અભ્યાસ કરવા ગયેલો સાહિલ આજે યુક્રેનના કિવ સ્થિત ડિટેન્શન સેન્ટરમાં દિવસો કાપી રહ્યો છે. તાજેતરમાં બંને દેશો વચ્ચે થયેલી 157 યુદ્ધકેદીઓની અદલાબદલીમાં સાહિલનું નામ ન આવતા તેના પરત ફરવા સામે સવાલો ઊભા થયા છે. તેની માતાએ સરકારની નીતિ સામે સવાલ ઉઠાવી ‘મારો દીકરો ક્યારે આવશે?’ તેવી કરુણ અપીલ કરી છે.

Sahil Majothi: અભ્યાસથી યુદ્ધના મેદાન સુધીની કરુણ ગાથા

મોરબી (Morbi) ના કાલિકા પ્લોટ વિસ્તારમાં રહેતો સાહિલ વર્ષ 2024માં ઉજ્જવળ ભવિષ્યની આશા સાથે રશિયા ભણવા ગયો હતો. ખર્ચ કાઢવા માટે તે પાર્ટ-ટાઈમ કુરિયર સર્વિસમાં જોડાયો હતો, પરંતુ એક અજાણ્યા પાર્સલમાંથી ડ્રગ્સ મળી આવતા નસીબે પલટો ખાધો. સાહિલે તમામ પુરાવા આપ્યા હોવા છતાં રશિયન પોલીસે તેને 7 વર્ષની સજા ફટકારી જેલમાં ધકેલી દીધો હતો.

રશિયાએ દગો કર્યો અને યુક્રેને જેલમાં પૂર્યો!

યુદ્ધ દરમિયાન રશિયન સત્તાવાળાઓએ તેને ટેકનિકલ કામની લાલચ આપી યુદ્ધના મેદાનમાં ધકેલી દીધો. માત્ર 15 દિવસની ટ્રેનિંગ બાદ તેને બોર્ડર પર મોકલાયો હતો. સાહિલ યુદ્ધ લડવા માંગતો ન હોવાથી તેણે જીવના જોખમે યુક્રેન બોર્ડર પર આત્મસમર્પણ (સરેન્ડર) કર્યું હતું. ત્યારથી તે યુક્રેનના કિવમાં ડિટેન્શન સેન્ટરમાં છે.

મોરબીનો Sahil Majothi યુક્રેનની જેલમાં ફસાયો: સરકારની મદદ માટે માતાની કરુણ અપીલ

માતાનો આક્રોશ: ‘ભારત સરકાર કેમ મૌન છે?’

સાહિલની માતા હસીનાબેને મીડિયા સમક્ષ હૈયા વરાળ ઠાલવતા જણાવ્યું કે, “યુક્રેન સાહિલને ભારત સોંપવા તૈયાર છે, પણ ભારત સરકાર તેને પરત લાવવા કેમ સક્રિય નથી? રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધકેદીઓની અદલાબદલીની યાદીમાં સાહિલનું નામ નથી. જો તેને રશિયાને સોંપવામાં આવશે તો તેની મુશ્કેલીઓ વધી શકે છે.” ઓક્ટોબર 2025થી સાહિલ જેલમાં છે અને તેનો એક નવો વીડિયો પણ સામે આવ્યો છે જેમાં તે પરિવારની ખબર પૂછી રહ્યો છે.

હાલમાં દિલ્હી હાઈકોર્ટના વકીલ દીપા જોસેફે કિવની મુલાકાત લીધી છે, પરંતુ જ્યાં સુધી ભારત સરકાર કાયદાકીય રીતે સાહિલનો કબજો લેવા આગળ નહીં આવે ત્યાં સુધી મોરબીના આ લાલનું પરત આવવું મુશ્કેલ જણાઈ રહ્યું છે.


આ પણ વાંચો: અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે રશિયા-યુક્રેન વચ્ચે એક અઠવાડિયા માટે યુદ્ધવિરામની જાહેરાત કરી

આ પણ વાંચો: ટ્રમ્પનો મોટો દાવો,રશિયા-યુક્રેન યુદ્ધ હવે અંતિમ તબક્કામાં!

આ પણ વાંચો: ડેનમાર્કે અમેરિકાને નાટો યુદ્ધના ‘વિનાશક’ પરિણામોની ચેતવણી આપી