World News/ ડેનમાર્કે અમેરિકાને નાટો યુદ્ધના ‘વિનાશક’ પરિણામોની ચેતવણી આપી

ડેનમાર્ક અને ગ્રીનલેન્ડ પર અમેરિકાનું દબાણ વધી રહ્યું હોવાથી આંતરરાષ્ટ્રીય તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે.

World Trending
Greenland

ડેનમાર્ક અને ગ્રીનલેન્ડ (Greenland) ને લઈને અમેરિકાનો દબાણ સતત વધતા વૈશ્વિક સ્તરે તણાવ વધુ ઊંડો બન્યો છે. ડેનમાર્કની સંસદના સભ્ય અને સંરક્ષણ સમિતિના અધ્યક્ષ રાસમસ જાર્લોવે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે જો અમેરિકા ગ્રીનલેન્ડ (Greenland) પર સૈન્ય કાર્યવાહી કરશે, તો ડેનમાર્ક પોતાના રક્ષણ માટે જરૂરી પગલાં લેવા મજબૂર થશે.

લશ્કરી હુમલો વિનાશક સાબિત થશે: જોર્લોવે

એક અહેવાલ મુજબ જોર્લોવે જણાવ્યું કે, અમે સ્પષ્ટ કરવા માગીએ છે કે, અમને કોઈપણ પ્રકારનો લશ્કરી હુમલો સ્વીકાર્ય નથી. આવું પગલું બે નાટો સભ્ય દેશો વચ્ચે યુદ્ધ જેવી બિનઅર્થક અને ભારે વિનાશ લાવનારી સ્થિતિ ઊભી કરશે, જે સંપૂર્ણ રીતે નુકસાનકારક, અત્યંત મૂર્ખતાપૂર્ણ અને અનાવશ્યક હશે.

1951નો કરાર હજુ અમલમાં

તેમણે ભાર આપીને જણાવ્યું હતું કે યુનાઇટેડ સ્ટેટ્સને ગ્રીનલેન્ડ  (Greenland) પર હુમલો કરવાની કોઈ જરૂર નથી, કારણ કે બંને દેશો વચ્ચે પહેલાથી જ 1951નો સંરક્ષણ કરાર છે જે યુનાઇટેડ સ્ટેટ્સને ટાપુ પર લશ્કરી થાણું અને ખાણકામ પ્રવૃત્તિઓ રાખવાની મંજૂરી આપે છે. “ટ્રમ્પ માટે કોઈ ધમકી, દુશ્મનાવટ કે વાજબીપણું નથી,” જાર્લોવે કહ્યું. અમને આશા છે કે વાટાઘાટોથી મામલો ફરીથી પાટા પર આવશે.

અમેરિકી કાર્યવાહી પર ડેનમાર્કની ચેતવણી

ડેનમાર્ગ વડા પ્રધાન મેટ્ટે ફ્રેડરિકસેને કડક ચેતવણી આપતા જણાવ્યું હતું કે, જો અમેરિકા ગ્રીનલેન્ડ (Greenland) પર સશસ્ત્ર કાર્યવાહી કરશે, તો 75 વર્ષ જૂનું નાટો ગઠબંધન તૂટવાની કગાર પર પહોંચી જશે. તેમના જણાવ્યા અનુસાર, આવો લશ્કરી હુમલો નાટોના અસ્તિત્વ માટે ગંભીર ખતરો સાબિત થશે, કારણ કે એ સ્થિતિમાં ડેનમાર્કને નાટોની કલમ 5 અમલમાં મૂકવી પડશે.

આ પછી અમેરિકા સહિત તમામ નાટો દેશો પર ડેનમાર્કના બચાવ માટે આગળ આવવાની ફરજ પડશે. જોકે, આવી સ્થિતિમાં અમેરિકા પોતે જ તેનો વીટો કરશે, જેના પરિણામે નાટોનું અસ્તિત્વ જ ખતમ થવાની સ્થિતિ સર્જાઈ શકે છે.

ફ્રેડરિકસેને આ સંભવિત પરિસ્થિતિને “બીજા વિશ્વયુદ્ધ પછી રચાયેલી વૈશ્વિક સુરક્ષા વ્યવસ્થાનો અંત” ગણાવ્યો હતો. સાથે જ, અનેક યુરોપિયન નેતાઓ અને ભૂતપૂર્વ નાટો રાજદૂતોએ પણ આ ધમકી અત્યંત ગંભીર હોવાનું કહી, આવો હુમલો નાટોની કલમ 5 ની વિશ્વસનીયતાને સંપૂર્ણપણે ખોખલી બનાવી દેશે તેવી ચેતવણી આપી હતી.

ટ્રમ્પનું ગ્રીનલેન્ડ (Greenland) પર ધ્યાન

વ્હાઇટ હાઉસે જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ગ્રીનલેન્ડ  (Greenland) મેળવવા માટે વિવિધ સંભવિત રસ્તાઓ પર વિચાર કરી રહ્યા છે, જેમાં લશ્કરી શક્તિનો વિકલ્પ પણ સામેલ હોવાનું સ્વીકાર્યું હતું.

પ્રેસ સેક્રેટરી કેરોલિન લીવિટે સ્પષ્ટ કર્યું હતું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ મુજબ ગ્રીનલેન્ડ (Greenland) હાંસલ કરવું યુનાઇટેડ સ્ટેટ્સ માટે રાષ્ટ્રીય સુરક્ષાની દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ છે. આર્કટિક વિસ્તારમાં વિરોધી શક્તિઓને રોકવા માટે તેનું વ્યૂહાત્મક મહત્ત્વ છે.

તે જ સમયે, અમેરિકાના વિદેશમંત્રી માર્કો રુબિયોએ જણાવ્યું હતું કે અમેરિકા લશ્કરી કાર્યવાહી કરતાં વાતચીત અને સમજૂતી પર વધુ ધ્યાન આપી રહ્યું છે અને આવતા અઠવાડિયે તેઓ ડેનમાર્ક તથા ગ્રીનલેન્ડ (Greenland) ના અધિકારીઓ સાથે બેઠક કરશે. ડેનમાર્કે આ બેઠકને આવશ્યક અને મહત્વપૂર્ણ ચર્ચા તરીકે વર્ણવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ભારત-અમેરિકા વેપાર સોદો કેમ અટક્યો? યુએસ વાણિજ્ય સચિવનો નવો ખુલાસો

આ પણ વાંચો: ઈરાનમાં ફુગાવા સામે હિંસક વિરોધ, 100થી વધુ શહેરોમાં આગચંપી; ઈન્ટરનેટ-ફોન સેવાઓ બંધ

આ પણ વાંચો: NO JUNK FOOD AD: બાળકોને બચાવવા આ દેશે લીધો ઐતિહાસિક નિર્ણય, શું ભારત પણ લેશે આવો નિર્ણય?