Morbi News/ મોરબીમાં બે ST બસ વચ્ચે ભીષણ ટક્કર: રિક્ષા ચાલકની એક ભૂલ અને 10 મુસાફરો ઇજાગ્રસ્ત

મોરબી (Morbi) ના મહેન્દ્રનગર પાસે ઘુટુ રોડ પર બે એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો. રિક્ષા ચાલકે બ્રેક મારતા ધંધુકા-મોરબી બસ લોકલ બસ સાથે અથડાઈ, 10 મુસાફરો ઈજાગ્રસ્ત.

Gujarat Others Trending
morbi

Morbi ST Bus Accident News: મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે ઘુટુ રોડ પર આજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ઉમા રેસીડેન્સીની સામે બે એસટી બસો એકબીજા સાથે અથડાતા અફરાતફરી મચી ગઈ હતી. આ અકસ્માતમાં બંને બસમાં સવાર આશરે 8 થી 10 જેટલા મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે, જેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

Morbi : કઈ રીતે સર્જાયો અકસ્માત?

મળતી માહિતી મુજબ, ઘુટુ રોડ પરથી એક રિક્ષા ચાલક પસાર થઈ રહ્યો હતો. રિક્ષા ચાલકે અચાનક પોતાના વાહનને બ્રેક મારતા પાછળ આવી રહેલી મોરબી લોકલ બસના ડ્રાઈવરે પણ બ્રેક મારવી પડી હતી. આ દરમિયાન લોકલ બસની બરાબર પાછળ આવી રહેલી ધંધુકા-મોરબી રૂટની એક્સપ્રેસ બસના ચાલકે કાબૂ ગુમાવ્યો હતો અને એક્સપ્રેસ બસ સીધી લોકલ બસની પાછળ ધડાકાભેર ઘૂસી ગઈ હતી.

મુસાફરોમાં ચીસાચીસ, 10 લોકો ઇજાગ્રસ્ત

અકસ્માત એટલો જોરદાર હતો કે બસોના કાચ તૂટી ગયા હતા અને અંદર બેઠેલા મુસાફરો સીટ પરથી ફંગોળાયા હતા. બંને બસના મળીને કુલ 8 થી 10 મુસાફરોને ઇજાઓ પહોંચતી હતી. ઘટના સ્થળે હાજર લોકોએ તાત્કાલિક મદદ કરી ઈજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા.અકસ્માતને પગલે ઘુટુ રોડ પર થોડો સમય માટે ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ હતી. સ્થાનિક પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.


આ પણ વાંચો:મધ્યપ્રદેશમાં ભયાનક માર્ગ અકસ્માત, ઓટો સાથે ટ્રકની ટક્કર, 7ના મોત, 3 ઘાયલ

આ પણ વાંચો:મધ્યપ્રદેશના સીધીમાં ગોઝારો અકસ્માત, 7નાં કમકમાટીભર્યા મોત નિપજ્યાં

આ પણ વાંચો: બનાસકાંઠામાં દૂધના ટેન્કર અને આઈસર વચ્ચે ભીષણ અકસ્માત, ચાલકનું કમકમાટીભર્યું મોત