Gandhinagar Typhoid Outbreak 2026: ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં Typhoidના કેસોમાં ચિંતાજનક ઉછાળો જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી વકરેલા આ રોગચાળાને કારણે સ્થાનિક રહીશોમાં ફફડાટ ફેલાયો છે. સત્તાવાર આંકડાઓ મુજબ, ગાંધીનગરમાં અત્યાર સુધીમાં ટાઈફોઈડના કુલ 205 પોઝિટિવ કેસ નોંધાયા છે, જેને પગલે આરોગ્ય તંત્ર યુદ્ધના ધોરણે કામે લાગ્યું છે.
હોસ્પિટલોમાં દર્દીઓનો ધસારો
Gandhinagar Typhoid Outbreak 2026 ની ગંભીરતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે અત્યારે શહેરની સિવિલ અને ખાનગી હોસ્પિટલોમાં આશરે 70 દર્દીઓ દાખલ છે. જોકે, રાહતની વાત એ છે કે 13 દર્દીઓ સંપૂર્ણ સ્વસ્થ થતા તેમને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. હોસ્પિટલોમાં બેડ અને જરૂરી દવાઓનો પૂરતો જથ્થો ઉપલબ્ધ રાખવા સૂચના આપવામાં આવી છે.

GMC દ્વારા ઘરે-ઘરે તપાસ
રોગચાળાને ડામવા માટે ગાંધીનગર મહાનગરપાલિકા (GMC) એ કમર કસી છે. આરોગ્ય વિભાગની ટીમો ઘરે-ઘરે જઈને સર્વેલન્સ કરી રહી છે. ખાસ કરીને પાણીના સેમ્પલિંગ અને ક્લોરીનેશન પર ભાર મૂકવામાં આવી રહ્યો છે ટાઈફોઈડના વધતા કેસોનું મુખ્ય કારણ દૂષિત પાણી અને ખોરાક હોવાનું માનવામાં આવે છે. પરિસ્થિતિને જોતા આરોગ્ય તંત્રએ નાગરિકોને સાવચેતીના ભાગરૂપે હંમેશા ઉકાળેલું પાણી પીવા અને બહારનો ખુલ્લો કે વાસી ખોરાક ન ખાવા ખાસ અપીલ કરી છે. તાવ કે અશક્તિ જેવા લક્ષણો જણાય તો તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવો. રોગચાળાને ડામવા માટે વ્યક્તિગત સ્વચ્છતા રાખવી અત્યંત જરૂરી છે
