Ahmedabad News/ અમદાવાદ સાયબર ક્રાઇમનો મોટો પર્દાફાશ, જ્યોતિષ અને વશીકરણના નામે 60 લાખની છેતરપિંડી

અમદાવાદ સાયબર ક્રાઇમે (Ahmedabad Cyber Crime) સોશિયલ મીડિયા પર જ્યોતિષ અને રિલેશનશીપ ગુરુ બની લોકોને ફસાવી બ્લેકમેઇલિંગ કરતું ગેંગ પકડી પાડ્યું છે. આરોપીઓએ વિધિ, વશીકરણ અને વ્યક્તિગત સમસ્યાના ઉકેલના નામે અંદાજે 60 લાખ રૂપિયા પડાવ્યા હોવાનું સામે આવ્યું છે.

Top Stories Ahmedabad Gujarat Breaking News
Ahmedabad Cyber Crime:વશીકરણ અને વિધિના બહાને લાખોની છેતરપિંડી

Ahmedabad News: અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે (Ahmedabad Cyber Crime) સોશિયલ મીડિયા મારફતે જ્યોતિષ, રિલેશનશીપ ગુરુ અને કિન્નર ગુરુમા તરીકે ઓળખ આપી લોકોને બ્લેકમેઇલ કરીને લાખો રૂપિયાની છેતરપિંડી કરનાર ગેંગનો પર્દાફાશ કર્યો છે. આ કેસમાં વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓએ છેલ્લા બે વર્ષ દરમિયાન અલગ-અલગ લોકોને ટાર્ગેટ બનાવી અંદાજે 60 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી.

સોશિયલ મીડિયા મારફતે ફસાવતા હતા લોકો

સાયબર ક્રાઇમ (Ahmedabad Cyber Crime)ની કસ્ટડીમાં રહેલા આરોપીનું નામ વિકાસ ભાર્ગવ હોવાનું સામે આવ્યું છે. રાજસ્થાનના રહેવાસી વિકાસ ભાર્ગવ અન્ય આરોપી રજનીશ ભાર્ગવ અને ફરાર રવિ ભાર્ગવ સાથે મળીને આ ગેરકાયદે નેટવર્ક ચલાવતો હતો.આરોપીઓ ઇન્સ્ટાગ્રામ પર અલગ-અલગ ફેક આઈડી બનાવી પોતાને જ્યોતિષ, પૂજારી અથવા રિલેશનશીપ ગુરુ તરીકે રજૂ કરતા હતા. પ્રેમ સંબંધ, લગ્નજીવન અને વ્યક્તિગત સમસ્યાઓનો ઉકેલ આપવાના બહાને તેઓ લોકોનો સંપર્ક કરતા હતા.

Ahmedabad Cyber Crime: વિધિ અને વશીકરણના નામે બ્લેકમેઇલ

પોલીસ અનુસાર આરોપીઓ ભોગ બનનાર લોકો પાસેથી વિધિ અને વશીકરણના બહાને ફોટોગ્રાફ મંગાવતા હતા. ત્યારબાદ તે ફોટા એડિટ કરીને વાયરલ કરવાની ધમકી આપતા હતા.આરોપીઓ વીડિયો કોલ કરીને ભોગ બનનારને અશ્લીલ હરકતો કરવા માટે મજબૂર કરતા અને તેનો સ્ક્રીન રેકોર્ડિંગ કરીને બ્લેકમેઇલિંગ કરતા હતા. બાદમાં વીડિયો વાયરલ કરવાની ધમકી આપી મોટી રકમ વસૂલતા હતા.

65થી વધુ લોકો બન્યા શિકાર

સાયબર ક્રાઇમ (Ahmedabad Cyber Crime)ની તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીઓએ છેલ્લા એક મહીનામાં જ 300થી વધુ મોબાઇલ નંબર પર સંપર્ક સાધ્યો હતો અને 65થી વધુ લોકોને પોતાની જાળમાં ફસાવ્યા હતા.પોલીસ મુજબ આરોપીઓ ઇન્સ્ટાગ્રામ પર પેઈડ એડ ચલાવતા હતા. તેમાં ખાસ કરીને 18થી 35 વર્ષની વયના મહિલા અને પુરુષોને ટાર્ગેટ કરવામાં આવતા હતા.

બેંક એકાઉન્ટમાં મળ્યા લાખોના ટ્રાન્ઝેક્શન

તપાસ દરમિયાન આરોપીઓના અલગ-અલગ બેંક ખાતાઓમાં આશરે 60 લાખ રૂપિયાના ટ્રાન્ઝેક્શન થયેલા હોવાનું સામે આવ્યું છે. આરોપીઓ મળેલી રકમને ત્રણ સમાન ભાગમાં વહેંચતા હતા. સાયબર ક્રાઇમે આ કેસમાં અત્યાર સુધી બે આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે ફરાર આરોપી રવિ ભાર્ગવની શોધખોળ ચાલુ છે. પોલીસ હવે આ ગેંગ દ્વારા અન્ય કેટલા લોકોને ટાર્ગેટ બનાવવામાં આવ્યા છે તેની પણ તપાસ કરી રહી છે.


આ પણ વાંચો:અમદાવાદ સાયબર ક્રાઇમે વધુ એક કોલસેન્ટર ઝડપ્યું

આ પણ વાંચો:અમદાવાદ સાયબર ક્રાઇમે દિલ્હીથી નક્લી કોલ સેન્ટર ઝડપી પાડ્યું, 4 આરોપીઓની ધરપકડ

આ પણ વાંચો:CCTV ફૂટેજ વેચવાના કૌભાંડ કરનારા ત્રણેયને સાયબર ક્રાઇમ આજે લાવશે અમદાવાદ