Popatlal Real Life Love Story:’તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ (TMKOC) શોમાં છેલ્લા 16 વર્ષથી એક જ સવાલ પૂછાઈ રહ્યો છે – “પોપટલાલ (Popatlal) ના લગ્ન ક્યારે થશે?” શોમાં હાલ જયપુરમાં તેમના લગ્નની તૈયારીઓ બતાવાઈ રહી છે અને ચાહકો આતુર છે.
પરંતુ શું તમે જાણો છો કે ટીવી પર હંમેશા છત્રી લઈને ફરતા અને કુંવારા રહી ગયેલા પોપટલાલ (Popatlal) એટલે કે શ્યામ પાઠક (Shyam Pathak) વાસ્તવિક જીવનમાં માત્ર પરિણીત જ નહીં, પણ ત્રણ બાળકોના પિતા પણ છે? તેમની લવ સ્ટોરી કોઈ બોલીવુડ ફિલ્મથી ઓછી નથી.
CA નું ભણતર છોડીને એક્ટિંગમાં આવ્યા Popatlal
પોપટલાલ (Popatlal) ભલે શોમાં પત્રકાર હોય, પણ રિયલ લાઈફમાં તેઓ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) બનવા માંગતા હતા.
ટર્નિંગ પોઈન્ટ: તેમણે ‘ઈન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયા’માં એડમિશન પણ લીધું હતું. પરંતુ અભિનયનો કીડો એવો ઉપડ્યો કે તેમણે CA નું ભણતર અધવચ્ચે જ છોડી દીધું અને દિલ્હીની પ્રખ્યાત નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા (NSD) માં એડમિશન લીધું.

NSD માં શરૂ થઈ લવ સ્ટોરી
શ્યામ પાઠક માટે NSD માત્ર કરિયર જ નહીં, પણ જીવનસાથી શોધવાનું સ્થળ પણ બન્યું.
મુલાકાત: અહીં જ તેમની મુલાકાત રેશમી (Reshami) સાથે થઈ હતી. બંને એક જ ક્લાસમાં હતા. પહેલા મિત્રતા થઈ અને જોતજોતામાં તે પ્રેમમાં પરિણમી.

પરિવાર વિરુદ્ધ જઈને કર્યા લગ્ન (The Filmy Twist)
જેમ ફિલ્મોમાં થાય છે તેમ, આ પ્રેમ કહાનીમાં પણ વિલન હતું – ‘પરિવાર’.
સંઘર્ષ: શ્યામ અને રેશમીના પરિવારજનો આ લગ્ન માટે તૈયાર નહોતા. બંનેના ઘરેથી સખત વિરોધ હતો.
લગ્ન: પરંતુ જે ‘દુનિયા હલાવી દેવાની’ તાકાત રાખતો હોય તે ડરે ખરો? શ્યામ અને રેશમીએ પરિવારની મંજુરી વિના લગ્ન કરવાનો નિર્ણય લીધો. તેમણે 1 જૂન, 2003 ના રોજ આર્ય સમાજ મંદિરમાં સાદાઈથી લગ્ન કરી લીધા. નવાઈની વાત એ હતી કે આ લગ્નમાં બંનેના પરિવારમાંથી કોઈ હાજર રહ્યું નહોતું.
સુખી લગ્નજીવન અને 3 બાળકો
શરૂઆતના સંઘર્ષ બાદ આજે તેમનું જીવન સુખમય છે.
હેપ્પી ફેમિલી: આજે શ્યામ અને રેશમીના લગ્નને 22 વર્ષ પૂર્ણ થયા છે. તેઓ ત્રણ બાળકોના માતા-પિતા છે – એક દીકરી નિયતિ અને બે દીકરા પાર્થ અને શિવમ. શ્યામ અવારનવાર સોશિયલ મીડિયા પર ફેમિલી ફોટોઝ શેર કરતા રહે છે.
ઓનસ્ક્રીન ભલે પોપટલાલ (Popatlal) નું નસીબ લગ્નની બાબતમાં વાંકું હોય, પણ ઓફસ્ક્રીન તેઓ એક સફળ પતિ અને પિતા છે. તેમની આ લવ સ્ટોરી સાબિત કરે છે કે સાચા પ્રેમ માટે થોડી હિંમત કરવી પડે છે.
આ પણ વાંચો: મને ફસાવવા માટે ગેમ રમાઈ રહી છે…” પત્ની સુનિતા સાથેના વિવાદ પર આખરે ગોવિંદાએ કર્યા ચોંકાવનારા ખુલાસા
આ પણ વાંચો: મારા પતિને આમાં ન ઘસડો…” બ્રેક લેવાની જાહેરાત બાદ નેહા કક્કરનો યુ-ટર્ન! છૂટાછેડાની અફવા પર તોડ્યું મૌન


