Not Set/ રાજ્યનાં 24 તાલુકામાં નોંધાયો વરસાદ, હજુ છે ભારે વરસાદની આગાહી

નવરાત્રીનો પવિત્ર પર્વની શરૂઆત સાથે વરસાદે બીજા રાઉન્ડનાં બેટિંગની પણ શરૂઆત કરી છે. આપને જણાવી દઇએ કે, રાજ્યમાં 24 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે.

Top Stories Gujarat

નવરાત્રીનો પવિત્ર પર્વની શરૂઆત સાથે વરસાદે બીજા રાઉન્ડનાં બેટિંગની પણ શરૂઆત કરી છે. આપને જણાવી દઇએ કે, રાજ્યમાં 24 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે.

આપને જણાવી દઇએ કે, રાજ્યનાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી છે. વળી  મોડી રાત્રીએ ભાવનગર પંથકમાં જ્યારે ભાવનગર શહેરમાં પવન સાથે વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ હજુ પણ રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગનાં મતે ગુજરાતમાં હાલ દક્ષિણ પશ્ચિમથી પશ્ચિમ દિશાનો પવન છે. હાલની સ્થિતિ પ્રમાણે સોમવારે સુરત-ડાંગ-નવસારી, તાપી, મંગળવારે ડાંગ-તાપી, ગુરુવારે છોટા ઉદ્દેપુર, પંચમહાલ, દાહોદ, શુક્રવારે દાહોદ-પંચમહાલમાં ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાતનાં કેટલાંક જિલ્લાઓમાં આગામી દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.