સુરેન્દ્રનગર/ જોરાવરનગર અને વઢવાણ ખાતે ટ્રેનને બે દિવસમાં સ્ટોપેજ, આપવામાં નહીં આવે તો સ્થાનિક લોકોના ધરણા

નાગરિકોના પોતાના શહેરમાં રેલ્વે ટ્રેનોની પુરતી સેવા મળી રહે તેની સંપૂર્ણ નૈતિક જવાબદારી ચુંટાયેલા સુરેન્દ્રનગરના લોકસભાના સાંસદ અને કેન્દ્રીય મંત્રી મહેન્દ્રભાઈ મુંજપરાની છે.

Gujarat

વેસ્ટને રેલ્વે ભાવનગર ડીવીઝન હંમેશા સુરેન્દ્રનગર જિલ્લાને અન્યાય કરતા હોવની રાવ ફરિયાદ ઉઠી છે.તેવા સંજોગોમાં લીંબડી, વઢવાણ, જોરાવરનગર રેલ્વે સ્ટેશન હોવા છતાં ટ્રેનોને આ સ્ટેશન ઉપર સ્ટોપેજ આપતા નથી. મહુવા-સુરત-મહુવા જ્યારે વિકલી ટ્રેન હતી. ત્યારે આ ટ્રેનને વઢવાણ અને જોરાવરનગર રેલ્વે સ્ટેશને સ્ટોપેજ (વિરામ) હતું. હવે આ ટ્રેનને ડેઈલી કરવામાં આવી છે. અને આ ટ્રેનનું વઢવાણ અને જોરાવરનગર રેલ્વે સ્ટેશને સ્ટોપેજ બંધ કરી દેવામાં આવ્યું છે. તથા મહુવા-બાન્દ્રા-મહુવા ટ્રેનને પણ સ્ટોપેજ આપેલું નથી. આમ ભાવનગર રેલ્વે ડીવીઝન પોતાની મનમાની કરે છે.

વઢવાણ અને જોરાવરનગરને સ્ટોપેજ આપવા બાબત ભાવનગર રેલ્વે ડીવીઝનને તા. 9/12/21ના રોજ પત્ર લખેલો છે. અને જેની નકલ સાંસદ અને કેન્દ્રીય મંત્રી મહેન્દ્રભાઈ મુંજપરાને પણ પાઠવેલી છે. તેમ છતાં ટ્રેનોને સ્ટોપેજ મળેલો નથી. જેથી જોરાવરનગર રેલ્વે સ્ટેશન પર આગામી તા. 3/1/2022 તા. 5/1/2022 સુધી ધરણાં પ્રદર્શન રાખવામાં આવ્યો છે, જેની જાણ ભાવનગર રેલ્વે ડીવીઝનને તા. 19/12/2022ના રોજ લેખીત જાણ કરેલી છે. અને આ પત્રની નકલ પણ સાંસદ અને કેન્દ્રીય મંત્રી મહેન્દ્રભાઈ મુંજપરાને પાઠવેલી છે. તેમ છતાં વઢવાણ, રતનપર અને જોરાવરનગરની આશરે બે લાખની પ્રજાને પોતાના શહેરમાં રેલ્વે સ્ટેશન હોવા છતાં મહુવા-સુરત-મહુવા અને મહુવા-બાન્દ્રા-મહુવા ટ્રેનોને સ્ટોપેજ મળતુ નથી.

નાગરિકોના પોતાના શહેરમાં રેલ્વે ટ્રેનોની પુરતી સેવા મળી રહે તેની સંપૂર્ણ નૈતિક જવાબદારી ચુંટાયેલા સુરેન્દ્રનગરના લોકસભાના સાંસદ અને કેન્દ્રીય મંત્રી મહેન્દ્રભાઈ મુંજપરાની છે. અને તેમણે જોરાવરનગર અને વઢવાણને મહુવા-બાન્દ્રા-મહુવા અને મહુવા-સૂરત-મહુવા ટ્રેનોને સ્ટોપેજ અપાવવું જ જોઈએ. પણ વઢવાણ અને જોરાવરનગરને સ્ટોપેજ નહીં મળતાં જોરાવરનગર અને વઢવાણની પ્રજાને મહુવા-સુરત-મહુવા અને મહુવા-બાન્દ્રા-મહુવા ટ્રેનોને વઢવાણ અને જોરાવરનગર રેલ્વે સ્ટેશને સ્ટોપેજ મળે તે માટે શહેરના શહેરના નાગરિકો જોરાવરનગર રેલ્વે સ્ટેશન સામે તા.3/1/2022થી 5/1/2022 સવારે 10 કલાકથી 12 સુધી (બે કલાક)ધરણાં પ્રદર્શન કરવામાં આવશે.