Ahmedabad News/ AMC બજેટ સભામાં વિવાદાસ્પદ સ્લોટર હાઉસ મુદ્દો, BJP MLA અમિત શાહના વિરોધ બાદ ₹32 કરોડનો પ્લાન પાછો ખેંચાયો

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 2026-27 ડ્રાફ્ટ બજેટમાં સ્લોટર હાઉસ (Slaughter House) મુદ્દે વિવાદ. ભાજપના વિરોધ બાદ ₹32 કરોડનો પ્રસ્તાવ પાછો ખેંચાયો. ધાર્મિક લાગણીઓ અને રાજકીય ચર્ચા તેજ.

Top Stories Ahmedabad Gujarat Breaking News
Slaughter House

Ahmedabad News:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની 2026-27ના ડ્રાફ્ટ બજેટ સભામાં સ્લોટર હાઉસ (Slaughter House)નો મુદ્દો તીવ્ર વિવાદનું કારણ બન્યો હતો.AIMIM કોર્પોરેટર જેનબ શેખે જમાલપુર અને મિરઝાપુર વિસ્તારમાં નવું આધુનિક સ્લોટર હાઉસ બનાવવાની માંગ ઉઠાવી હતી, જેના પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે તીવ્ર ચર્ચા થઈ હતી. આખરે, ભાજપના તમામ કોર્પોરેટરો અને એલિસબ્રિજ વિધાનસભાના MLA અમિત શાહના તીવ્ર વિરોધ બાદ AMC કમિશનર બંચ્છાનિધિ પાનીએ ₹32 કરોડના આ પ્રસ્તાવને પાછો ખેંચી લીધો હતો.

AMCના કમિશનર બંચ્છાનિધિ પાનીએ 4 ફેબ્રુઆરીએ ₹17,018 કરોડના ડ્રાફ્ટ બજેટમાં શાહવાડી-બેહરમપુરા વિસ્તારમાં 15,882 ચોરસ મીટર જમીન પર આધુનિક સ્લોટર હાઉસ (Slaughter House) બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. આ પ્રસ્તાવનો હેતુ જમાલપુરમાં 1903માં બનેલા જૂના સ્લોટર હાઉસને શિફ્ટ કરીને શહેરની બહાર ખસેડવાનો હતો, જે જગન્નાથ મંદિર અને અન્ય ધાર્મિક સ્થળોની નજીક આવેલું છે અને વર્ષોથી વિવાદાસ્પદ છે.

જમાલપુર અને મિરઝાપુરમાં સ્લોટર હાઉસ (Slaughter House) બનાવાની કરી માંગ

બજેટ સભામાં AIMIM કોર્પોરેટર જેનબ શેખે આ મુદ્દો ઉઠાવ્યો અને જમાલપુર-મિરઝાપુર વિસ્તારમાં નવું સ્લોટર હાઉસ બનાવવાની માંગ કરી હતી. તેમણે કહ્યું કે જૂનું સ્લોટર હાઉસ (Slaughter House) અપડેટેડ નથી અને તેને આધુનિક બનાવવું જરૂરી છે. જોકે, આ માંગ પર ભાજપના કોર્પોરેટરોએ તીવ્ર વિરોધ વ્યક્ત કર્યો. ભાજપ MLA અમિત શાહે કહ્યું, “આ પ્રસ્તાવ ભાજપની વિચારધારા વિરુદ્ધ છે. મૂંગા પ્રાણીઓની હત્યા માટેની સુવિધા માટે ફંડ આપવું અસ્વીકાર્ય છે.

ભાજપના વિરોધને કારણે માત્ર 24 કલાકમાં જ AMC કમિશનરે આ પ્રસ્તાવ પાછો ખેંચી લીધો. સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આ મુદ્દો શાંત પડ્યો, અને પછીના રિવાઈઝ્ડ બજેટમાં આ પ્રોવિઝનને કાઢી નાખવામાં આવ્યું હતું.આ વિવાદે ધાર્મિક લાગણીઓ, પશુરક્ષા અને રાજકીય વિચારધારાના મુદ્દાને ચર્ચામાં લાવ્યા હતા.


આ પણ વાંચો:AMCનું વર્ષ 2026-27 માટેનું ડ્રાફ્ટ બજેટ રજૂ

આ પણ વાંચો:AMC દ્વારા ખોદાયેલ ખાડામાં પડતાં બે ગાયોના મોત, એન્જિનિયરિંગ વિભાગ અને કોન્ટ્રાક્ટરની બેદરકારી

આ પણ વાંચો:અમદાવાદની પોળોનો બદલાશે નજારો! AMC રૂ. 37 કરોડના ખર્ચે હેરિટેજ વૉકને આપશે નવું રૂપ