Rajkot News : બોગસ દસ્તાવેજ કૌભાંડમાં માત્ર પ્યાદાઓ નહી પરંતુ મુખ્ય સૂત્રધાર સિધી પહોંચવા માટે તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે, એમ રાજકોટ જિલ્લા કલેક્ટરે કહ્યું હતું.ચકચારી બોગસ દસ્તાવેજ કૌભાંડના મામલે રાજકોટ જીલ્લા કલેકટર પ્રભવ જોશીએ જણાવ્યું હતું કે, આ કૌભાંડમાં પ્રાંત-1 અધિકારી અને તેમની તપાસનીશ ટીમ દ્વારા તપાસણી કરવામાં આવી રહી છે. જેમાં પ્યાદાઓ નહીં પણ મુખ્ય સુત્રધાર સુધી પહોંચવા માટે તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે.
બોગસ દસ્તાવેજ કૌભાંડમાં તેઓને ગેરરીતિની કેટલીક ફરીયાદો મળી છે. દસ્તાવેજમાં કરાયેલી છેડછાડ અંગે મુખ્ય સુત્રધાર સુધી પહોંચી તેઓની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તેઓએ વિશેષમાં જણાવ્યું હતું કે, આ કૌભાંડમાં કર્મચારીઓ પણ મોટા માથાઓ સુધી પહોંચવા માટે તપાસનો દોર લંબાવવામાં આવેલ છે.આ કૌભાંડ બહાર આવ્યા બાદ તાબડતોબ જીલ્લાની તમામ સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં સીસી ટીવી કેમેરા નાખવા તેમજ આ કચેરીઓમાં ફરજ બજાવતા કર્મચારીઓની છ-છ મહિને બદલી કરી દેવા માટે પણ એજન્સીઓ અને સબ રજીસ્ટ્રાર કચેરીઓના અધિકારીઓને સુચના આપી દેવામાં આવી છે.
અહીં ઉલ્લેખનીય છે કે, સબ રજીસ્ટ્રાર કચેરીમાં 17 જેટલા દસ્તાવેજો સાથે છેડછાડ આચરી કૌભાંડ આચરાયાનું બહાર આવતા આ પ્રકરણમાં ઝોન-1 સબ રજીસ્ટ્રાર કચેરીના અધિકારી દ્વારા પોલીસમાં ફરીયાદ દાખલ કરાતા પોલીસ દ્વારા તલસ્પર્શી તપાસ હાથ ધરવામાં આવી રહી છે. રાજકોટ શહેર જીલ્લામાં ખળભળાટ મચાવતા આ કૌભાંડમાં પોલીસની સાથે વહીવટી તંત્રે પણ તપાસમાં ઝુકાવ્યું છે.કલેકટર પ્રભવ જોશીએ આજે એવું પણ જણાવ્યું હતું કે, બોગસ દસ્તાવેજ કૌભાંડમાં સબ રજીસ્ટ્રાર કચેરીના કર્મચારીઓ અને અધિકારીઓની જો સંડોવણી ખુલશે તો તેની સામે પણ પગલા લેવામાં આવશે. આગામી ટુંક સમયમાં આ પ્રકરણમાં મુખ્ય સુત્રધાર સુધી પહોંચી કડક પગલા લેવાનો તેઓએ નિર્દેશ આપી દીધો હતો.
આ પણ વાંચો: કોરોનાકાળમાં કચ્છની બેંકોમાં થાપણોમાં અનેકગણો વધારો
આ પણ વાંચો: RBI એ ગુજરાતની 3 સહકારી બેંકો પર દંડ ફટકાર્યો, 2 આણંદ અને 1 વલસાડ
આ પણ વાંચો: સ્વિસ બેંકોમાં વધ્યું ભારતીય ભંડોળ, રુ. 20,000 કરોડને પાર, પરંતુ ગ્રાહકોની થાપણોમાં ઘટાડો
