Gujarat News : રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા(RBI)એ આણંદની 2 કો-ઓપરેટિવ બેન્કોને રૂ. 1-1 લાખ અને વલસાડ(Valsad)ની 1 કો-ઓપરેટિવ બેન્કને રૂ. 15 લાખની પેનલ્ટી ફટકારી છે. આ પેનલ્ટી RBIની માર્ગદર્શિકાઓનું પાલન ન કરવા બદલ થઈ હોવાથી ખાતેદારો પર તેની કોઈ ખાસ અસર થશે નહીં.
આણંદ(Anand) જિલ્લાની ભાદરણ પીપલ્સ કો-ઓપરેટિવ બેંકને રૂ. 1 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. બેંકે ડિપોઝિટ પર વ્યાજના દર અને KYC ના નિયમોનું પાલન કર્યું ન હતું. તારાપુર કો-ઓપરેટિવ અર્બન બેંકને રૂ. 1 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. બેંકે અન્ય બેંકો સાથે થાપણો મૂકવાના નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું.
વલસાડ(Valsad)ની SBPP કો-ઓપરેટિવ બેંકને રૂ. 15 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. બેંકે આવકની ગણતરી, સંપત્તિનું વર્ગીકરણ અને અન્ય નિયમોનું પાલન ન કર્યું હતું. આ બેન્ક ઈનકમ રિકોગ્નિશન, એસેટ ક્લાસિફિકેશન, અને અન્ય સંબંધિત મામલામાં નિયમોનું પાલન કરી શકી ન હતી. વધુમાં અમુક દેવાદારોના લોન ખાતાને NPA તરીકે વર્ગીકૃત કરવામાં નિષ્ફળ રહી હતી.
RBIના આ નિર્ણયથી બેંકોએ નિયમોનું પાલન કરવું જરૂરી છે તેવો સંદેશ ગયો છે. જોકે, આ દંડથી ખાતેદારોને કોઈ ખાસ અસર થવાની શક્યતા નથી.
આ પણ વાંચો: RBI ના નવા ગવર્નર સંજય મલ્હોત્રા બનશે, તેનો કાર્યકાળ 3 વર્ષનો રહેશે
આ પણ વાંચો: ખેડૂતોને હવે ગેરંટી વિના 2 લાખ રૂપિયાની લોન મળશે,RBIએ ખેડૂતોને આપી મોટી ભેટ!
આ પણ વાંચો: RBIની બેંકોને ભેટ – CRR 4.5% થી ઘટાડીને 4%, જાણો ફાયદા.
