બોમ્બની ધમકી મળતા એર ઈંન્ડિયાની ફ્લાઇટ એઆઈ-191ની લંડનનાં સ્ટેંસ્ટેડ એરપોર્ટ પર લેન્ડિંગ કરાવવામાં આવી. આ વિમાન મુંબઈથી નેવાર્ક જઇ રહ્યો હતો. વિમાનને પાર્કિગ સ્થળથી અલગ લઇ જવામાં આવ્યુ છે. બોમ્બની ધમકી પર તપાસ શરૂ કરી દેવામાં આવી છે. એર ઈંન્ડિયાએ ટ્વીટ કરીને આ ઘટનાની જાણકારી આપી છે. જો કે બોમ્બ વિશે કઇ જ કહેવામાં આવ્યુ નથી.
Air India Spokesperson: Air India 191 Mumbai-Newark flight has landed safely at London and all passengers are safe. Earlier, the flight had made a precautionary landing due to a bomb threat that was declared hoax. pic.twitter.com/kqNmMabw91
— ANI (@ANI) June 27, 2019
સુત્રોનું કહેવુ છે કે, બોમ્બની સુચના મળતા જ એર ઈંન્ડિયાનાં વિમાનનાં પાયલટે એટીએસને તેની જાણકારી આપી. જાણકારી મળતા જ બ્રિટેનનાં રોયલ એરફોર્સનાં ટાયફૂન ફાઇટર વિમાનોએ ફ્લાઇટ-191ને ઘેરી લીધી અને તેને લંડનનાં સ્ટેંસ્ટેડ એરપોર્ટ લઇ ગયા. આ લંડનનું એક શાંત એરપોર્ટ છે, જેનો ઉપયોગ નાગરિક ઉડ્ડયન સંબંધમાં કટોકટીની પરિસ્થિતિઓમાં કરવામાં આવે છે. એર ઈંન્ડિયાની ફ્લાઇટની લેન્ડિંગનાં કારણે 20 મિનિટ સુધી અહીનાં રનવેને બંધ રાખવામાં આવ્યુ.

એર ઈંન્ડિયાની ફ્લાઇટની લેન્ડિંગ બાદ વિમાનને ઘેરી લેવામાં આવ્યુ અને તપાસ શરૂ કરવામાં આવી. થોડા સમય બાદ રનવે અને એરપોર્ટને વિમાનનાં પરિચાલન માટે ખોલી દેવામાં આવ્યુ. આ વખતે એરપોર્ટ પ્રાધિકરણને વિજ્ઞપ્તિ જારી કરી રન-વે પર પરિચાલન શરૂ કરવાની વાત કહેવામાં આવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
