ગાયત્રી મંત્રના અપમાન બદલ અભિનેતા સિદ્ધાર્થ રાંદેરિયા સામે ફરિયાદ દાખલ થઇ છે. નંદુરબારમાં હિન્દુ સેવા સમિતિના નરેન્દ્ર પાટીલે આઠેક વર્ષ પહેલાં રિલીઝ થયેલા અને સુપરહિટ થયેલા ગુજરાતી નાટક ‘ગુજ્જુભાઈની ગોલમાલ’ના એક સીન સામે જેમા દારૂ સાથે ગાયત્રી મંત્રના જાપ કરીને ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડવા બદલ ગુજ્જુભાઈ સિદ્ધાર્થ રાંદેરિયા સહિત પાંચ લોકો સામે ફરિયાદ નોંધાઇ છે.

આપને જણાવી દઈએ કે, ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે ગુજરાતી નાટ્ય કલાકાર સિદ્ધાર્થ રાંદેરીયાનો કોમેડી શો ગજ્જુભાઇ ગોલમાલમાં એક દ્રશ્યમાં, હિરોઇનને આંખો બંધ કરીને ગાયત્રી મંત્રનો જાપ કરતા બતાવવામાં આવ્યો છે. તે જ સમયે, એક્ટર સિદ્ધાર્થ રાંદેરિયા તેની ખાતરી કરે છે કે તેની આંખો બંધ છે અને બોટલમાંથી દારૂ તેના આગળ તાંબાના વાસણમાં નાખે છે અને મંત્રનો જાપ કરીને મજાક ઉડાવે છે.
આ પણ વાંચો : CM યોગી આદિત્યનાથને મળ્યો અક્ષય કુમાર, ફિલ્મ સિટી વિશે કરી આ વાત

જણાવી દઇએ, સિધ્ધાર્થ રાંદેરિયાએ પોતાના નાટકમાં હિદુ સંસ્કૃતિનું અપમાન કરીને હિંદું ધર્મનું અપમાન કર્યુ છે. આ સીનમાં ગુજ્જુભાઇ ઘરમાં દારૂ પીતા હોય ત્યારે પત્ની પૂજાપાઠ કરતી હોય એટલે પોતાની દારૂની લતની ખબર ન પડે એ માટે તે મંત્રજાપ સમયે પાસે પડેલા તાંબાના કળશમાં શરાબની બોટલ ખાલી કરીને પત્ની સાથે ગાયત્રી મંત્ર બોલતી વખતે એ મંત્રમાં ભૂર્ભૂવઃ સ્વઃ ને બદલે ‘ભરવા દે’ એ પ્રકારના શબ્દોનો ઉલ્લેખ કર્યો હતો. આ સીનની વિડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જબરદસ્ત વિવાદ થયો હતો. જે બાદ હવે ફરિયાદ પણ નોંધાઇ છે.

આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. અને લોકોએ તાત્કાલિક માંગણી કરી હતી કે આ મામલે સિધ્ધાર્થ રાંદેરિયા હિંદુ સમાજની માફી માંગે.
આ પણ વાંચો : અમદાવાદના નારણપુરા ખાતે બેંક ઓફ ઇન્ડિયામાં લાગી ભીષણ આગ
નાટકમાં હિંદુ સંસ્કૃતિનું અપમાન’નોંધનીય છે કે, થોડા સમય પહેલા હિન્દુ પરિષદના પ્રવક્તા હિતેન્દ્રસિંહ રાજપૂતે જણાવ્યું હતુ કે, સિદ્ધાર્થ રાંદેરિયા ગુજરાતી રંગભૂમિના દિગ્ગજ કલાકાર છે. પણ તેમણે પોતાના નાટકમાં હિંદુ સંસ્કૃતિનું અપમાન કરીને હિંદુ ધર્મનું અપમાન કર્યું છે. બજરંગ દળે જણાવ્યું હતુ કે, આ ખૂબ જ મોટી ભૂલ છે અને 24 કલાકમાં આ માટે સિદ્ધાર્થ રાંદેરિયાએ માફી માંગતો વીડિયો સોશિયલ મીડિયા પર મૂકવો પડશે. આ સંદર્ભમાં પોલીસ ફરિયાદ કરાશે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
