Not Set/ બનાસકાંઠામાં મોકડ્રીલનું આયોજન, જિલ્લાના મોટા ભાગના અધિકારી જોડાયા મોકડ્રિલમાં

ભૂકંપ કે આગની હોનારત વખતે કેવી તૈયારીઓ કરવી અને કઈ રીતે આ આપત્તિઓનો સામનો કરવો તેને લઈને બનાસકાંઠા વહીવટી તંત્ર દ્વારા મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુરુનાનક ચોક, હેડક્વાર્ટર અને પોલિટેક્નિક કોલેજ ગ્રાઉન્ડમાં આ મોકડ્રીલ યોજાઈ હતી. આર્મી, બીએસએફ, પોલીસ, ફાયરબ્રિગેડના જવાનો, એમ્બ્યુલન્સનો સ્ટાફ અને ડોક્ટર્સ આ મોકડ્રીલમાં જોડાયા હતા. ભૂકંપ આવે તે સમયે મકાનોના […]

Top Stories

ભૂકંપ કે આગની હોનારત વખતે કેવી તૈયારીઓ કરવી અને કઈ રીતે આ આપત્તિઓનો સામનો કરવો તેને લઈને બનાસકાંઠા વહીવટી તંત્ર દ્વારા મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુરુનાનક ચોક, હેડક્વાર્ટર અને પોલિટેક્નિક કોલેજ ગ્રાઉન્ડમાં આ મોકડ્રીલ યોજાઈ હતી. આર્મી, બીએસએફ, પોલીસ, ફાયરબ્રિગેડના જવાનો, એમ્બ્યુલન્સનો સ્ટાફ અને ડોક્ટર્સ આ મોકડ્રીલમાં જોડાયા હતા.

ભૂકંપ આવે તે સમયે મકાનોના કાટમાળ નીચે દટાયેલા લોકોને બહાર કાઢી ઝડપથી સારવાર માટે કેવી રીતે ખસેડી શકાય પ્રકારની કામગીરી આ મોકડ્રીલમાં  કરવામાં આવી હતી.

આ ઉપરાંત ભુકંપ સમયે ધરાશાયી થયેલી ચાલુ વીજ લાઇનથી શોર્ટ સર્કિટના બનાવો ન બને તે માટે યુજીવીસીએલ તંત્ર દ્વારા લાઇનો બંધ કરીને અગમચેતીના પગલા કેવી રીતે ભરી શકાય તેની લોકોને જાણકારી અપાઇ હતી. મોકડ્રીલ પ્રસંગે બનાસકાંઠા કલેકટર તથા અન્ય સંબંધિત વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ પણ હાજર રહ્યા હતા.

આર્મી, બીએસએફ,  પોલીસ. એમ્બ્યુલન્સ.ફાયરબ્રિગેડ. જેસીબી. મશિનો નગરપાલિકા. જિલ્લા કલેકટર. ફાયર ફાઇટર. એમ્બ્યુલન્સ. જી.ઇ.બી.તંત્ર તેમજ ડોક્ટરો જોડાયા હતા. ભૂકંપ આવે તે સમયે જે તે શાખાના અધિકારીઓ દ્વારા મકાનોના કાટમાળ નીચે દટાયેલા લોકોને બહાર કાઢી ઝડપથી સારવાર માટે કેવી રીતે હોસ્પીટલમાં મોકલી શકાય તે પ્રકારની કામગીરી કરવામાં આવી હતી.

આ ઉપરાંત ભુકંપ સમયે ધરાશાયી થયેલી ચાલુ વીજ લાઇનથી શોર્ટ સર્કિટના બનાવો ન બને તે માટે યુજીવીસીએલ તંત્ર દ્વારા લાઇનો બંધ કરીને અગમચેતીના પગલા કેવી રીતે ભરી શકાય તેની લોકોને જાણકારી અપાઇ હતી.

હાલમાં બનાસકાંઠા સહિત સમગ્ર રાજયમાં બોર્ડની પરીક્ષાનો માહોલ છે. ત્યારે પરીક્ષાના સમયમાં મોકડ્રીલ યોજવા અંગે કલેકટરે જણાવ્યું કે, પરીક્ષાર્થીઓને કોઇપણ જાતની ખલેલ ન પડે તે માટે પરીક્ષાના સાડા દસ વાગ્યાના સમય બાદ મોકડ્રીલનું આયોજન કરાયું હતું.

બનાસકાંઠાના પાલનપુરમાં જિલ્લા કલેકટર દિલીપ રાણાની આગેવાની હેઠળ ભુકંપની મોકડ્રીલ યોજાઇ હતી. પરંતુ ભુકંપમાં બચાવ રાહત કામગીરીમાં જે તે વિભાગને કેવી રીતે કામગીરી કરવી તેની સુચના અને માર્ગદર્શન આપવાની જગ્યાએ કલેકટર દિલીપ રાણા મોબાઇલમાં મોકડ્રીલના વિડીયો કુટેજ લેતા કેમેરામાં કલીક થયા.

એક તરફ તંત્ર મોકડ્રીલ યોજીને કુદરતી હોનારત ભુકંપમાં પોતાની સજાગતાનો ખ્યાલ કરાવે છે પરંતુ બનાસકાંઠાના વડા એવા ખુદ કલેકટર જ મોકડ્રીલના મોબાઇલમાં વિડીયો કુટેજ લે તે બાબતથી તંત્ર કેટલું અને કેવી રીતે સજાગ છે તેની પોલ છતી થાય છે.