સેનાના વડા જનરલે બાંગ્લાદેશી નાગરિકોની અસમમાં ઘુસપેઠ અને (AIUDF) ઓલ ઇન્ડિયા યુનાઇટેડ ફ્રંટ અંગે કરેલા નિવેદને હવે મોટું રાજનેતિક સ્વરૂપ ધારણ કરી લીધું છે. આ નિવેદન પર કેટલાક રાજનેતાઓએ ટ્વીટ કરીને કહ્યું છે કે, આ એક ચોંકાવનારુ નિવેદન કર્યું છે.
What,the Army Chief should not interfere in political matters it is not his work to comment on the rise of a political party ,Democracy & Constitution allows it and Army will always work under an Elected Civilian leadership https://t.co/PacWqqYXz1
— Asaduddin Owaisi (@asadowaisi) February 22, 2018
AIMIMના નેતા અસૃદ્દુદીન ઓવૈસીએ કહ્યું કે, સેના વડા શા માટે રાજકીય નિવેદનો કરે છે, લોકશાહીમાં પક્ષની સ્થાપના અને ફેલાવો કરી શકાય છે. આર્મી ચીફે રાજકીય મામલમાં હસ્તક્ષેપ ના કરવો જોઈએ. સીપીએમના નેતા વૃંદા કરાતે આ મુદ્દા પર અપીલ કરી છે, કે રાષ્ટ્રપતિ આ મામલે ગંભીરતા લેવી જોઈએ. બિપિન રાવત સેના અને રાજનીતિકરણ કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે. તેમણે આગળ કહ્યું કે, કોઈ રાજનેતિક પાર્ટી આગળ વધી રહી છે. તો આર્મી ચીફને કેવી રીતે આ ચિંતાનો વિષય કહેવાય.
Gen Bipin Rawat has made a political statement, shocking! Why is it a concern for the Army Chief that a political party, based on democratic & secular values, is rising faster than BJP? Alternative parties like AIUDF, AAP have grown because of the misgovernance of big parties.
1— Maulana Badruddin Ajmal (@BadruddinAjmal) February 22, 2018
કોંગ્રેસના નેતા અખિલેશ પ્રતાપસિંહે કહ્યું કે, સેના વડાએ આ પ્રકારના નિવેદનથી દુર જ રહેવાની જરૂર હતી, જોકે સમસ્યાઓ અંગે રાજકારણ હોઈ શકે નહિ. AIMIMના નેતા અસૃદ્દુદીન ઓવૈસીએ પરાણે નિવેદન આપવાની ટેવ છે, તેઓ હંમેશા અર્થહીન નિવેદનો આપ્યા કરે છે.
સેના પ્રમુખ બિપિન રાવતે કહ્યું હતું કે, જેટલી તેજીથી દેશમાં ભારતીય જનતા પાર્ટીનો ફેલાવો નથી થયો એનાથી વધારે તેજીથી ફેલાવો અસમમાં બદરુદ્દીન અજમલની પાર્ટી એઆઈયુડીએફ વધી રહી છે. આસામમાં બદરુદ્દીન અજમલની પાર્ટી એઆઈયુડીએફના નેતૃત્વમાં મુસ્લિમોના મુદ્દા ઉઠાવે છે, આ મુસ્લિમોની મોટી સંખ્યામાં બાંગ્લાદેશથી આવ્યાં હોવાનું માનવામાં આવે છે. એઆઈયુડીએફ નામના રાજકીય પક્ષ પર નજર રાખવી પડશે.
