ભાજપનાં વધુ એક ઉમેદવારનો તેના મત વિસ્તારમાં વિરોધ કરવામાં આવ્યો હોવાની વિગતો સામે આવી રહી છે. અબડાસા અને મોરબીમાં ભાજપનાં નેતાઓનો પૂર્વે ચૂંટણી પ્રચારમાં લોકો દ્વારા અનેક મુંજવતા પ્રશ્નોનાં સહારે વિરોધ કરવામાં આવ્યો હોવાના વીડિયો પણ વાઇરલ થઇ ચૂક્યા છે, ત્યારે આજે ભાજપનાં ગઢડા બેઠકનાં ઉમેદવાર આત્મારામ પરમારનો વિરોધ કરવામાં આવ્યો.
કોળી સમાજના આગેવાનો દ્વારા પત્રને જાહેરમાં ફાડી વિરોધ કરવામાં આવ્યો હતો. સાથે સાથે કોળી સમાજના આગેવાનોએ ભાજપ અને આત્મારામ પરમારનાં વિરોધમાં સૂત્રોચ્ચાર પણ કર્યો હતો અને નારા લગાવ્યા હતા. કોળી સમાજના આગેવાનો દ્વારા વિરોધનાં આ દ્વશ્યો ગઢડા શહેરનાં સામાકાઠે આવેલા ગઢાળી રોડ પર સર્જાયા હતા.