Unique/ જો તમને માટીના કલાત્મક ડિનર સેટમાં જમવા મળે તો કેવો જલસો પડી જાય

જો તમને માટીના કલાત્મક ડિનર સેટમાં  જમવા મળે તો કેવો જલસો પડી જાય

Gujarat Others Trending
સરાબેન જો તમને માટીના કલાત્મક ડિનર સેટમાં જમવા મળે તો કેવો જલસો પડી જાય

કચ્છનાં લોકોની ખુમારી અને કળાની બરાબરી કોઈ કરી શકે એમ નથી આજે લોકો રસોઈ તેમજ જમવા માટે ડિનર સેટનો ઉપયોગ કરે છે પણ જો તમને માટીના ડિનર સેટ મળે તો જમવાનો કેવો જલસો પડી જાય. જુના જમાનામાં લોકો માટીના પાત્રનો જ ઘરગથ્થુ કામ માટે ઉપયોગ કરતા હતા. કચ્છનાં ભુજ તાલુકાના ખાવડા ગામમાં રહેતા સારા બાઈ માટી કામ માટે જાણીતા છે. તેઓની કલા જોઈને ફોરેનરો પણ દંગ રહી ગયા છે.

ક૧ 1 જો તમને માટીના કલાત્મક ડિનર સેટમાં જમવા મળે તો કેવો જલસો પડી જાય

ભુજ તાલુકાના ખાવડા વિસ્તારમાં રહેતા અને વર્ષોથી પરંપરાગત રીતે માટી કામ સાથે સંકળાયેલા સારાબાઈની માટી ક્લાની દાદ દેવી પડે. તેઓએ પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના ઘરે પણ કામ કર્યું છે. સારાબાઈ જણાવે છે કે તેઓ પહેલા માત્ર ગામમાં માટી કામ કરી માટલા અને અન્ય વસ્તુઓ બનાવતા હતા. બાદમાં જયપુર જવાની તક મળી હતી. ત્યાંથી તે સમયે વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના આવાસમાં કામ કરવાની તક મળી, 10 દિવસ માટે જવાનું હતું. પણ સાડા ત્રણ મહિના સુધી કામ કર્યું. બાદમાં તકો મળતી ગઈ.  દિલ્લી મ્યુઝિયમ, ભોપાલ સહિતના જુદા જુદા સ્થળોએ માટી કલા રજૂ કરી કામને જોઈ એવોર્ડ પણ મળ્યો. એક બાદ એક તરક્કીના સોપાન સર કર્યા છે. ઘણી મહેનત બાદ આજે આ મુકામ પર પહોંચ્યા છીએ.

ક૨ 10 જો તમને માટીના કલાત્મક ડિનર સેટમાં જમવા મળે તો કેવો જલસો પડી જાય

સારાબાઈ માટીમાંથી ડિનર સેટ, થાળી,વાડકા, ચમચી, ગ્લાસ સહિતની વસ્તુઓ બનાવી જાણે છે. વધુમાં તેમણે માટીના નાઈટ લેમ્પ બનાવ્યા છે. તો સ્પીકર પણ બનાવ્યા છે. જી હા.. માટીના સ્પીકરમાં અવાજ જોરદાર આવે છે. જેથી સ્પીકરની માંગ પણ વધારે છે. ક્ચ્છ રણોત્સવ ફરવા આવતા લોકો અચુકથી સારાબાઈની મુલાકાત લઈ વસ્તુઓની ખરીદી કરે છે. તાજેતરમાં રશ્મિ રોકેટ ફિલ્મના શુટીંગ માટે કચ્છની મહેમાન બનેલી તાપસી પન્નુંએ પણ સારાબાઈની મુલાકાત લઈ ખરીદી કરી હતી. કેમિકલનો ઉપયોગ કરવામાં આવતો નથી. નેચરલ માટીથી વસ્તુઓ બનાવાય છે. જેથી લોકોની વધારે માંગ રહે છે.