Cricket/ સેહવાગનાં સચિન પર કરેલા મઝાક પર યુવરાજે કહ્યુ- ‘ભાઈ તુ શેર છે પણ તે બબ્બર શેર છે’

રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝ 2021 માં, ભૂતપૂર્વ દિગ્ગજો તેમની રમત સાથે રોમાંચિત કરતા આવ્યા છે.

Sports
bumrah sanjana 1615012223 13 સેહવાગનાં સચિન પર કરેલા મઝાક પર યુવરાજે કહ્યુ- 'ભાઈ તુ શેર છે પણ તે બબ્બર શેર છે'

રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝ 2021 માં, ભૂતપૂર્વ દિગ્ગજો તેમની રમત સાથે રોમાંચિત કરતા આવ્યા છે. ઈન્ડિયા લિજેન્ડ્સનાં દિગ્ગજ સેહવાગ, સચિન તેંડુલકર અને યુવરાજ સિંહનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેને સેહવાગે તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.

Cricket / લોડ્સનાં મેદાન પર ટીમ ઈન્ડિયાનું ઇતિહાસ રચવાનું સપનુ તૂટ્યું, ગાંગુલીએ કર્યો ખુલાસો

વીડિયોમાં સેહવાગ તેના શાનદાર અંદાજમાં તેંડુલકર અને યુવી સાથે મસ્તી કરતો જોવા મળી રહ્યો છે. ફેન્સ સતત વીડિયો પર ટિપ્પણી કરવાની સાથે સાથે વીડિયોને શેર કરી રહ્યા છે. સેહવાગે શેર કરેલા વીડિયોમાં સચિન ખુરશી પર બેઠો. આ જોઈને સેહવાગે મજાક કરી અને તેંડુલકરનો ટાંગ ખેંચવાનું શરૂ કર્યું. ભારતનાં ભૂતપૂર્વ વિસ્ફોટક બેટ્સમેને સચિન વિશે કહ્યું- “આ જુઓ ભગવાનજી છે અમારા, હજી પણ ક્રિકેટ રમવાનું નથી છોડતા, તેઓ સોય મૂકાવીને મેચમાં રમશે.” સેહવાગે આટલું કહ્યું અને નજીક બેઠેલા યુવરાજ સિંહ પાસે ગયો અને કહ્યું કે સચિનને લઇને ​કોઇ પ્રતિક્રિયા આપો.. જેના પર યુવરાજે ખૂબ રમૂજી રીતે કહ્યું – ‘ભાઈ તુ શેર છે પણ તે બબ્બર શેર છે.’

Cricket / IPL-14 માં માહીની ટીમ CSK એક અલગ અંદાજમાં મળશે જોવા

https://twitter.com/virendersehwag/status/1368925312386441224?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1368925312386441224%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fndtv.in%2Fcricket%2Fsehwag-yuvraj-engage-in-funny-banter-with-tendulkar-amid-road-safety-world-series-2021-watch-viral-video-hindi-2386697

યુવરાજનું આ કહેવાની સાથે જ ત્રણેય ખેલાડીઓ હસવાનું શરૂ કરી દે છે. ત્યારબાદ સેહવાગે સચિનને ​​પોતાની પ્રતિક્રિયા આપવા કહ્યું. જેના પર તેંડુલકર પણ સેહવાગ સાથે મસ્તી કરતા જોવા મળે છે અને કહે છે- “તમારી સામે પ્રતિક્રિયા આપવાની તક કોઈને ક્યાં મળે છે”. તેંડુલકરનાં આ શબ્દો પર સેહવાગ પણ હસવા લાગ્યો છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ