Not Set/ ક્રિકેટર પર પત્નીએ લગાવ્યો ચોંકાવનારો આરોપ, ઘણી મહિલાઓ સાથે આડા સંબંધો, આ કાવતરું : શમી

ભારતીય ક્રિકેટ ટીમના ઝડપી બોલર મહોમ્મદ શમી વિરુદ્ધ તેની પત્ની હસીન જહાંએ લગ્નેતર સંબંધોનો આરોપ લગાવ્યો છે. હસીન જહાંના આરોપ પ્રમાણે શમીના ઘણી મહિલાઓ સાથે આડા સંબંધો છે. જેમાં અમુક વિદેશી મહિલાઓ પણ સામેલ છે. https://twitter.com/MdShami11/status/971260035996311552 મીડિયા રિપોર્ટ્સમાં જણાવ્યા પ્રમાણે હસીન જહાંએ તેના ફેસબુક મેસેન્જર અને વોટ્સએપ પર અમુક સ્ક્રીન શોર્ટ્સ શેર કર્યા છે. તેના […]

Sports

ભારતીય ક્રિકેટ ટીમના ઝડપી બોલર મહોમ્મદ શમી વિરુદ્ધ તેની પત્ની હસીન જહાંએ લગ્નેતર સંબંધોનો આરોપ લગાવ્યો છે. હસીન જહાંના આરોપ પ્રમાણે શમીના ઘણી મહિલાઓ સાથે આડા સંબંધો છે. જેમાં અમુક વિદેશી મહિલાઓ પણ સામેલ છે.

https://twitter.com/MdShami11/status/971260035996311552

મીડિયા રિપોર્ટ્સમાં જણાવ્યા પ્રમાણે હસીન જહાંએ તેના ફેસબુક મેસેન્જર અને વોટ્સએપ પર અમુક સ્ક્રીન શોર્ટ્સ શેર કર્યા છે. તેના આધાર પર તેણે દાવો કર્યો છે કે, શમીના ઘણી મહિલાઓ સાથે આડા સંબંધો છે.

હસીન જહાંના જણાવ્યા પ્રમાણે તેની પાસે તેના પતિ વિરુદ્ધ ઘણાં પુરાવા છે. જેનાથી શમીની એક્સ્ટ્રા મેરિટલ અફેર્સની વાત સાબીત પણ થઈ શકે છે.

હસીનનો આરોપ છે કે, શમીના ઘણી મહિલાઓ સાથે શારીરિક સંબંધો પણ છે. તે ઉપરાંત સાઉથ આફ્રિકાથી પરત આવ્યા પછી શમીએ તેની સાથે માર-ઝૂડ પણ કરી હતી. નોંધનીય છે કે, શમી હાલ ધર્મશાલામાં દેવધર ટ્રોફી રમી રહ્યો છે.