sports news/ ભારતનું યુથ એશિયા કપ જીતવાનું સપનું તૂટ્યું, ભારત પાકિસ્તાન સામે 191 રનથી હાર્યું

યુથ એશિયા કપ ફાઈનલમાં પાકિસ્તાને ભારત(India)ને 191 રને હરાવી ઇતિહાસ રચ્યો છે. 348 રનના વિશાળ ટાર્ગેટ સામે ટીમ ઈન્ડિયા માત્ર 156 રનમાં ઓલઆઉટ થઈ ગઈ, જે U-19 ક્રિકેટમાં ભારતની સૌથી મોટી હાર સાબિત થઈ.

Top Stories Sports
India

India vs Pakistan Youth Cricket: U-19 યુથ એશિયા કપ (Youth Asia Cup) ફાઈનલમાં ભારતને પાકિસ્તાન સામે હારનો સામનો કરવો પડ્યો છે. પાકિસ્તાને ભારત (India) ને 191 રને હરાવી દીધું, જે U-19 ક્રિકેટના ઈતિહાસમાં ભારતીય ટીમની સૌથી મોટી હાર (Loss)બની છે. 348 રનના વિશાળ લક્ષ્યનો પીછો કરતી ટીમ ઈન્ડિયા (India) માત્ર 156 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી.

રનચેઝ દરમિયાન ભારતીય ટીમ (India Team) ની શરૂઆત જ ખરાબ રહી હતી. પાવરપ્લેની પહેલી 10 ઓવરમાં ટીમ ઈન્ડિયાએ 5 વિકેટ ગુમાવી દીધી હતી, જેના કારણે મેચ ત્યાં જ હાથમાંથી નીકળી ગઈ હતી. ભારત તરફથી વૈભવ સૂર્યવંશીએ સૌથી વધુ 36 રનની ઇનિંગ રમી હતી, જ્યારે અન્ય બેટ્સમેન મોટો ફાળો આપી શક્યા નહોતા.

પાકિસ્તાને ફાઈનલમાં 347/9 નો સ્કોર બનાવ્યો

પાકિસ્તાન (Pakistan) તરફથી અલી રઝાએ શાનદાર બોલિંગ પ્રદર્શન કરતાં 4 વિકેટ ઝડપી હતી. આ પહેલા પાકિસ્તાને બેટિંગ કરતા મોટો સ્કોર ઉભો કર્યો હતો. સમીર મિન્હાસે અદભૂત ફોર્મ દર્શાવતા 113 બોલમાં 172 રનની શાનદાર સદી ફટકારી હતી. અહેમદ હુસૈને પણ મહત્વપૂર્ણ 56 રનની ઇનિંગ રમી હતી, જેના કારણે પાકિસ્તાન 347/9ના મજબૂત સ્કોર સુધી પહોંચ્યું હતું.

ટીમ India 156 રનમાં ઓલઆઉટ

ભારત તરફથી બોલિંગમાં દીપેશ દેવેન્દ્રે 3 વિકેટ લીધી હતી, જ્યારે ખિલન પટેલ અને હેનિલ પટેલે 2-2 વિકેટ ઝડપી હતી. કનિષ્ક ચૌહાણને 1 વિકેટ મળી હતી, પરંતુ બોલર્સ ભારતીય ટીમને મોટી હારથી બચાવી શક્યા નહોતા.

આ હાર સાથે ભારતનું યુથ એશિયા કપ જીતવાનું સપનું તૂટી ગયું છે


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ IND vs SA હાઇલાઇટ્સ: ધુમ્મસને કારણે ચોથી T20I રદ કરવી પડી, ટોસ રદ કરાયો

આ પણ વાંચોઃભારતે દક્ષિણ આફ્રિકાને 30 રને હરાવ્યું, શ્રેણી 3-1થી જીતી

આ પણ વાંચોઃ ભારત v/s સાઉથ આફ્રિકા Metch ભારતની જીત હાર્દિક ગલફ્રેન્ડ સાથે લોંગ ડ્રાઈવ પર ગયો