આઈપીએલ 2021 શેડ્યૂલની સૂચિ બહાર પાડવામાં આવી છે, અને તે દરમિયાન ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમની જર્સી વિશે મોટા સમાચાર આવી રહ્યા છે. જણાવી દઇએ કે, 7 માર્ચ રવિવારે, બીસીસીઆઈએ 14 મી સીઝનથી સંબંધિત સંપૂર્ણ માહિતી શેર કરી છે. સીઝન 9 એપ્રિલથી શરૂ થશે, અને ટૂર્નામેન્ટની પ્રથમ મેચ આરસીબી અને મુંબઇ વચ્ચે થશે.

Cricket / મિતાલી રાજે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, આ મામલે સનથ જયસૂર્યાથી નિકળી આગળ
દર વખતની જેમ ફરી એકવાર, બધાની નજર એમએસ ધોનીની કેપ્ટનશીપવાળી ચેન્નાઈ સુપર કિંગ્સ પર રહેશે. ત્રણ વખત આઈપીએલનો ખિતાબ જીતનાર સીએસકે આ વખતે નવા અંદાજમાં જોવા મળશે. જી હા, સીએસકેનાં સ્પોન્સર બદલાઈ ગયા છે. મુથૂટ ફાઇનાન્સ ગ્રુપની જગ્યા હવે myntra એ લઇ લીધી છે. જેની માહિતી ચેન્નઈ સુપર કિંગ્સનાં ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ સાથે શેર કરવામાં આવી છે.

Cricket / IPL-2021 નું શેડ્યુલ જાહેર, જાણો પ્રથમ અને ફાઈનલ મેચ ક્યા રમાશે?
સીએસકેની સાથે, myntra એ પણ તેના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ દ્વારા તમિલ ભાષામાં ચેન્નઈને જવાબ આપીને આ માહિતી પ્રદાન કરી છે. હાલનાં સમયમાં ચેન્નાઈની ટીમ હવે 2021 ની આઈપીએલમાં myntra લોગોની ટીશર્ટ પહેરીને મેદાને ઉતરશે. આ લોગોની સાથે, સીએસકેની નવી જર્સી પણ સામે આવી છે, અને મુથૂટ ફાઇનાન્સ ગ્રુપને બદલીને, myntra એ હવે તેના સ્પોન્સરની જવાબદારી સંભાળી છે. આ સાથે, તમને એ પણ જણાવી દઈએ કે, 14 મી સીઝનની શરૂઆત પહેલા સુરેશ રૈના આઈપીએલ 2021 સીઝનમાં રમવા માટે તેની ફ્રેન્ચાઇઝીમાં જોડાયો છે. જો કે, રૈનાએ ગયા વર્ષે (2020) યુએઈ ગયા પછી પણ રમવાનો ઇનકાર કરી દીધો હતો અને તે ભારત પરત ફર્યો હતો.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…
