વાસ્મોનો ભ્રષ્ટાચાર/ વાસ્મોનો ભ્રષ્ટાચારઃ નલ સે જલ યોજનાના કરોડો રૂપિયા ભ્રષ્ટાચારની ગંગોત્રીમાં વહી ગયા

ઘોઘંબા તાલુકાના પાધોરા ગામની મહિલાઓએ પાણી વગરના ભાજપ સરકારના વહીવટ સામે પીવાનું પાણી આપોના સૂત્રોચ્ચારો વચ્ચે ઘોઘંબા તાલુકા કચેરી સમક્ષ માટલા ફોડતા વાસ્મો કચેરીના એક વધુ ભ્રષ્ટ વહીવટ બહાર આવવા પામ્યો છે.

Top Stories Gujarat
Vasmo Corruption વાસ્મોનો ભ્રષ્ટાચારઃ નલ સે જલ યોજનાના કરોડો રૂપિયા ભ્રષ્ટાચારની ગંગોત્રીમાં વહી ગયા
  • ઘોઘંબાના પાધોરા ગામે કાળઝાળ ગરમીમાં પીવાના પાણી માટે વલખા મારતી મહિલાઓ આકરી બની તાલુકા પંચાયત કચેરી બહાર માટલા ફોડ્યા.!
  • પંચમહાલમાં વાસ્મો કચેરીના વહીવટના પાપે સરકારના માથે માછલાં ધોવાઈ રહયા છે
  • ગામડાઓમાં પીવાના પાણીના જોડાણો જ નથી અને કાગળ પર અપાઈ ગયા
  • પાધોરા ગામની મહિલાઓએ સરકાર વિરોધી સૂત્રોચ્ચારો કર્યા અને ઘોઘંબા તાલુકા કચેરી સમક્ષ માટલા ફોડ્યા
  • ઘોઘંબા તાલુકામાં 48,79,00,000નો ખર્ચ નલ સે જલ યોજના હેઠળ કરાયા છતાં પીવાના પાણી માટે વલખા મારતો છેવાડાનો માનવી
  • પાધોરા જેવા નાના ગામમાં 1.34 કરોડ રૂપિયા વપરાવા છતાં પણ પાણી માટે વલખા મારે છે ગામવાસીઓ

પંચમહાલ જિલ્લામાં નલ સે જલ યોજનાની Vasmo Corruption તકલાદી કામગીરીઓને લઈને વાસ્મો કચેરીના ભ્રષ્ટ વહીવટ સામે શહેરા બેઠકમાં જનઆક્રોશ જોવા મળી રહ્યો છે. ભર ઉનાળામાં પીવાના પાણીની તંગીના પોકારો સાથે સંખ્યાબંધ ગામડાઓમાં જે પ્રમાણે થઈ રહયો છે, જોતા પંચમહાલ જિલ્લામાં કરોડો રૂપિયાના ખર્ચાઓ બાદ પણ સરકારની મહત્વકાંક્ષી યોજના નલ સે જલ નિષફળ ગઈ હોવાના પોકારો  થઈ રહ્યા છે.  ઘોઘંબા તાલુકાના પાધોરા ગામની મહિલાઓએ પાણી વગરના ભાજપ સરકારના વહીવટ સામે પીવાનું પાણી આપો ના સૂત્રોચ્ચારો વચ્ચે ઘોઘંબા તાલુકા કચેરી સમક્ષ માટલા ફોડતા વાસ્મો કચેરીના એક વધુ ભ્રષ્ટ વહીવટ બહાર આવવા પામ્યો છે. પંચમહાલ જિલ્લાના Vasmo Corruption બહુમત આદિવાસી વસ્તી ધરાવતા ઘોઘંબા તાલુકાના અનેક ગામડાઓ પીવાના પાણી માટે વલખાં મારી રહ્યા છે.

ઘોઘંબા તાલુકામાં 48,79,00,000ના ખર્ચ છતાં પાણી માટે વલખા મારતા પ્રજાજન

ઘોઘંબા તાલુકામાં 48,79,00,000નો ખર્ચ Vasmo Corruption વાસ્મોની નલ સે જલ યોજના હેઠળ કરવામાં આવ્યો હોવા છતાં છેવાડાના માનવી સુધી પીવાના પાણી પહોંચ્યા નથી. નલ સે જલ યોજના હેઠળ 97 કામો અલગ અલગ એજન્સી દ્વારા કરવાની કામગીરી જે તે સમયે વાસ્મો દ્વારા કરવામાં આવી હતી. જેમાં પાઇપલાઇન દ્વારા ઘરે ઘરે પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવાનો સરકારનો લક્ષ્યાંક હતો. આ યોજનાનું કામ પૂરું થતા છેવાડાના માનવી સુધી પાણી પહોંચ્યું હોવાના સરકારી દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા છે. આજે પણ ગામડાના અંતરીયાળ વિસ્તારોમાં પાણી માટે પ્રજાએ વલખાં મારવા પડી રહ્યા છે.
ઘોઘંબાના પાધોરા ગામે ટેકરા ફળિયામાં અંદાજિત 25 જેટલા પરિવારો સુધી હજી પાણી પહોંચ્યું નથી. પધોરામાં વાસ્મોની નલ સે જલ યોજના હેઠળ 1,34,47,000 જેટલી માતબર રકમ ખર્ચ કરી ઘરે ઘરે પાઇપ લાઇન મારફતે પાણી પહોંચાડવાની કામગીરી જયંતીલાલ કે પટેલ નામની એજન્સી દ્વારા એક વર્ષ પહેલાં કરવામાં આવી હતી. કાગળ ઉપર રુડી રૂપાળી હોવા મળતી આ યોજના પુરી થઈ અને તેના નાણાં એજન્સીઓને ચૂકવાઈ ગયા પછીના આ પહેલા ઉનાળામાં જ આયોજનની કામગીરીની પોલ ખુલી છે.

પાધોરાના આ ફળિયાના રહીશોને પાણી માટે Vasmo Corruption સવાપુરા તથા ખાનગી માલિકોના બોર તથા કૂવા ઉપર નિર્ભર રહેવું પડે છે. ગામલોકોએ સરપંચને રજૂઆત કરવા છતાં પાણીની સમસ્યાનો ઉકેલ લાવતા નથી. જેથી ટેકરા ફળીયાની મહિલાઓએ પાણી માટે સરકારના છાજીયા ગાતા ગીતો ગાઈ ઘોઘંબા તાલુકા પંચાયત કચેરી ખાતે માટલા ફોડ્યા હતા. પાધોરા ગામે નલ સે જલ યોજના અંતર્ગત ગામમાં છાજીયા ગાતા ગીતો ગાઈ ઘોઘંબા તાલુકા પંચાયત કચેરી ખાતે માટલા ફોડ્યા હતા. પાધોરા ગામે નલ સે જલ યોજના અંતર્ગત ગામમાં યોજનાનું કામ ડુંગર ફળિયાને છોડીને બીજા ફળિયામાં કરવામાં આવ્યું છે. આ કામ પણ અધૂરું છે.

પાણીનું જોડાણ નહી, હેન્ડપંપ અને બોર પણ બંધ

ફળિયાના હેન્ડપંપ તથા બોર બંધ હોય મહિલાઓને પાણી Vasmo Corruption માટે વલખાં મારવા પડે છે.ટેકરા ફળિયાની 30 જેટલી મહિલાઓ આજે ઘોઘંબા પંચાયત ખાતે આવી માટલા ફોડી ટેન્કર દ્વારા પાણી આપવાની માગ કરતા વાસ્મો યોજનામાં આચરવામાં આવેલા કૌભાંડનો વધુ એક નમૂનો જિલ્લામાં સામે આવ્યો છે. નાના ગામડામાં એક કરોડ 34 લાખ રૂપિયા એજન્સીએ ક્યા વાપર્યા અને તેમાં કઈ કામગીરી કરવામાં આવી તે ઊંડાણ પૂર્વકની તાપસનો વિષય છે, પરંતુ આજે મહિલાઓએ સરકારના છાજીયા ગાઈ પાણી માંગવા ઘોઘંબા તાલુકા મથકે પહોંચી ત્યાં માટલા ફોડી પાણી પાણી ન પોકાર કરતા પાણી પુરવઠા બોર્ડ, વાસ્મો અને તાલુકાના વહીવટી તંત્રને પરસેવો છૂટી ગયો હતો.
પીવાના અને વાપરવાના પાણી સાથે પશુ ધનની તરસ છીપાવવા માટે વલખાં મારવા પડે છે. પશુ પાલન ઉપર નભતા આદિવાસીઓનો આખો દિવસ પાણી ભરવામાં પસાર થઈ જાય છે. મહિલાઓ પશુ માટે પાણી લેવા જાય કે ઘાસચારો લેવા જાય કે પછી ઘરકામ કરે તે સૌથી મોટો પ્રશ્ન ઉભો થાય છે. જો કે અત્રે પહોંચેલી મહિલાઓને સ્થાનિક તંત્રએ હયાધારણા આપી પાણીની વ્યવસ્થા કરી આપવાની ખાતરી આપી હતી.

મહિલાઓ સરકારને સવાલ કરી રહી છે. શુ અમારો મત સરકાર Vasmo Corruption સુધી નહીં પહોંચતો, અમને ઓણ પાણી આપો અમે શુ ગુન્હો કર્યો?. સ્થાનિક સરપંચને રજૂઆત કરતા મહિલાઓએ જણાવ્યું કે, સરપંચ સુધી પણ અમારો વોટ નથી પહોંચ્યો તેવું સરપંચે જણાવ્યું છે, તો સરકાર સુધી પણ અમારો વોટ નથી પહોંચતો કે શું? તે સવાલનો જવાબ મેળવવા મહિલાઓ તાલુકા પંચાયત કચેરીએ પહોંચી હતી.

વાસ્મો કચેરીના કર્મચારીઓને પંચમહાલ માંથી બદલી થાય એ પણ ગમતું નથી. બોલો…!!
પંચમહાલ જિલ્લામાં વાસ્મો કચેરીના વહીવટમાં ભારે લીલા લહેર અનુભવતા કર્મચારીઓ છોડવા પણ તૈયાર નથી.આ પ્રકારના એક કિસ્સાની ચર્ચાઓમાં એક કર્મચારીની પોતાના વતનમાં ભૂતકાળમાં બદલી થઈ હતી.આ બદલી થી ખુશ થવાના બદલે આ કર્મચારીએ પોતાની બદલીનો હુકમ રદ્દ કરાવવા માટે નલ સે જલ યોજનાના વગદાર ઈજારદારોને વચેટીયા બનાવીને પોતાનું ધાર્યુ કરીને પુનઃ પંચમહાલમાં પરત ફર્યા હતા.!! કહેવાય છે કે આ કર્મચારી નલ સે જલ યોજનાની કામગીરીઓમાં પોતાની ફરજો બજાવવાને બદલે ઈજારદાર બનીને “ડબલ સવારી” જેવી કામગીરીઓ કરતા હોય ત્યારે નલ સે જલ યોજનાનું સરકારનું સ્વપ્ન ક્યાંથી સાકાર થશે.!!

આ પણ વાંચોઃ FIPIC લીડર્સ-પીએમ મોદી લંચ/ FIPIC નેતાઓને મિલેટ યર નિમિત્તે ભારતીય વાનગીઓનો આસ્વાદ કરાવાયો

આ પણ વાંચોઃ ચિદમ્બરમ-નોટબંધી/ 2000ની નોટ પરત લેવી તે બ્લેકના વ્હાઇટ કરવા માટે મળેલી ખુલ્લી છૂટઃ ચિદમ્બરમ

આ પણ વાંચોઃ Baghel-Modi-Demonitisation/ મોદી જ્યારે પણ જાપાન જાય છે ત્યારે નોટબંધી કરે છેઃ બઘેલ