Cyclone Biparjoy/ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી,બિપોરજોય વાવાઝોડાનું જોર ઘટવાની શક્યતા, 14 થી 16 જૂન ભારે વરસાદ 

હવામાન વિભાગના નિષ્ણાંત અંબાલાલ પટેલએ આગાહી કરી છે. તેમને કહ્યું છે કે 14 થી 16 જૂન ભારે વરસાદ વરસી શકે છે. આ સાથે જ આ વરસાદ ભારે પવન અને ગાજવીજ સાથે પડવાની

Top Stories Gujarat
biparjoy

બિપરજોય  વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે. વાવાઝોડાની અસર ગુજરાતના દરિયાકાંઠે જોવા મળી રહી છે.  આગામી પાંચ દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે  સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થઈ ગયો છે. અમરેલી જિલ્લાના જાફરાબાદના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો છે. રાજુલા, જાફરાબાદમાં પવન સાથે વરસાદ શરૂ થયો છે.

આ સાથે જ હવામાન વિભાગના નિષ્ણાંત અંબાલાલ પટેલએ આગાહી કરી છે. તેમને કહ્યું છે કે 14 થી 16 જૂન ભારે વરસાદ વરસી શકે છે. આ સાથે જ આ વરસાદ ભારે પવન અને ગાજવીજ સાથે પડવાની સંભાવના રહેલી છે. આ ઉપરાંત કયા ક્યાં વિસ્તારમાં વરસાદ વરસી શકે છે તે પણ તેમને જણાવ્યું હતું.

અંબાલાલ પટેલની આગાહી મુજબ દેવભૂમિ દ્વારકા, ઓખા, સલાયામાં વરસાદ પડશે. આ સાથે જ માંગરોળ, જખૌ, પોરબંદર, જામનગરમાં પણ ભારે વરસાદ આવી શકે છે. અત્યારે પણ જ્યાં ઠેર ઠેર ભારે વરસાદ વરસી રહ્યો છે તેમાં ઉત્તર ગુજરાત સાથે મધ્ય ગુજરાત પણ આ રેસમાં સામેલ છે. આ તમામ જગ્યા એ ભારે પવન અને વીજળી સાથે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે.

આ સાથે થોડા રાહતના સમાચાર આપ્યા છે, છેલ્લા કેટલાક દિવસમાં જોર પકડેલા આ બિપોરજોય વાવાઝોડાનું જોર ઘટવાની શક્યતા વ્યક્ત કરી છે. મળતી માહિતી અનુસાર જયારે આ વાવાઝોડું સૌરાષ્ટ્રના કાંઠે આવશે ત્યારે ધીમું પડી શકે છે. આ સાથે જ ભારે પવન રહેશે જે 110 પ્રતિ કલાકની ઝડપથી ફૂંકાશે.

આ પણ વાંચોઃ ચક્રવાત બિપરજોય/ બિપરજોય વાવાઝોડાની અસરઃ જાફરાબાદના દરિયામાં 30 ફૂટના ઉછળ્યા મોજા

આ પણ વાંચોઃ Cyclone Biparjoy/ બિપરજોય વાવાઝોડાને લઈને વન વિભાગનો મહત્વપૂર્ણ નિર્ણય, જાણો શું કહ્યું

આ પણ વાંચોઃ Cyclone Biparjoy/ વાવાઝોડાની અસરથી જાફરાબાદના દરિયામાં ભારે કરંટ, મરીન ટાસ્ક ફોર્સ કમાન્ડો ટીમ તૈનાત

આ પણ વાંચોઃ સૌરાષ્ટ્ર-વાવાઝોડું-વરસાદ/ વાવાઝોડા પૂર્વે સૌરાષ્ટ્રમાં મેઘરાજાની તોફાની બેટિંગઃ આઠ-આઠ ઇંચ વરસાદ

આ પણ વાંચોઃ ચક્રવાત બિપરજોય/ બિપરજોયનો સામનો કરવા અમિત શાહે યોજી બેઠક