Not Set/ IND vs SA, 3rd Test, Day-3/ ભારત જીતથી હવે 2 વિકેટ દૂર, સ્ટમ્પ પહેલા દ.આફ્રિકાનો સ્કોર 132/8

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રાંચીનાં જેએસસીએ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ત્રીજી ટેસ્ટનાં ત્રીજા દિવસની રમત રમાઈ રહી છે. આ મેચમાં ભારતનાં કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતીય ટીમે રોહિત શર્માની શાનદાર બેવડી સદી અને અજિંક્ય રહાણેની સદીની મદદથી પ્રથમ ઇનિંગ્સમાં 497/9 નો વિશાળ સ્કોર બનાવીને ઇનિંગની ઘોષણા કરી હતી. જેના […]

Top Stories Sports
test IND vs SA, 3rd Test, Day-3/ ભારત જીતથી હવે 2 વિકેટ દૂર, સ્ટમ્પ પહેલા દ.આફ્રિકાનો સ્કોર 132/8

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રાંચીનાં જેએસસીએ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ત્રીજી ટેસ્ટનાં ત્રીજા દિવસની રમત રમાઈ રહી છે. આ મેચમાં ભારતનાં કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતીય ટીમે રોહિત શર્માની શાનદાર બેવડી સદી અને અજિંક્ય રહાણેની સદીની મદદથી પ્રથમ ઇનિંગ્સમાં 497/9 નો વિશાળ સ્કોર બનાવીને ઇનિંગની ઘોષણા કરી હતી. જેના જવાબમાં દક્ષિણ આફ્રિકાની ટીમ 162 રને ઓલઆઉટ થઇ ગઇ હતી.

આ સાથે ભારતને 335 રનોની લીડ મળી ગઇ હતી. વળી ભારતે બીજી ટેસ્ટની જેમ જ ત્રીજી ટેસ્ટમાં દક્ષિણ આફ્રિકાને ફોલોઓન આપ્યુ. ભારત તરફથી ફોલોઓન મળ્યા બાદ લક્ષ્ય સુધી પહોચી વળવા મેદાનમાં ઉતરેલી દક્ષિણ આફ્રિકાની શરૂઆત એકવાર ફરી ખરાબ રહી અને ટીમે ત્રીજા દિવસની રમત પૂર્ણ થાય તે પહેલા 8 વિકેટ ગુમાવીને 132 રન બનાવ્યા.

દક્ષિણ આફ્રિકાની આઠમી વિકેટ પડી ગઇ છે. વિકેટ રવિચંદ્રન અશ્વિને લીધી હતી. અશ્વિનની બોલિંગમાં કવિસો રબાડાએ શોટ ફટકાર્યો જેને રવિન્દ્ર જાડેજાએ લપકી લીધો હતો. રબાડા 16 બોલમાં 3 ચોક્કાની મદદથી 12 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. રબાડાનાં આઉટ થયા બાદ નવો બેટ્સમેન એનરીઝ નોર્ટે મેદાનમાં આવ્યો છે.

આ પણ જુઓ :  INDvsSA 3rd Test : રોહિત શર્માએ રચ્યો ઈતિહાસ, બ્રેડમેનનો તોડ્યો રેકોર્ડ

પ્રથમ ઈનિગ્સનાં આધારે, મહેમાન ટીમ હજી પણ 203 રન પાછળ છે. ત્રીજા દિવસે જ્યારે રમત પૂરી થવાની ઘોષણા કરવામાં આવી ત્યારે કન્કશન ખેલાડી થિઉનિસ ડિ બ્રુઈન 30 અને એનરહક નોર્ટ્જે 5 રન બનાવીને ક્રીઝ પર હતા. ટીમ ઈન્ડિયા પ્રથમ બે ટેસ્ટ જીત્યા બાદ શ્રેણીમાં 2-0 થી આગળ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.