Not Set/ ભારતીય ક્રિકેટર મોહમ્મદ શમીની પત્નીએ પ્રેસ કોન્ફરન્સ બોલાવીને લગાવ્યા ચોંકાવનારા આરોપ

કોલકત્તા ભારતીય ટીમના ખેલાડી મોહમ્મદ શમીની વિરુદ્ધ તેની પત્ની હસીન રોજ નવા નવા આરોપ લગાવી રહી છે . જેમાં રવિવારે  હસીન એ કોલકત્તામાં પ્રેસ કોન્ફરન્સ બોલાવી હતી અને કેટલાક ચોંકાવનારા ખુલાસા કર્યા હતા અને મોહમ્મદ પર ઘણા ગંભીર આરોપ પણ લગાવ્યા હતા. પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન તેને જણાવ્યું કે તેના પતિની બીએમડબ્લ્યુ કારમાંથી જો તેને બીજો […]

Top Stories
HASIN HJNHKJAS ભારતીય ક્રિકેટર મોહમ્મદ શમીની પત્નીએ પ્રેસ કોન્ફરન્સ બોલાવીને લગાવ્યા ચોંકાવનારા આરોપ

કોલકત્તા

ભારતીય ટીમના ખેલાડી મોહમ્મદ શમીની વિરુદ્ધ તેની પત્ની હસીન રોજ નવા નવા આરોપ લગાવી રહી છે . જેમાં રવિવારે  હસીન એ કોલકત્તામાં પ્રેસ કોન્ફરન્સ બોલાવી હતી અને કેટલાક ચોંકાવનારા ખુલાસા કર્યા હતા અને મોહમ્મદ પર ઘણા ગંભીર આરોપ પણ લગાવ્યા હતા. પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન તેને જણાવ્યું કે તેના પતિની બીએમડબ્લ્યુ કારમાંથી જો તેને બીજો ફોન ના મળત તો તે એને તલાક આપી દેત. શમીની સચ્ચાઈ આ મોબાઇલ ફોનથી જ સામે આવી.

હસીનએ કહ્યું કે, જો મને તેનો આ ફોન ન મળત તો તે યુપી ભાગી જવાની તૈયારીમાં હતો અને આજની તારીખમાં તે મને તલાક આપી ચુક્યો હોત પણ મને જે ફોન મળ્યો હતો તેમાં તેના વિરુદ્ધ તમામ સાબિતી છે. ત્યરબાદ શમીના વર્તનમાં ઘણો ચેન્જ આવી ગયો હતો.

પત્ની હસીનના આરોપોને લઈને ભારતીય ક્રિકેટર મોહમ્મદ શમી શનિવારે ભાવુક જણાઈ રહ્યો હતો. એટલું જ નહી પણ આ મામલાને  પૂરો કરવા માટે તેની દીકરીના સમ પણ આપ્યા હતા. ઉપરાંત શમીએ કહ્યું કે મ,અરી પત્ની અને દીકરીની સાથે રહેવા માટે હું કઈ પણ કરવા માટે તૈયાર છુ.

શમીએ તેની પત્નીની ફરિયાદ સામે બચાવ કરતા કહ્યું હતું કે, હું નિર્દોષ છુ મને ફસાવવા માટે આ આખી ચાલ ચલાઈ રહી છે. મારી પત્ની હસીન કોઈ બીજાના ઈશારા પર કામ કરી  રહી છે. તેમણે મને ઓછામાં ઓછો એક મોકો તો આપવો જોઈએ. મારા પરિવાર માટે હું કઈ પણ કરવા માટે તૈયાર છુ. મારી પત્ની હસીન અને દીકરી આયેરા જ મારા માટે સૌથી મોટી ખુશી છે. હસીને દીકરી માટે આ મામલાને અહિયાં જ પૂરો કરી દેવો જોઈએ.

Mohammed Shami's wife Hasin Jahan spoke to reporters in Kolkata

તમને જણાવી દઈએ કે, હસીને મોહમ્મદ પર ઘરેલું  હિંસા, બળાત્કાર અને મારપીટ સાથે જાનથી મારી નાખવાની કોશિશના આરોપ લગાવ્યા છે.

હસીનની આ લડતમાં તેના પહેલા પતિ સૈફુદ્દીનએ પણ ઝંપલાવ્યું છે . વર્ષ ૨૦૦૨માં હસીનના પ્રથમ લગ્ન થયા હતા. અને પ્રથમ લગ્નથી તેને ૨ પુત્રીઓ પણ છે. સૈફુદ્દીન સાથેના આ પ્રેમ લગ્ન હતા. ધોરણ ૧૦ થી તેઓ એકબીજાને પ્રેમ કરતા હતા. હસીન ભણવામાં ઘણી હોશિયાર હતી . સૈફુદ્દીનએ કહ્યું કે, મને આજદિન સુધી નથી ખબર કે હસીને મારા સાથે કેમ તલાક લીધા. હાલ સૈફુદ્દીન વીરભૂમ જીલ્લામાં સૂરી બઝારમાં એક સ્ટેશનરીની દુકાન ચલાવે છે.

સૈફુદ્દીનએ વધુમાં હસીનના વખાણ કરતા જણાવ્યું કે તે ખુબ મહત્વકાક્ષી મહિલા છે. હાલ  મારે અને હસીનને કોઈ સંપર્ક નથી પણ હા મારી દીકરીઓ અવારનવાર તેની માતાના સંપર્કમાં રહે છે. સૈફુદ્દીનએ કહ્યું કે, હસીન પોતાના પગ પર ઉભી થવા માંગતી હતી પરંતુ મારા ઘરમાં ઘરની સ્ત્રીઓને નોકરી કરવાની મંજુરી નહતી અને આના જ લીધે હસીન નારાઝ હતી.