Not Set/ શી જિનપિંગ હવે બની રહેશે “ઓલ ટાઇમ ચાઈના પ્રેસીડેન્ટ”

બીજિંગ, ચીનના રાષ્ટ્ર્પતિ શી જિનપિંગ ઈચ્છે ત્યાં સુધી દેશના રાષ્ટ્રપતિ બનવા માટેનો રસ્તો હવે સાફ થઇ ચુક્યો છે. રવિવારે મળેલી ચીનની સંસદમાં દેશના રાષ્ટ્રપતિ અને ઉપ-રાષ્ટ્રપતિના પદ માટેની સમય મર્યાદા સમાપ્ત કરી દીધી છે. આ પહેલા ચીનમાં આ પદ માટેની મર્યાદા બે કાર્યકાળની હતી. ચીનની સંસદમાં આ પ્રસ્તાવને ૨/૩ બહુમતીથી પસાર કરવામાં આવ્યો હતો. #XiJinping […]

World

બીજિંગ,

ચીનના રાષ્ટ્ર્પતિ શી જિનપિંગ ઈચ્છે ત્યાં સુધી દેશના રાષ્ટ્રપતિ બનવા માટેનો રસ્તો હવે સાફ થઇ ચુક્યો છે. રવિવારે મળેલી ચીનની સંસદમાં દેશના રાષ્ટ્રપતિ અને ઉપ-રાષ્ટ્રપતિના પદ માટેની સમય મર્યાદા સમાપ્ત કરી દીધી છે. આ પહેલા ચીનમાં આ પદ માટેની મર્યાદા બે કાર્યકાળની હતી. ચીનની સંસદમાં આ પ્રસ્તાવને ૨/૩ બહુમતીથી પસાર કરવામાં આવ્યો હતો.

આ પહેલા સંસદના વાર્ષિક સત્રમાં સીપીસી દ્વારા દેશના આ સર્વોચ્ચ પદ માટેના બે કાર્યકાળની સમય મર્યાદા હટાવવામાં માટે પ્રસ્તાવ કર્યો હતો જે રવિવારે સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો છે. આ સાથે ૬૪ વર્ષિય શી જિનપિંગ આજીવન ચીનની સત્તા સંભાળી શકે છે.

તાજેતરમાં જિનપિંગનો પાંચ વર્ષનો બીજો કાર્યકાળ ચાલી રહ્યો છે. ચીનની જૂની ૨ કાર્યકાળની શાસન પ્રણાલી પ્રમાણે જિનપિંગ ૧૦ વર્ષ પુરા કર્યા બાદ ૨૦૨૩માં સેવાનિવૃત્ત થવાના હતાં. પરંતુ હવે તેઓ ઈચ્છે ત્યાં સુધી કે આજીવન ચીનમાં સત્તા પર રહી શકશે.

મહત્વનું છે કે, માઓત્સે તુંગની જેમ અનિશ્ચિત કાળ સુધી કોઈના દ્વારા દેશની સત્તા હડપી લેવાના સંદેહને જોતા સન્માનિત નેતા દેંગ શિયોપિંગ દ્વરા ચીનમાં રાષ્ટ્રપતિ અને ઉપ-રાષ્ટ્રપતિ માટે બે કાર્યકાળ એટલે કે ૧૦ વર્ષની સમય મર્યાદા નક્કી કરવામાં આવી હતી. પરંતુ રવિવારે પસાર થયેલા પ્રસ્તાવ બાદ શી જિનપિંગે બદલી નાખી છે.