ચીનમાં કોરોનાવાયરસને કારણે અત્યાર સુધી 811 લોકોનાં મોત નીપજ્યાં છે. જો કે આ સત્તાવાર આંકડા છે, પરંતુ એમ કહેવામાં આવી રહ્યું છે કે મૃત્યુઆંકની સંખ્યા 1000 ની પાર છે. આ વાયરસની અસર ચીનની બહાર પણ જોવા મળી છે. પરંતુ આ વિશે જે સમાચાર સામે આવી રહ્યા છે તે ચોંકાવનારા છે.
આ ખુલાસાથી વિશ્વભરની સરકારો અને આરોગ્ય ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોની ઉંગ ઉડી ગઇ છે. શાંઘાઈનાં અધિકારીઓએ ખુલાસો કર્યો છે કે કોરોનાવાયરસ હવે હવામાં હાજર ભેજમાં ભળી જવા લાગ્યો છે અને તે હવામાં તરતા બીજા વ્યક્તિને ચેપ લગાડી રહ્યો છે, જેને એયરોસોલ ટ્રાન્સમિશન તરીકે ઓળખવામાં આવે છે. આપને જણાવી દઇએ કે, અત્યાર સુધીમાં, વાયરસથી ચેપગ્રસ્ત વ્યક્તિનાં સંપર્કમાં આવવાને કારણે, આ રોગ હોવાનું કહેવાતું હતું. ચેપગ્રસ્ત વ્યક્તિની ખાંસી, છીંક આવવાથી ચેપ હોવાની પુષ્ટિ પહેલા જ થઈ ચુકી છે.
શાંઘાઈ સિવિલ અફેયર્સ બ્યુરોનાં ડેપ્યુટી વડાએ જણાવ્યું હતું કે, ‘એયરોસોલ ટ્રાન્સમિશનનો અર્થ એ છે કે વાયરસ હવામાં હાજર માઇક્રોસ્કોપિક ટીપાંને ભળીને એયરોસોલ બનાવી રહ્યુ છે. તબીબી નિષ્ણાતોનાં જણાવ્યા અનુસાર, આનાથી શ્વાસ લેવાના કારણે ચેપ લાગી રહ્યો છે. તેમણે વધુમાં કહ્યું કે, ‘આને ધ્યાનમાં રાખીને, અમે લોકોને અપીલ કરી છે કે પરિવારનાં સભ્યો દ્વારા ચેપ ન લાગે તે માટેના ઉપાયો વિશે તેમની જાગૃતતા વધારે.’
ચીનમાં જીવલેણ કોરોનાવાયરસથી મૃત્યુઆંક 811 પર પહોંચી ગયો છે અને ચેપનાં 37,000 થી વધુ કેસોની પુષ્ટિ થઈ છે. રાષ્ટ્રીય આરોગ્ય પંચે રવિવારે જણાવ્યું હતું કે, શનિવારે 89 વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો અને 2,656 નવા કેસ નોંધાયા હતા. કમિશનનાં જણાવ્યા મુજબ, 31 પ્રાંતીય કક્ષાનાં વિસ્તારોમાં અત્યાર સુધીમાં કુલ 811 લોકોએ જીવ ગુમાવ્યા છે અને 37,198 કેસોની પુષ્ટિ થઈ છે. તેમણે કહ્યું કે શનિવારે માર્યા ગયેલા 89 લોકોમાંથી 81 લોકો હુબેઇ પ્રાંતનાં હતા, જ્યાં વાયરસથી સૌથી વધુ લોકોનાં મોત થયા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
