Not Set/ “રાહુલ ગાંધી જાતિવાદનું રાજકારણ રમે છે” : કુંવરજી બાવળિયા

ગાંધીનગર,  જસદણના ધારાસભ્ય અને છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસ પાર્ટીથી નારાજ ચાલી રહેલા કુંવરજી બાવળિયાએ પોતાના ધારાસભ્યપદેથી રાજીનામું આપી દીધું છે અને વિધિવત રીતે ભાજપનો કેસરિયો ખેસ પહેર્યો છે. પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે પાર્ટીના અધ્યક્ષ જીતું વાઘાણીની ઉપસ્થિતમાં તેઓએ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. મંગળવારે કુંવરજી બાવળીયાએ સીએમ વિજય રૂપાણીના નિવાસ્થાને મિટિંગ યોજી હતી અને […]

Top Stories Gujarat Trending
kuvaraji "રાહુલ ગાંધી જાતિવાદનું રાજકારણ રમે છે" : કુંવરજી બાવળિયા

ગાંધીનગર, 

જસદણના ધારાસભ્ય અને છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસ પાર્ટીથી નારાજ ચાલી રહેલા કુંવરજી બાવળિયાએ પોતાના ધારાસભ્યપદેથી રાજીનામું આપી દીધું છે અને વિધિવત રીતે ભાજપનો કેસરિયો ખેસ પહેર્યો છે. પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે પાર્ટીના અધ્યક્ષ જીતું વાઘાણીની ઉપસ્થિતમાં તેઓએ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો.

મંગળવારે કુંવરજી બાવળીયાએ સીએમ વિજય રૂપાણીના નિવાસ્થાને મિટિંગ યોજી હતી અને ત્યારબાદ તેઓએ સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદીને રાજીનામું આપ્યું હતું.

Kunvarji Bavliya "રાહુલ ગાંધી જાતિવાદનું રાજકારણ રમે છે" : કુંવરજી બાવળિયા

 ભાજપનો ખેસ ધારણ કર્યા બાદ કુવરજી બાવળિયાએ કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહારો,

રાહુલ ગાંધી જાતિવાદનું રાજકારણ રમે છે, જેથી દેશ અને પ્રજાને તેનું મોટું નુકશાન થઇ રહ્યું છે.

કોંગ્રેસ પાર્ટીમાં આંતરિક વિખવાદ વધ્યો છે.

અમારે કામ કરવું હતું પરંતુ મોકો મળતો ન હતો.

જાતિવાદના રાજકારણથી કોંગ્રેસને નુકશાન થઇ રહ્યું છે.

નરેન્દ્ર મોદીએ દેશના વડાપ્રધાન તરીકે ખુબ સારા પગલા ભર્યા છે અને કામ કર્યું છે.

પ્રધાનમંત્રી મોદીએ “સૌનો સાથ સૌનો વિકાસ”નો મંત્ર આપીને દેશને વિકાસની રાહ આપી છે.

હું તેઓના કામની ઘણા સમયથી નોંધ લઇ રહ્યો હતો.

નરેન્દ્ર ભાઈ અને રાજ્યની CM રૂપાણીની સરકાર લોકો માટે ખુબ  મહત્વનું કામ કરી રહી છે.

રાજ્યની રૂપાણીની સરકાર ખેડૂતો માટે કામ કરે છે.

ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા બાદ હવે મારી તાકાતનો ઉપયોગ આ સરકારમાં કરાશે.

જો કે ત્યારબાદ, ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ પ્રેસ કોન્ફરન્સ યોજી જણાવ્યું કે,

jitu vaghani "રાહુલ ગાંધી જાતિવાદનું રાજકારણ રમે છે" : કુંવરજી બાવળિયા

કુંવરજી સાથે કોંગ્રેસના આગેવાનો પણ બીજેપીમાં છે.

તેમના તમામ કાર્યકરોને હું આવકારુ છું.

ભાજપની શક્તિમાં ઉમેરો થયો છે.

કુવરજીને પ્રવેશ આપતા હું આવકારું છું.

કુંવરજી બાવળિયા બની શકે છે કેબિનેટ મંત્રી : સૂત્ર

સૂત્રોના જણાવ્યા મુજબ, કુંવરજી બાવળિયાને બપોર બાદ ગુજરાત સરકારમાં પાણી પુરવઠા વિભાગના કેબિનેટ મંત્રી તરીકેના શપથ પણ લેશે. બીજી બાજુ રાધનપુરથી કોંગ્રેસના ધારાસભ્ય અને OBC નેતા અલ્પેશ ઠાકોર અને પૂર્વ કેન્દ્રીયમંત્રી તુષાર ચૌધરી સહિતના છ નેતાઓ ભાજપમાં જોડાવવા માટે લાઈનમાં ઉભા છે.

મહત્વનું છે કે, કોંગ્રેસના સિનિયર નેતા ગણતા કુંવરજી બાવળિયાએ રાજીનામું આપી દેતાં કોંગ્રસમાં રાજકીય હલચલ મચી ગઈ છે. થોડા દિવસ પહેલા ગુજરાત કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ જ્યારે અમદાવાદ આવી પહોંચ્યા હતા ત્યારે કુંવરજી બાવળિયા તેમને મળવા માટે અમદાવાદ આવ્યા ન હતા. આ પહેલા તેઓ નવી દિલ્હી ખાતે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે પણ મુલાકાત કરી ચુક્યા છે.