Not Set/ વરસાદ વચ્ચે જૂનાગઢ કોર્પોરેશન ચૂંટણીનું મતદાન,ભાજપ કોંગ્રેસ વચ્ચે પ્રતિષ્ઠાનો જંગ

જૂનાગઢ, જૂનાગઢ કોર્પોરેશનની આજે ચૂંટણી યોજાઈ રહી છે અને વહેલી સવારે 8 વાગ્યાથી મતદાન શરૂ થયું છે.જૂનાગઢ કોર્પોરેશનની ચૂંટણીમાં બપોરે 1 વાગ્યા સુધીમાં 22 ટકા જેટલું મતદાન થયું છે.જો કે શહેરમાં વરસાદ પડતા મતદાન ઓછું થઈ રહ્યું છે. જૂનાગઢ કોપોરેશનના 14 વોર્ડની 56 બેઠકો પર 277 મતદાન મથકો પર મતદાન થઈ રહ્યું છે. શહેરમાં મતદાન […]

Top Stories Gujarat Others
qas 6 વરસાદ વચ્ચે જૂનાગઢ કોર્પોરેશન ચૂંટણીનું મતદાન,ભાજપ કોંગ્રેસ વચ્ચે પ્રતિષ્ઠાનો જંગ

જૂનાગઢ,

જૂનાગઢ કોર્પોરેશનની આજે ચૂંટણી યોજાઈ રહી છે અને વહેલી સવારે 8 વાગ્યાથી મતદાન શરૂ થયું છે.જૂનાગઢ કોર્પોરેશનની ચૂંટણીમાં બપોરે 1 વાગ્યા સુધીમાં 22 ટકા જેટલું મતદાન થયું છે.જો કે શહેરમાં વરસાદ પડતા મતદાન ઓછું થઈ રહ્યું છે.

જૂનાગઢ કોપોરેશનના 14 વોર્ડની 56 બેઠકો પર 277 મતદાન મથકો પર મતદાન થઈ રહ્યું છે. શહેરમાં મતદાન માટે કુલ 277 મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે. જેમાં 1,22,584 પુરુષ મતદારો અને 1,15440 સ્ત્રી મતદારો મળીને કુલ 2,38,024 મતદારો નોધાયેલા છે.

આ ચૂંટણી માટે 288 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા, બાદમાં 13 ઉમેદવારોએ ફોર્મ  પરત ખેચ્યા હતા અને 113 ફોર્મ રદ થયા હતા, જ્યારે 3 બેઠક બિન હરીફ થતા હવે  159 ઉમેદવારો ચૂંટણી જંગમાં  છે.

આ ચૂંટણીમાં સૌથી વધુ મતદારો વોર્ડ નં. 11 માં 20,215 છે. આ વોર્ડમાં સૌથી વધુ 25 બુથ છે. જ્યારે સૌથી ઓછા મતદારો વોર્ડ નં. 12 માં 12,283 છે.

ચૂંટણી માટે ભાજપના 56, કોંગ્રેસના 52, એનસીપીના 25, સીપીઆઈએમના એક અને 25 અપક્ષ ઉમેદવારો ચુટણી લડી રહ્યા છે.

 

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.