વરસાદ/ રાજ્યનાં 209 તાલુકામાં મેઘમહેેર, જૂનાગઢનાં વિસાવદરમાં નોંધાયો સૌથી વધુ 12 ઇંચ વરસાદ

રાજ્યમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. ગુલાબ વાવાઝોડાનાં કારણે રાજ્યનાં ઘણા જિલ્લાઓ એલર્ટ કરી દેવામાં આવ્યા છે. 

Top Stories Gujarat Others
વરસાદ
  • 24 કલાકમાં 209 તાલુકામાં મેઘમહેર
  • જૂનાગઢનાં વિસાવદરમાં 12 ઇંચ વરસાદ
  • અમરેલીનાં લીલીયામાં 6 ઇંચ વરસાદ
  • દ્વારકાનાં ખંભાળિયામાં 6 ઇંચ વરસાદ
  • કલ્યાણપુરમાં પણ સરેરાશ 5.5 ઇંચ વરસાદ
  • ભરૂચ શહેરમાં 5.5 ઇંચ વરસાદ
  • જૂનાગઢનાં માંગરોળમાં 5.5 ઇંચ વરસાદ
  • અમરેલીનાં જાફરાબાદમાં 5.5 ઇંચ વરસાદ
  • ગીર સોમનાથનાં વેરાવળમાં 5 ઇંચ વરસાદ
  • અમરેલીનાં બગસરામાં 5 ઇંચ વરસાદ
  • ભાવનગરનાં જેસરમાં 5 ઇંચ વરસાદ
  • જામનગર શહેરમાં 5 ઇંચ વરસાદ
  • લાલપુર-કાલાવાડમાં 4-4 ઇંચ વરસાદ

રાજ્યમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. ગુલાબ વાવાઝોડાનાં કારણે રાજ્યનાં ઘણા જિલ્લાઓ એલર્ટ કરી દેવામાં આવ્યા છે.  આ ઉપરાંત, સમગ્ર રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદ થવાની પણ આગાહી કરવામાં આવી છે. વળી રાજ્યમાં છેલ્લા 224 કલાકમાં 209 તાલુકામાં મેઘમહેર થઇ છે. 

આ પણ વાંચો – વરસાદ / ગુલાબ વાવાઝોડાની અસર ગુજરાતમાં, 1 ઓક્ટોબરે ભારેથી અતિભારે વરસાદની આગાહી

આપને જણાવી દઇએ કે, રાજ્યનાં અઅલગ-અલગ જિલ્લાઓમાં વરસાદ પડ્યો છે, જેમા સૌથી વધુ જૂનાગઢનાં વિસાવદરમાં 12 ઇંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત અમરેલીનાં લીલીયામાં 6 ઇંચ, દ્વારકાનાં ખંભાળિયામાં 6 ઇંચ, કલ્યાણપુર 5.5 ઇંચ, ભરૂચ શહેરમાં 5.5 ઇંચ, જૂનાગઢનાં માંગરોળમાં 5.5 ઇંચ, અમરેલીનાં જાફરાબાદમાં 5.5 ઇંચ ગીર સોમનાથનાં વેરાવળમાં 5 ઇંચ, અમરેલીનાં બગસરામાં 5 ઇંચ, ભાવનગરનાં જેસરમાં 5 ઇંચ, જામનગર શહેરમાં 5 ઇંચ, લાલપુર-કાલાવાડમાં 4-4 ઇંચ વરસાદ નોંધાયો છે.

  • ચોમાસાની મોસમનો સરેરાશ વરસાદ 93.88 ટકા
  • કચ્છઝોનનો સરેરાશ વરસાદ 104.75 ટકા
  • ઉત્તરગુજરાતઝોનનો સરેરાશ વરસાદ 71.34 ટકા
  • મધ્ય-પૂર્વઝોનનો સરેરાશ વરસાદ 82.82 ટકા
  • સૌરાષ્ટ્રઝોનનો સરેરાશ વરસાદ 111.75 ટકા
  • દક્ષિણગુજરાતનો સરેરાશ વરસાદ 93,88 ટકા
  • કચ્છઝોનમાં મોસમનો સૌથી વધુ વરસાદ થયો

આ પણ વાંચો – મોટું નિવેદન / કોંગ્રેસએ ACવાળા રૂમમાં બેસીને રાજનીતિ કરવાનું બંધ કરી રસ્તા પર ઉતરવું જોઇએ : અભિષેક બેનર્જી

વળી બીજી તરફ જો ચોમાસાની મોસમની સરેરાશ વરસાદની વાત કરીએ તો અત્યાર સુધી રાજ્યમાં 93.88 ટકા વરસાદ નોંધાયો છે. કચ્છ ઝોનનો સરરેશ વરસાદ 104.75 ટકા,ઉત્તર ગુજરાત ઝોનનો સરેરાશ વરસાદ 71.34 ટકા, મધ્ય-પૂર્વઝોનનો સરેરાશ વરસાદ 82.82 ટકા, સૌરાષ્ટ્ર ઝોનનો સરેરાશ વરસાદ 111.75 ટકા, દક્ષિણ ગુજરાતનો સરેરાશ વરસાદ 93,88 ટકા, કચ્છ ઝોનમાં મોસમનો સૌથી વધુ વરસાદ થયો છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…