Not Set/ 8000 ક્યુસેક પાણીની આવક થતા શેત્રુંજી ડેમનાં 50 દરવાજા 1 ફૂટ 6 ઇંચ ખોલાયા

ભાવનગર જીલ્લા અને આસપાસના મોટા વિસ્તારની જીવાદોરી સમો પાલીતાણાનો શેત્રુંજી ડેમ ફરી એક વખત ઓવરફ્લો થયો છે. શેત્રુંજી ડેમના અધધધ દરવાજા ખોલવામાં આવ્યા છે. ઉપરવાસમાંથી 8000 ક્યુસેક પાણીની આવક થતા ડેમના કુલ 50 દરવાજા 1 ફૂટ 6 ઇંચ ખોલાયા છે. પાણીની ભારે આવક સામે જાવકને સંલગ્ન રાખવા માટે ડેમમાંથી 8000 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. 8000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું હોવાનાં કારણે […]

Gujarat Others
ac330d0d297d6500b79fc50b56022968 8000 ક્યુસેક પાણીની આવક થતા શેત્રુંજી ડેમનાં 50 દરવાજા 1 ફૂટ 6 ઇંચ ખોલાયા

ભાવનગર જીલ્લા અને આસપાસના મોટા વિસ્તારની જીવાદોરી સમો પાલીતાણાનો શેત્રુંજી ડેમ ફરી એક વખત ઓવરફ્લો થયો છે. શેત્રુંજી ડેમના અધધધ દરવાજા ખોલવામાં આવ્યા છે. ઉપરવાસમાંથી 8000 ક્યુસેક પાણીની આવક થતા ડેમના કુલ 50 દરવાજા 1 ફૂટ 6 ઇંચ ખોલાયા છે.

પાણીની ભારે આવક સામે જાવકને સંલગ્ન રાખવા માટે ડેમમાંથી 8000 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. 8000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું હોવાનાં કારણે ફરી એક વખત શેત્રુંજી નદી બે કાંઠે ગાંડીતૂર જોવામાં આવી રહી છે.

શેત્રુંજીનાં નીચાણવાળા વિસ્તારના 17 ગામોને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે અને નદીનાં પટમાં કે આસપાસમાં લોકોને ન જવા પણ સુચનો આપવામાં આવ્યા છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews