Entertainment/ રૂહ બાબાની કહાની પૂરી નથી થઈ, કાર્તિક આર્યનએ શેર કર્યું ‘ભૂલ ભૂલૈયા 3’નું ટીઝર

‘ભૂલ ભુલૈયા 2’ની જબરદસ્ત સફળતા બાદ હવે તેના આગામી ભાગ ‘ભૂલ ભુલૈયા 3’ (Bhul Bhulaiyaa 3)ને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે, જેનું ટીઝર પણ રિલીઝ થઈ ગયું છે. કાર્તિકે તેની મોસ્ટ અવેટેડ ફિલ્મની રિલીઝ ડેટ વિશે માહિતી આપતા આ ટીઝર શેર કર્યું છે…

Trending Entertainment
Bhool Bhulaiyaa 3 Teaser

Bhool Bhulaiyaa 3 Teaser: કાર્તિક આર્યન ફરી એકવાર રૂહ બાબા બનીને દર્શકોના દિલ જીતવા માટે તૈયાર છે. ‘ભૂલ ભુલૈયા 2’ની જબરદસ્ત સફળતા બાદ હવે તેના આગામી ભાગ ‘ભૂલ ભુલૈયા 3’ (Bhul Bhulaiyaa 3)ને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે, જેનું ટીઝર પણ રિલીઝ થઈ ગયું છે. કાર્તિકે તેની મોસ્ટ અવેટેડ ફિલ્મની રિલીઝ ડેટ વિશે માહિતી આપતા આ ટીઝર શેર કર્યું છે, જેમાં અભિનેતા ખૂબ જ ખતરનાક અંદાજમાં જોવા મળી રહ્યો છે.

ટીઝર એ જ હવેલીથી શરૂ થાય છે જ્યાં અગાઉની વાર્તા સમાપ્ત થઈ હતી. બેકગ્રાઉન્ડમાં રૂહ બાબા ઉર્ફે કાર્તિક આર્યનનો અવાજ આવી રહ્યો છે, જે કહે છે, ‘ક્યા લગા? કહાની ખત્મ હો ગઈ? દરવાજે તો બંધ હી ઈસલિયે હોતે હૈ તાકી ઉન્હે ફીર સે ખોલા જા શકે.

 

View this post on Instagram

 

A post shared by KARTIK AARYAN (@kartikaaryan)

આ પછી ફિલ્મનું સુપરહિટ ગીત ‘આમી જે તોમર’ સાંભળવા મળે છે. આ પછી રૂહ બાબાના ભયાનક દર્શન થાય છે. ટીઝરમાં આગળ જોઈ શકાય છે કે રૂહ બાબા મંજુલિકાના રૂમમાં પોતાની ખુરશી પર બેઠા છે અને કહે છે, ‘હું માત્ર આત્માઓ સાથે વાત નથી કરતો, આત્માઓ પણ મારી અંદર આવે છે.’ હવે ફિલ્મના આ ટીઝરે દર્શકોમાં ઉત્સુકતા બમણી કરી દીધી છે. આ ટીઝરને શેર કરતી વખતે કાર્તિકે કેપ્શનમાં લખ્યું, ‘રૂહ બાબા દિવાળી 2024 પર આવી રહ્યા છે.’

અનીસ બઝમી દ્વારા નિર્દેશિત અને ભૂષણ કુમાર દ્વારા નિર્મિત આ ફિલ્મમાં કાર્તિક ઉપરાંત એક નવી સ્ટાર કાસ્ટ જોવા મળી શકે છે. જણાવી દઈએ કે આ સીરીઝની પહેલી ફિલ્મ 2007માં રિલીઝ થઈ હતી, જેમાં અક્ષય કુમાર લીડ રોલમાં જોવા મળ્યો હતો. આ પછી, કાર્તિક આર્યન સાથેની બીજી ફિલ્મ 2022 માં રિલીઝ થઈ અને બંને ફિલ્મોએ બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી.

આ પણ વાંચો: Mani Shankar Aiyar/ કોંગ્રેસના નેતા મણિશંકર ઐયરની પુત્રીની NGO પર ગૃહ મંત્રાલયની મોટી કાર્યવાહી, FCRA લાયસન્સ સસ્પેન્ડ, વિદેશથી ફંડ નહીં મળે

આ પણ વાંચો: Gujarat/ આ તારીખથી ટેકાના ભાવે ઘઉં, બાજરી, જુવાર, રાગી અને મકાઈની ખરીદી શરૂ થશે

આ પણ વાંચો: હિટવેવ/ ગુજરાતના હવામાન વિભાગની ચોંકાવનારી આગાહી, માર્ચ મહીનામાં ઉનાળો રહેશે આકરો