Not Set/ દિલીપ કુમારના 99માં જન્મદિવસ પર સાયરા બાનુ થયા ભાવુક, જુઓ કેવી રીતે ધર્મેન્દ્રએ સાંભળ્યા  

વીડિયોમાં સાયરા બાનુ તેના પતિ દિલીપ કુમારને શ્રદ્ધાંજલિ આપવા માટે આયોજિત એક કાર્યક્રમમાં હાજરી આપવા કોલેજ પહોંચ્યા હતા…

Entertainment
a 52 દિલીપ કુમારના 99માં જન્મદિવસ પર સાયરા બાનુ થયા ભાવુક, જુઓ કેવી રીતે ધર્મેન્દ્રએ સાંભળ્યા  

પીઢ અભિનેત્રી સાયરા બાનુ જ્યારે તેમના પતિ અને પીઢ અભિનેતા દિલીપ કુમારના 99માં જન્મદિવસે તેમના મૃત્યુ પછી પ્રથમ વખત ઘરની બહાર નીકળ્યા ત્યારે ખૂબ જ ભાવુક દેખાય હતા. સોશિયલ મીડિયા પર સામે આવેલા એક વીડિયોમાં સાયરા બાનુ રડતાં જોવા મળ્યા છે. આ વીડિયો વિરલ ભાયાનીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કર્યો છે અને દિલીપ કુમાર અને સાયરા બાનુના ચાહકોની સાથે અન્ય યુઝર્સ પણ અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.

આ પણ વાંચો:સિદ્ધાર્થ શુક્લાને બનવું ન હતું એક્ટર, જાણો કોની સલાહથી બદલાયું જીવન 

વિરલ ભાયાની દ્વારા પોસ્ટ કરવામાં આવેલા વીડિયોમાં સાયરા બાનુ તેના પતિ દિલીપ કુમારને શ્રદ્ધાંજલિ આપવા માટે આયોજિત એક કાર્યક્રમમાં હાજરી આપવા કોલેજ પહોંચ્યા હતા. અહીં સાયરા બાનુ ભાવુક થઈને રડતાં જોવા મળ્યા હતા. ફિલ્મ નિર્માતા સુભાષ ઘાઈ અને ભૂતકાળના પ્રખ્યાત અભિનેતા ધર્મેન્દ્ર પણ તેમની સાથે જોવા મળ્યા હતા. વીડિયોમાં ધર્મેન્દ્ર સાયરા બાનોને સંભાળતા જોવા મળે છે. આ વીડિયોને 50 હજારથી વધુ લાઈક્સ મળી ચૂક્યા છે. એક પ્રશંસકે કોમેન્ટમાં લખ્યું છે કે આ વિડીયો જોયા બાદ એવું લાગે છે કે જુનું બોલિવૂડ હજુ પણ જીવંત છે.

https://www.instagram.com/reel/CXV7JiuKmA4/?utm_source=ig_web_copy_link

સાયરા બાનુએ પણ દિલીપ કુમારના જન્મદિવસના અવસર પર કહ્યું છે કે તેમની સાથે તેમનું જીવન શેર કરવું તેમના માટે કોઈ વિશેષાધિકારથી ઓછું નથી. ઉલ્લેખનીય છે કે, આ વર્ષે 7 જુલાઈના રોજ દિલીપ કુમારનું લાંબી બીમારી બાદ અવસાન થયું હતું. સાયરા બાનુએ કહ્યું કે તે દિલીપ કુમારને હંમેશા યાદ રાખશે.

આ પણ વાંચો:કરોડોની સંપત્તિના માલિક છે રજનીકાંત, જાણો એક ફિલ્મ માટે કેટલો લે છે ચાર્જ

આ પણ વાંચો:નરગીસથી લઈને મહેશ ભટ્ટ સુધી, આ સેલેબ્સે  કર્યું છે ધર્મ પરિવર્તન.. 

આ પણ વાંચો:અમિતાભ બચ્ચને વિરાટ કોહલી સાથે કરી આ વસ્તુની સરખામણી, તમે પણ જાણો શું છે